WhatsApp પર આવી રહ્યું છે આ નવું ફીચર, યુઝર્સની ચેટિંગ પહેલા કરતા બનશે વધુ સરળ અને મજેદાર

|

May 01, 2022 | 12:09 PM

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp એક એવા ફીચર પર કામ કરી રહી છે, જે યુઝર્સને એક જ એકાઉન્ટમાંથી મલ્ટીપલ ફોન અથવા ફોન અને ટેબલેટ પર ચેટ કરવાની મંજૂરી આપશે.

WhatsApp પર આવી રહ્યું છે આ નવું ફીચર, યુઝર્સની ચેટિંગ પહેલા કરતા બનશે વધુ સરળ અને મજેદાર
WhatsApp
Image Credit source: Whatsapp

Follow us on

વોટ્સએપ (WhatsApp)માં સતત નવા અપડેટ રજૂ કરે છે. હાલમાં WhatsApp વિશે ઘણી વિગતો બહાર આવી છે કે WhatsApp નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. હવે, WABetaInfo દ્વારા સાઈટના બીટા વર્ઝનમાં મળેલી સ્ક્રીન અનુસાર, ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp એક એવા ફીચર પર કામ કરી રહી છે જે યુઝર્સને એક જ એકાઉન્ટમાંથી મલ્ટીપલ ફોન અથવા ફોન અને ટેબલેટ પર ચેટ કરવાની મંજૂરી આપશે. સ્ક્રીન તમને તમારા મુખ્ય ફોન સાથે એક કોડ સ્કેન કરીને એ ડિવાઈસને રજીસ્ટર કરવા માટે નિર્દેશ આપશે, જેનો તમે ‘સાથી’ તરીકે ઉપયોગ કરશો.

જણાવી દઈએ કે હાલમાં સ્કેન કરવા માટે કોઈ કોડ આપવામાં આવ્યો નથી. આ ડેવલપમેન્ટ WhatsAppએ તાજેતરમાં જ એન્ડ્રોઈડ અને iOS માટે WhatsApp બીટા પર તેના મલ્ટી-ડિવાઈસ ફીચરને બહાર પાડ્યા પછી આવ્યો છે, તે હવે ઘણા સુધારાઓ પર કામ કરી રહ્યું છે, જેથી વપરાશકર્તાઓ બીટાના લેટેસ્ટ વર્ઝનમાં અન્ય મોબાઈલ ડિવાઈસ સાથે લિંક કરી શકે.

જણાવી દઈએ કે પહેલા WhatsApp ફક્ત ડેસ્કટોપ ક્લાયંટ અથવા વેબ બ્રાઉઝર દ્વારા જ ચલાવી શકાતું હતું. એક Mashable રિપોર્ટ અનુસાર, WhatsApp એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જે યુઝર્સને અલગ-અલગ ફોન, અથવા ફોન અને ટેબલેટ પર એક જ એકાઉન્ટ પર વાત કરવાની મંજૂરી આપશે. સ્ક્રીન તમને તમારા પ્રાથમિક ફોન સાથે કોડ સ્કેન કરીને તમારા ‘સાથી’ તરીકે ઉપયોગ કરી રહ્યાં છો, તે ઉપકરણને રજીસ્ટર કરવાની સૂચના આપે છે. જો કે આ ફીચર વિશે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ ફીચર iOS પર ઉપલબ્ધ હશે કે નહીં.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ગ્રુપ કોલિંગ માટે આવ્યું નવું ફીચર

વોટ્સએપે હાલમાં જ એક નવું ગ્રુપ કોલિંગ (Group Calling) ફીચર રજૂ કર્યું છે. આ ફીચર iOS અને Android માટે આવ્યું છે, જેમાં યુઝર્સને વોઈસ કોલમાં 32 જેટલા પાર્ટિસિપન્ટ્સ ઉમેરવાની છૂટ છે.

આ પણ વાંચો: Tech News: વોર્નિંગ બેનરને વિસ્તૃત કરી રહ્યું છે Google, આ ફાઈલ ખોલવા પર મળશે વોર્નિંગ

આ પણ વાંચો: Naatu Naatu ગીત પર ડાન્સના ચક્કરમાં ગટરમાં પડ્યો યુવક, લોકોએ કહ્યું ‘ગટર જોઈ પછી નાચો-નાચો’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article