Pegasus કરતા પણ વધુ ખતરનાક છે Hermit Spyware, ગૂગલએ જાહેર કરી ચેતવણી!

આ ખતરનાક સ્પાયવેર એન્ડ્રોઇડ (Android) અને આઇઓએસ બંને વપરાશકર્તાઓને નુકસાન કરી શકે છે. માનવામાં આવે છે કે કઝાકિસ્તાન, સીરિયા અને ઇટાલીની સરકારોએ હર્મિટ સ્પાયવેરનો ઉપયોગ લોકોની જાસૂસી કરવા માટે કર્યો હતો.

Pegasus કરતા પણ વધુ ખતરનાક છે Hermit Spyware, ગૂગલએ જાહેર કરી ચેતવણી!
Symbolic Image
Image Credit source: File Photo
| Edited By: | Updated on: Jun 27, 2022 | 1:55 PM

પેગાસસ (Pegasus)હાલના દિવસોમાં ઘણો ચર્ચામાં છે. આ ખતરનાક સ્પાયવેરની અસર ભારતમાં પણ જોવા મળી છે. પરંતુ તાજા અપડેટ મુજબ, નવા સ્પાયવેરની ચર્ચા વેગ પકડી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, હર્મિટ(Hermit)નામનો એક નવો સ્પાયવેર લોકોની જાસૂસી કરી રહ્યો છે. સાયબર સિક્યોરિટી કંપની લુકઆઉટ થ્રેટ લેબએ આ વાતનો ખુલાસો કર્યો છે. આ ખતરનાક સ્પાયવેર એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને વપરાશકર્તાઓને નુકસાન કરી શકે છે. માનવામાં આવે છે કે કઝાકિસ્તાન, સીરિયા અને ઇટાલીની સરકારોએ હર્મિટ સ્પાયવેરનો ઉપયોગ લોકોની જાસૂસી કરવા માટે કર્યો હતો.

ઘણા દેશોએ લોકોની જાસૂસી કરી છે

ટેકક્રંચના રિપોર્ટ અનુસાર, ગૂગલ અને લુકઆઉટે સ્વીકાર્યું છે કે હર્મિટ સ્પાયવેર એક કોમર્શિયલ સ્પાયવેર છે, જેનો ઉપયોગ કઝાકિસ્તાન, સીરિયા અને ઇટાલી દ્વારા જાસૂસી માટે કરવામાં આવે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ સ્પાયવેર ઈટાલિયન સોફ્ટવેર કંપની RCS લેબ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જોકે, સોફ્ટવેર કંપનીએ તેના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

SMS દ્વારા ઘૂસણખોરી કરે છે Hermit સ્પાયવેર

આ સ્પાયવેર યુઝર્સના એન્ડ્રોઇડ ફોનમાં ટેક્સ્ટ SMS દ્વારા એન્ટ્રી લે છે. આ એટલું ખતરનાક સ્પાયવેર છે કે સેમસંગ અને ઓપ્પો જેવા મોટા ઉત્પાદકો પણ તેને પકડી શકતા નથી. તે યુઝર્સના કોલ લોગ, ફોટો, ઈમેલ, મેસેજ તેમજ રેકોર્ડિંગ ઓડિયો ચોરી શકે છે. આટલું જ નહીં, મિક્સિંગ કોલ સિવાય, આ સ્પાયવેર ઉપકરણના ચોક્કસ સ્થાન સાથે પણ ચેડા કરી શકે છે.

Android અને iOS બંને માટે ખતરનાક

લુકઆઉટ સંશોધક પોલ શેન્કનું કહેવું છે કે આ ખતરનાક સ્પાયવેર એન્ડ્રોઈડના તમામ વર્ઝનમાં ઘૂસણખોરી કરી શકે છે. આ સ્પાયવેર અન્ય એપ-આધારિત સ્પાયવેરથી સંપૂર્ણપણે અલગ છે. દરમિયાન, ગૂગલે આiPhone વપરાશકર્તાઓ પર હુમલો કરતા હર્મિટ સ્પાયવેરના સેંપલની પણ તપાસ કરી છે. ગૂગલના જણાવ્યા અનુસાર આ સ્પાયવેર એપલના ડેવલપર સર્ટિફિકેટને પણ નષ્ટ કરી શકે છે.