MONEY9: વધતા ટેરિફ વચ્ચે મોબાઇલ બિલમાં કેવી રીતે કરવી બચત ?

|

Jun 09, 2022 | 1:41 PM

દેશમાં ટેલીકૉમ સેક્ટરમાં ત્રણ ટોચની કંપનીઓ ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન આઇડિયા છે. હાલમાં જ ત્રણેય કંપનીઓએ પોતાના પ્રીપેઇડ ટેરિફમાં 20 થી 25%નો વધારો કર્યો છે.

MONEY9: ટેલીકૉમ કંપની (TELECOM COMPANY)ઓ ધીમા પગલે તમને મોંઘવારીની પીડા આપવાની છે. દેશની બીજી સૌથી મોટી ટેલીકૉમ ઑપરેટર ભારતી એરટેલ ટેરિફમાં વધારો (TARIFF HIKE) કરવા જઇ રહી છે. કંપની તમારી પાસેથી એટલે કે કન્ઝ્યુમર્સ પાસેથી થતી કમાણી વધારવાની તૈયારીમાં છે. આ કમાણીને ARPU કહે છે. ARPU નો અર્થ છે Average Revenue Per User, એટલે ટેલીકૉમ કંપનીઓની દરેક યૂઝર પાસેથી થતી કમાણી.

એરટેલની ARPU હાલ 178 રૂપિયા છે અને તે આને વધારીને 200 રૂપિયા કરવા માંગે છે. એવુ માનવામાં આવે છે કે એરટેલની જેમ બાકીની કંપનીઓ પણ આવુ કરશે.
દેશમાં ટેલીકૉમ સેક્ટરમાં ત્રણ ટોચની કંપનીઓ ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન આઇડિયા છે. BSNL પણ મેદાનમાં છે પરંતુ બજાર પર એરટેલ, જિયો અને વોડાફોન આઇડિયાનું વર્ચસ્વ છે. આ કંપનીઓ જ બજારમાં પ્રાઇસિંગ વગેરે નક્કી કરે છે. હાલમાં જ ત્રણેય કંપનીઓએ પોતાના પ્રીપેઇડ ટેરિફમાં 20 થી 25%નો વધારો કર્યો છે.

મોબાઇલ ટેરિફની વધતી મોંઘવારીથી તમે પણ પરેશાન છો અને સમજમાં નથી આવી રહ્યું કે આનાથી કેવી રીતે બચવું, શું કોઇ રીત છે કે કામ પણ ચાલતુ રહે અને ખિસ્સા પર કોઇ વધારે ભાર પણ ન પડે. તો અમારો આ રિપોર્ટ તમારા માટે છે.

તમારી જરૂરિયાત સમજો

સૌથી પહેલા તમારે તમારી જરૂરિયાત સમજવી પડશે. પ્રીપેઇડ અને પોસ્ટ પેઇડમાંથી તમારા માટે વધારે યોગ્ય શું છે એ જાણવું પડશે. પોસ્ટપેઇડનો અર્થ છે કે પહેલા સર્વિસનો ઉપયોગ કરો અને બાદમાં તેના માટે પેમેન્ટ કરો. એટલે કે તમારે મંથલી બિલ આપવું પડશે.

પોસ્ટપેઇડ પ્લાનના ફાયદા

પોસ્ટપેઇડ પ્લાન્સ પ્રીપેઇડની તુલનામાં થોડા મોંઘા હોય છે પરંતુ તેની સાથે કેટલાક લાભ પણ જોડાયેલા છે. જેવા કે કોઇ ખાસ પોસ્ટ પેઇડ પ્લાનની સાથે એક્સક્લુઝિવ એકસ્ટ્રા ડેટા મળે છે. જેમ કે છ મહિના માટે 150 કે 200 GB એકસ્ટ્રા ડેટા. સાથે જ ડેટા રોલ ઓવરની પણ સુવિધા મળે છે. તમારે અનયુઝ્ડ ડેટા નેકસ્ટ બિલિંગ સાઇકલમાં કેરી ફોરવર્ડ થઇ જાય છે. સાથે જ કેટલાક ઓટીટી પ્લેટફૉર્મ્સનું ફ્રી સબ્સ્ક્રિપ્શન અલગથી મળે છે.

