WhatsApp પર કોઈ નહીં લઈ શકે તમારા ફોટોનો સ્ક્રીનશોટ, જાણો શું છે નવું ફીચર

આ નવી સુવિધાઓ આગામી અપડેટ્સ સાથે મેટા-માલિકીના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મમાં ઉમેરવામાં આવશે. સ્ક્રીનશોટ બ્લોકીંગ (Screenshot Blocking Feature), ફીચરમાં એક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે, જે યુઝરને ફોટો અને વીડિયોના સ્ક્રીનશોટ લેવાથી રોકે છે.

WhatsApp પર કોઈ નહીં લઈ શકે તમારા ફોટોનો સ્ક્રીનશોટ, જાણો શું છે નવું ફીચર
WhatsApp
Image Credit source: Google
| Edited By: | Updated on: Aug 21, 2022 | 11:42 AM

મેટા (Meta)ના CEO માર્ક ઝુકરબર્ગે આ મહિનાની શરૂઆતમાં વોટ્સએપ (WhatsApp)માટે ત્રણ નવા પ્રાઈવસી ફીચર્સ લાવવાની જાહેરાત કરી હતી. આમાંથી એક ફીચર વ્યૂ વન્સ છે, જે ફોટા પરના સ્ક્રીનશોટને બ્લોક કરશે. આ નવી સુવિધાઓ આગામી અપડેટ્સ સાથે મેટા-માલિકીના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મમાં ઉમેરવામાં આવશે. સ્ક્રીનશોટ બ્લોકીંગ, ફીચરમાં એક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે, જે યુઝરને ફોટો અને વીડિયોના સ્ક્રીનશોટ લેવાથી રોકે છે.

WABetaInfoના એક રિપોર્ટ અનુસાર, કંપનીએ તાજેતરમાં Android 2.22.18.16 અપડેટ માટે WhatsApp બીટા રિલીઝ કર્યું છે. તેણે એન્ડ્રોઇડ 13 પર તમામ ટેસ્ટર્સ માટે એક એપ આઇકન ઉમેર્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની WhatsApp વ્યૂ માટે સ્ક્રીનશોટ બ્લોક કરવા પર પણ કામ કરી રહી છે.

ફીચર પર કામ ચાલી રહ્યું છે

આ ફીચર હાલમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ બીટા માટે ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. અને તે એપ્લિકેશનના આગામી અપડેટ્સ સાથે રોલઆઉટ કરવામાં આવશે. WABetaInfo એ આ ફીચર વિશે માહિતી આપતો સ્ક્રીનશોટ શેર કર્યો છે. સ્ક્રીનશોટ મુજબ, જ્યારે કોઈ યુઝર ‘વ્યૂ વન્સ’ ફીચરનો ઉપયોગ કરે છે, ત્યારે વોટ્સએપ એક પોપ-અપ બતાવશે કે તમે તેને ફોરવર્ડ, કોપી કે સેવ કરી શકતા નથી અને તેનો સ્ક્રીનશોટ પણ લઈ શકતા નથી.

આ ફીચર કેવી રીતે કામ કરશે

સ્ક્રીનશૉટ્સ દર્શાવે છે કે વૉટ્સએપ વ્યૂ-વન્સ ફાઇલો માટે નવી પ્રેઝન્ટેશન સ્ક્રીન પર કામ કરી રહ્યું છે, જ્યાં વપરાશકર્તાઓ માટે ફોટો અને વીડિયોના સ્ક્રીનશૉટ્સ લેવાનું અશક્ય હશે. જો કે recipients હંમેશા સેકન્ડરી ફોન અથવા કેમેરાનો ઉપયોગ કરીને ફોટો લઈ શકે છે, પ્લેટફોર્મ તેમને તેનો સ્ક્રીનશોટ લેવાની મંજૂરી આપશે નહીં. એપ પર સ્ક્રીનશોટ ઓટોમેટિક થઈ જશે પરંતુ મોકલનારને તેના વિશે કોઈ સૂચના મળશે નહીં.

ચેટ અંદર જ જોવા મળશે Status

WBએ કહ્યું છે કે પહેલા જેમ કોઈનું સ્ટેટસ જોવા માટે સ્ટેટસ સેક્શનમાં જતા હતા, હવે યુઝર્સ તેમની ચેટમાં જ તે કોન્ટેક્ટનું સ્ટેટસ જોઈ શકશે. WB એ તેની પોસ્ટ સાથે એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જે દર્શાવે છે કે આ ફીચર ઘણું બધું Instagram ની સ્ટોરી જેવું લાગે છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.