Jio 5G માટે જરૂર પડશે રિચાર્જની? કેવી રીતે મળશે વેલકમ ઓફર અને કયા શહેરોમાં છે સર્વિસ, જાણો તમામ માહિતી

તાજેતરમાં જ Ookla ટેસ્ટમાં Jio અને Airtelની 5G સ્પીડ પણ સામે આવી છે જે ઘણી વધારે છે. જો તમે Jio યુઝર છો અને એવા શહેરોમાં રહો છો જ્યાં 5G સેવા છે, તો તમે તેનો લાભ લઈ શકો છો. કંપનીએ ચાર શહેરોમાં 5G સેવા શરૂ કરી છે.

Jio 5G માટે જરૂર પડશે રિચાર્જની? કેવી રીતે મળશે વેલકમ ઓફર અને કયા શહેરોમાં છે સર્વિસ, જાણો તમામ માહિતી
Jio True 5G
Image Credit source: Google
| Edited By: | Updated on: Oct 14, 2022 | 7:35 PM

ભારતમાં 5G યુગ( 5G in India) શરૂઆત થઈ ગઈ છે. Jio અને Airtelએ તેમની 5G સેવાઓ ઘણા શહેરોમાં લાઈવ કરી છે. તાજેતરમાં જ Ookla ટેસ્ટમાં Jio અને Airtelની 5G સ્પીડ પણ સામે આવી છે જે ઘણી વધારે છે. જો તમે Jio યુઝર છો અને એવા શહેરોમાં રહો છો જ્યાં 5G સેવા છે તો તમે તેનો લાભ લઈ શકો છો. કંપનીએ ચાર શહેરોમાં 5G સેવા શરૂ કરી છે. ટૂંક સમયમાં આ યાદીમાં અન્ય શહેરોના નામ પણ જોડાવા જઈ રહ્યા છે. હાલમાં, તમારે Jio 5G માટે અલગથી રિચાર્જ કરવાની જરૂર નથી. તેના બદલે તમે હાલના રિચાર્જ પર જ આ સેવાનો લાભ લઈ શકો છો. જો કે આ માટે તમારી પાસે 5G સક્ષમ સ્માર્ટફોન હોવો જરૂરી છે. આવો જાણીએ Jio 5G સંબંધિત દરેક સવાલના જવાબ.

શું છે Jio 5G વેલકમ ઑફર?

5G સેવા શરૂ કરવાની સાથે Jioએ વેલકમ ઑફર પણ રજૂ કરી છે. આ ઑફર એવા શહેરો માટે છે, જ્યાં Jio True 5G સર્વિસ લાઈવ થઈ ગઈ છે. Jio 5G વેલકમ ઑફર હેઠળ, કંપની પસંદગીના યુઝર્સને 5G સર્વિસ ઈન્વાઈટ ઑફર કરી રહી છે. યુઝર્સ My Jio એપ પર જઈને ઈન્વાઈટ ચેક કરી શકે છે. આ અંતર્ગત યુઝર્સને હાલના પ્લાન પર જ 1GBpsની સ્પીડ પર અનલિમિટેડ 5G ડેટા મળશે. આ માટે યુઝર્સને કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.

5G માટે કરવું પડશે રિચાર્જ?

હાલમાં, તમારે Jio 5G માટે કોઈ અલગ રિચાર્જ કરવાની જરૂર નથી. જો કે, તેમાં કેટલાક નિયમો અને શરતો છે. આ અંતર્ગત યુઝર્સના ફોનમાં ઓછામાં ઓછું 239 રૂપિયાનું રિચાર્જ હોવું જોઈએ. ત્યારે IMC 2022માં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે Jioના રિચાર્જ પ્લાન સસ્તા હશે. આકાશ અંબાણીએ પણ આવો જ સંકેત આપ્યો હતો.

કયા શહેરોમાં મળશે Jio 5Gની સર્વિસ?

જો કે, Jio 5G સેવા ઘણા શહેરોમાં ઉપલબ્ધ થશે. હાલમાં, તમે તેનો ઉપયોગ ફક્ત ચાર શહેરોમાં જ કરી શકો છો. Jio 5G સેવા દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં લાઈવ થઈ ગઈ છે. કંપનીના જણાવ્યા અનુસાર આવતા વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં એટલે કે 2023 સુધીમાં તે લગભગ સમગ્ર દેશમાં તેની સેવાનો વિસ્તાર કરશે.

Jio 5Gની સ્પીડ કેટલી છે?

તાજેતરમાં Ooklaએ 5G સ્પીડ રિપોર્ટ જાહેર કર્યો છે. આ મુજબ ચાર શહેરોમાં Jioની સ્પીડ 600Mbpsની આસપાસ રહી છે. દિલ્હીમાં Jio 5Gની સ્પીડ 598.58 Mbps રહી છે. ત્યારે કોલકાતામાં 482.02 Mbps, મુંબઈમાં 515.38 Mbps અને વારાણસીમાં 485.22 Mbps જોવા મળી છે.