પ્રિપેઇડ પ્લાનના ફાયદા
પોસ્ટપેઇડથી ઉલટુ પ્રીપેઇડની સાથે સારી વાત એ છે કે તમારે બિલ પે કરવાનું ટેન્શન નથી કરવું પડતું. 28, 56, 84 દિવસ કે તેનાથી વધુ 365 દિવસ એટલે કે આખા વર્ષનો પ્રીપેઇડ પ્લાન લઇને લાંબા સમય માટે ટેન્શન ફ્રી થઇ શકો છો. પરંતુ એક મુશ્કેલી છે કે ડેટા કોઇક દિવસ વધારે વાપરી લીધો કે પછી મહિનાભરનો ડેટા કોઇ એક વીકેન્ડ પર ખર્ચ કરી લીધો તો પછી ડેટા એડ ઑન પ્લાન્સ લેવો પડશે.

જો કે ઘણાં પ્રીપેઇડ પ્લાન્સમાં પણ ડેટા રોલ ઑવરની સુવિધા મળે છે આખા સપ્તાહમાં તમે જે ડેટા બચાવો છો તેનો તમે વીકેન્ડમાં ભરપુર ઉપયોગ કરી શકો છો. ઘણાં પ્રીપેઇડ પ્લાન્સ તમને રાતે 12 થી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા વાપરવાની પણ સુવિધા આપે છે. એટલે કે તમે મોડી રાત સુધી ડેટા મરજી મુજબ વાપરી શકો છો.

આ ઉપરાંત કેટલાક ટેલીકૉમ ઑપરેટર તમને મહિનામાં એકવાર બે જીબીનો એડિશનલ ડેટા ફ્રી આપે છે, જેના માટે તમારે ફક્ત તેમના ખાસ નંબર પર ડાયલ કરવો પડશે કે એસએમએસ મોકલવાનો રહેશે.

તો સૌથી સસ્તા પોસ્ટપેઇડ પ્લાન્સની વાત કરીએ તો ટેલીકૉમ કંપનીઓ 399 રૂપિયાનો પ્લાન આપે છે. તેમાં GST અલગથી લાગે છે. આ પ્લાન્સમાં કેટલાક ઑટીટીના ફ્રી સબ્સ્ક્રિપ્શન સામેલ હોય છે.

તો પ્રીપેઇડ પ્લાન્સ ઘણાં બધા છે, અલગ-અલગ કંપનીઓ તમારા માટે સ્પેશ્યલ પ્લાન, પોપ્યુલર પ્લાન, અનલિમિટેડ પ્લાન, ડેટા પ્લાન, કૉમ્બો પ્લાન, ટોકટાઇમ પ્લાન, રોમિંગ પ્લાન વગેરે રજૂ કરે છે. તમે તમારી જરૂરિયાત અનુસાર એ પ્લાન પસંદ કરો જે તમારા માટે સૌથી જરૂરી છે.

ઉદાહરણ તરીકે જો તમારે ફોન માત્ર કૉલિંગ માટે જોઇએ, ફોનમાં ઑપરેટરના ઇન્ટરનેટનો ઓછો ઉપયોગ કરો છો, ઘરમાં વાઇફાઇ છે, ઓફિસ જાઓ છો ત્યાં પણ વાઇફાઇ છે તો ફોન કૉલિંગને ધ્યાનમાં રાખીને પ્લાન લો.

એક કંપનીનો પ્લાન છે જેની કિંમત 179 રૂપિયા છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે, તેમાં 2GB ડેટા મળે છે અને તમારા કામની ચીજ એટલે કે કૉલિંગ અનલિમિટેડ છે. લગભગ આ જ પ્રકારના પ્લાન બીજા ટેલીકોમ ઑપરેટર પણ આપે છે. તો જો તમારે ફક્ત કૉલિંગ માટે રિચાર્જ કરાવવું છે તો તમે તમારો ટૉક ટાઇમ પ્લાન લઇ શકો છો.

ઉદાહરણ તરીકે ટેલીકૉમ કંપનીનો 10, 20, 100, 500, 1,000 રૂપિયાનો ટૉકટાઇમ પ્લાન લઇ શકો છો. તેની વેલિડિટી ત્યાં સુધી હોય છે જ્યાં સુધી તમે પ્લાન સાથે મળતો ટૉકટાઇમ સમાપ્ત ન કરી લો.

