Symbolic Image
આજે ઘણા લોકો સ્માર્ટફોન અને ખાસ કરીને એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરે છે. ત્યારે ઘણી વખત એન્ડ્રોઇડ ફોનમાં એવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જે આપણે કેવી રીતે ઠીક કરવું તે જાણતા નથી. ત્યારે કોલ રિસીવ કરવા અને ઈન્ટરનેટ ચલાવવાથી લઈને સિમ કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણી વખત તમે જોયુ અથવા સાંભળ્યું હશે કે સિમ કાર્ડમાં એરર આવે છે. આ એરર હોય છે No Sim Card. જો તમે ક્યારેય આ પ્રકારની સમસ્યાનો સામનો કરો છો તો તમારે શું કરવું જોઈએ, તે અમે તમને અહીં જણાવી રહ્યા છીએ.
આ પણ વાંચો: Breaking News : દહેજમાં ભૂગર્ભ ગટરમાં ગૂંગણામણથી 3 કામદારોના મોતની ઘટનામાં સરપંચ અને ડે. સરપંચ સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરાયો
સિમ કાર્ડ એરર કેવી રીતે કરવું ઠીક
- જો સિમ ટ્રેમાં સિમ યોગ્ય રીતે નાખવામાં ન આવે તો પણ આ એરર આવી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમારે એકવાર ફોનની સિમ ટ્રે કાઢીને તપાસવી જોઈએ.
- ઘણી વખત એવું બને છે કે સિમ કાર્ડ ગંદુ થઈ જાય છે અથવા ખરાબ થઈ જાય છે. ત્યારે પણ આ એરર આવે છે. આ કિસ્સામાં, પ્રથમ સિમ સાફ કરવાનો પ્રયાસ કરો. જો આ પછી પણ આ જ એરર આવે તો સમજી લેવું કે સિમ કાર્ડને નુકસાન થયુ હોય શકે છે.
- ક્યારેક એવું બને છે કે સિમ નવા ફોનને સપોર્ટ કરતું નથી. કેટલાક 5G ફોન હોઈ શકે છે જે અપગ્રેડ કરેલ SIM કાર્ડ વિના કનેક્ટ થઈ શકતા નથી.
- કેટલીકવાર આ ફોનના સોફ્ટવેર અથવા નેટવર્ક configurationને કારણે થાય છે. ફોનમાં કેટલીક ખામીઓને કારણે પણ આ પ્રકારની એરર દેખાય છે.
- કેટલીકવાર તે ફક્ત કેશ સમસ્યા હોઈ શકે છે. આ કિસ્સામાં, તમારે ફોનની કેશ સાફ કરવાની જરૂર છે.
ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…