
જરા કલ્પના કરો કે તમે કોઈ અગત્યના કામમાં વ્યસ્ત છો અને તમારો મોબાઈલ ફોન વાગે છે અને જ્યારે તમે કોલ ઉપાડો અને ખબર પડે કે તે માર્કેટિંગ કોલ અથવા સ્પામ કોલ છે. આવી સ્થિતિમાં, ગુસ્સો આવવો એકદમ સામાન્ય છે. આ સાથે, આવી ઘટનાઓ પણ લગભગ દરરોજ કોઈને કોઈ વ્યક્તિ સાથે બની રહી છે. આને રોકવા માટે, ટ્રાઈએ તાજેતરમાં કેટલાક નવા નિયમો રજૂ કર્યા છે.
આ પણ વાંચો: ચિકન બિરયાનીમાંથી નીકળ્યો વંદો, રેસ્ટોરન્ટે આપવા પડ્યા 20,000 રૂપિયા, જાણો સમગ્ર ઘટના
ટ્રાઈએ જાહેરાત કરી હતી કે ટેલિકોમ કંપનીઓ સ્પામ કોલ અને મેસેજને રોકવા માટે AI સ્પામ ફિલ્ટરનો ઉપયોગ કરશે. આ નવો નિયમ 1 મે, 2023થી અમલમાં આવ્યો છે. એક તારીખથી સ્પામ કૉલ્સમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ હજી પણ આ સમસ્યા સંપૂર્ણપણે ઠીક થઈ નથી. અત્યારે એવા ઘણા યુઝર્સ છે જેમને તેમના ફોન પર સ્પામ કોલ આવી રહ્યા છે. જાણો આ મામલો ક્યાં સુધી પહોંચ્યો છે.
માત્ર TV9 ની ડિજિટલ ઑફિસ વિશે વાત કરીએ તો, એવા 20 લોકો છે જેમને 1 મે અને તે પછી તેમના ફોન પર સ્પામ કૉલ્સ આવ્યા છે. નીચે દર્શાવેલ સ્ક્રીનશોટ આની સાક્ષી આપે છે. સ્પષ્ટ છે કે દેશભરમાં સ્પામ કોલ્સનો ખેલ હજુ પણ ચાલુ છે.
ઉપર શેર કરાયેલ સ્પામ કોલ્સ એરટેલ સિમ કાર્ડ પર આવ્યા છે. જ્યારે એરટેલે સત્તાવાર જાહેરાત કરી હતી કે કંપની ફોન કોલ્સ અને મેસેજિંગ સેવાઓ માટે AI ફિલ્ટર્સનો ઉપયોગ કરશે. ત્યારે Jioના નંબર પર સ્પામ કોલના કેસ જોવા મળ્યા નથી. વોડાફોન આઈડિયાએ પણ કોલર આઈડી ફીચર શરૂ કર્યું છે, પરંતુ તેના ગ્રાહકો હજુ પણ સ્પામ કોલ્સ મેળવી રહ્યા છે.
TRAI અનુસાર, ટેલિકોમ કંપનીઓએ ફોન કૉલ્સ અને મેસેજ સર્વિસ માટે AI સ્પામ ફિલ્ટરનો ઉપયોગ કરવો જરૂરી છે. નવા નિયમો દ્વારા TRAI છેતરપિંડી અને હેરેસમેન્ટના મામલા ઘટાડવા માંગે છે. Airtel, Jio, Vodafone Idea અને BSNL જેવી કંપનીઓને AI ફિલ્ટર્સ ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવ્યું છે.
માર્કેટિંગ અથવા પ્રમોશનલ કૉલ્સ અને સંદેશાને AI ફિલ્ટર દ્વારા ઓળખવામાં આવશે, પછી તે અવરોધિત કરવામાં આવશે. નવા નિયમો અનુસાર ટેલિકોમ કંપનીઓએ કોલર આઈડી ફીચર આપવું પડશે. આ સ્ક્રીન પર કોલરનું નામ અને નંબર બતાવશે. આનાથી યુઝર્સને ઇનકમિંગ કોલ્સ ઓળખવામાં સરળતા રહેશે. આ સાથે છેતરપિંડી અને સ્પામ માટે ઉપયોગમાં લેવાતા 10 અંકના મોબાઈલ નંબર બંધ કરવામાં આવશે.
હવે વાત એ આવે છે કે ટ્રાઈની જાહેરાત છતાં સ્પામ કોલ પર અંકુશ કેમ નથી આવ્યો? તો જણાવી દઈએ કે સ્પામ કોલ પર પ્રતિબંધ 1 મેથી શરૂ થઈ ગયો છે, પરંતુ તેને સંપૂર્ણ રીતે સક્રિય થવામાં થોડો સમય લાગશે.
ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…