મોબાઇલ નંબર દ્વારા કેવી રીતે થાય છે Phone Tracking, ગુનેગારોને આ રીતે પકડવામાં આવે છે

|

Jan 25, 2023 | 7:23 PM

અગાઉ જ્યાં ફોનનો ઉપયોગ કોલિંગ માટે થતો હતો ત્યાં ટેક્નોલોજીના વિકાસ સાથે સ્માર્ટફોન ગૂગલ સર્ચથી દરેક વસ્તુ માટે ઉપયોગી બન્યો છે. જો કોઈના લોકેશનને ટ્રેક કરવાની વાત હોય તો આ ડિવાઈસ આ કામ વધુ સારી રીતે કરી શકે છે.

મોબાઇલ નંબર દ્વારા કેવી રીતે થાય છે Phone Tracking, ગુનેગારોને આ રીતે પકડવામાં આવે છે
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

સ્માર્ટફોનનો ઉપયોગ આજે દરેક યુઝર કરે છે. ઘણા કામોમાં આ નાના ગેજેટની ઉપયોગિતા વધવાને કારણે તેનો ઉપયોગ વધ્યો છે. અગાઉ જ્યાં ફોનનો ઉપયોગ કોલિંગ માટે થતો હતો ત્યાં ટેક્નોલોજીના વિકાસ સાથે સ્માર્ટફોન ગૂગલ સર્ચથી દરેક વસ્તુ માટે ઉપયોગી બન્યો છે. જો કોઈના લોકેશનને ટ્રેક કરવાની વાત હોય તો આ ડિવાઈસ આ કામ વધુ સારી રીતે કરી શકે છે.

આ પણ વાંચો: Instagram માં DP માટે આવ્યુ જબરદસ્ત ફીચર, જાણો શું છે નવા ફીચરમાં ખાસ

આ નાનું ગેજેટ એકમાત્ર વસ્તુ છે જે કોઈપણ વપરાશકર્તા સાથે હંમેશા રહે છે. એટલે કે યુઝર જ્યાં પણ જાય છે, તે પોતાનો સ્માર્ટફોન પોતાની સાથે લઈ જાય છે. આવી સ્થિતિમાં, જીપીએસ અને લોકેશન ફીચર દ્વારા કોઈપણ યુઝરની માહિતી મેળવવી મુશ્કેલ કામ નથી.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

કોણ કરી શકે મોબાઈલ નંબર દ્વારા યુઝરને ટ્રેક

જો કે મોબાઈલ નંબર દ્વારા વ્યક્તિને ટ્રેક કરવી શક્ય છે, પરંતુ આ કામ કરવું સરળ નથી. જ્યાં સુધી સ્માર્ટફોન યુઝર પોતે તેના લોકેશન વિશે માહિતી ન આપે ત્યાં સુધી તેને ટ્રેક કરવો થોડો મુશ્કેલ છે, પરંતુ સ્માર્ટફોન યુઝર કોઈ ગુનામાં સંડોવાયેલ હોય તેવા કિસ્સામાં પોલીસ વ્યક્તિને ટ્રેક કરી શકે છે. સાથે જ સામાન્ય લોકો માટે આમ કરવું કાયદાના દાયરામાં આવતું નથી. જો આમ કરવામાં આવે તો તમારી સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

આ રીતે પોલીસ ટ્રેકિંગ કરે છે

મોબાઈલ નંબર દ્વારા ટ્રેકિંગ કરવાનો અધિકાર પોલીસ અને ફોન ટ્રેક સુરક્ષા એજન્સી પાસે છે. આ માટે કોઈપણ વિસ્તારની પોલીસ ટેલિકોમ કંપનીનો સંપર્ક કરે છે. આ પ્રક્રિયા માટે યુઝરના સ્માર્ટફોનનો IMEI નંબર ટ્રેક કરવામાં આવે છે. ટેલિકોમ કંપની દ્વારા ફોન ટ્રેક સિક્યોરિટી એજન્સી અથવા પોલીસને સંબંધિત વ્યક્તિના ફોનને ટ્રેક કરીને તેના ટાવર લોકેશન વિશે માહિતી આપવામાં આવે છે, ત્યારબાદ તે વપરાશકર્તા સુધી પહોંચવું શક્ય બને છે.

આ ઉપરાંત BharOS સ્વદેશી મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે. આ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી મદ્રાસ (IIT મદ્રાસ)ની ઈન્ક્યુબેટેડ ફર્મ દ્વારા વિકસાવવામાં આવી છે. આ OSને લઈને ભારતના 100 કરોડ મોબાઈલ ફોન યુઝર્સને ફાયદો થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Next Article