જેટલો મોટો પ્લાન લેશો, ટૉકટાઇમ પર માર્જિન એટલું વધારે

એક વાત તમારે જાણી લેવી જોઇએ કે તમે જેટલો મોટો પ્લાન લેશો, ટૉકટાઇમ પર માર્જિન એટલું વધારે હશે. આને આ રીતે સમજો. 10 રૂપિયાનો રિચાર્જ પ્લાન લેશો તો ટૉકટાઇમ 7 રૂપિયા 47 પૈસા મળશે.
જો તમે 100 રૂપિયાનું રિચાર્જ કરાવશો તો 74 રૂપિયા 70 પૈસાનું નહીં પરંતુ 81 રૂપિયા 75 પૈસાનો ટૉકટાઇમ અને 1,000 રૂપિયાના રિચાર્જ પર અંદાજે 848 રૂપિયાનો ટૉકટાઇમ મળશે.
જો તમે ફોનમાં ખુબ વીડિયો, ફિલ્મો, પૉડકાસ્ટ જુઓ અને સાંભળો છો, વ્હોટ્સએપ કોલિંગ, ફેસટાઇમ વગેરે કરો છો તો સારો અને સસ્તો ઇન્ટરનેટ ડેટાવાળો પ્લાન લો.
જેમ કે ટેલીકૉમ કંપનીઓ 1 GB, 1.5 GB, 2 GB, 2.5 GB કે પછી 3 GB નો પ્લાન આપી રહી છે. આ પ્લાન્સની સાથે તમને અનલિમિટેડ કૉલિંગ પણ મળે છે. આ પ્લાન્સની સાથે તમને ઓટીટી પ્લેટફૉર્મ્સનું મફત સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.

તમે કોઇ દુકાનમાં જઇને રિચાર્જ કરાવવાના બદલે મોબાઇલ વૉલેટથી રિચાર્જ કરાવો

એક બીજી રીત છે જેનાથી તમે તમારા પૈસા બચાવી શકો છો. તમે કોઇ દુકાનમાં જઇને રિચાર્જ કરાવવાના બદલે મોબાઇલ વૉલેટથી રિચાર્જ કરાવો. આ કંપનીઓના પોતાના પેમેન્ટ પ્લેટફૉર્મ્સ છે, તેનું પેમેન્ટ કરશો તો કેટલાક રિવાર્ડ્સ, કેટલીક કેશબેક અને કૂપન્સ વગેરે મળશે.

બિલ ઘટાડવાની ટિપ્સ

મોબાઇલ ફોનના વધતા બિલથી તમે પણ છો પરેશાન, તો અમે તમને આપીશું કેટલીક ટિપ્સ જેને ફોલો કરીને તમે ઘટાડી શકો છો તમારા રિચાર્જ પ્લાન્સ સાથે જોડાયેલા ખર્ચા.

  1. સૌથી પહેલાં તમે ડ્યુઅલ સિમનો ફોન ઉપયોગ કરો છો અને બન્ને સિમ તમારા માટે જરૂરી છે, તો આવા સંજોગોમાં એક સિમ માટે મિનિમમ રિચાર્જ પ્લાન લો જેથી તમારુ સિમ એક્ટિવ રહે. ઘણી કંપનીઓના રિચાર્જ પ્લાન 99 રૂપિયાથી શરૂ થાય છે જે 28 દિવસ માટે હોય છે.
  2. બીજી ટીપ, જો તમને તમારા નંબરના પ્રીપેઇડ કે પોસ્ટ પેઇડ પ્લાન્સ મોંઘા લાગી રહ્યા છે અને લાગે છે કે કંપની તમને ક્વોલિટી સર્વિસ નથી આપી રહી તો નંબર પોર્ટ કરાવી લો. જો કે બીજી કંપનીના પ્લાન્સની પૂરી તપાસ કર્યા બાદ જ આવું કરો
  3. ત્રીજી ટિપ. મોબાઇલનું બિલ ઘટાડવું છે તો ડેટા યુસેજને મોનીટર કરો. ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપના બેક ગ્રાઉન્ડમાં કોન્ટેન્ટ રિફ્રેશ થતા રહે છે આ એપ ઓટો અપડેટ પણ થાય છે. જેના કારણે યુઝ થયા વિના પણ તમારો ડેટા વપરાતો રહે છે અને ડેટા જલદી ઉડી જાય છે. એટલે ફોનના સેટિંગમાં જઇને એપ બાય એપ બેક ગ્રાઉન્ડ ડેટા ટર્ન ઓફ કરો અને તમારુ વધતુ બિલ કંઇક ઓછુ કરો.
Next Video