
ઘણી વખત આપણે આપણા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એવા ઘણા ફોટા મૂકીએ છીએ, જે પછીથી આપણે કાઢી નાખવાની જરૂર પડતી હોય છે અથવા તો ડીલીટ કરવા પડે છે. આજે અમે તમને ઈન્સ્ટાગ્રામની એક શાનદાર ટ્રિક જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. Instagram નું “આર્કાઇવ પોસ્ટ્સ” ફીચર ઇન્સ્ટાગ્રામ પરથી ફોટા અને વીડિયો છુપાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આવો, આજે અમે તમને આ નવા ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ નવા ફીચરની મદદથી તમે તમારી પ્રોફાઈલમાંથી કોઈપણ પોસ્ટને ડિલીટ કર્યા વગર છુપાવી શકો છો. ચાલો તેના વિશે વિગતવાર એક નજર કરીએ.
આ પણ વાંચો: Cyclone Mocha: બંગાળની ખાડીમાં ઝડપથી વધી રહ્યું છે ચક્રવાતી તોફાન, ભારે પવન સાથે વરસાદની શક્યતા
ઈન્સ્ટાગ્રામના આ ખાસ ફીચરની મદદથી તમે તમારા ફોટો કે વીડિયોને ડિલીટ કર્યા વગર તેને હાઈડ કરી શકો છો. કોઈપણ પોસ્ટને આર્કાઇવ કર્યા પછી, તે પ્રોફાઇલ વિભાગમાં દેખાતી નથી. જો તમે તે ફોટો ફરીથી જોવા માંગો છો, તો તમે તેને પ્રોફાઇલ પર રિસ્ટોર કરી શકો છો. આ ટ્રિકની મદદથી, તમે ફીડમાંથી કેટલીક મેમોરીને દૂર કરી શકો છો અને તેને પછીથી ફરીથી જોઈ શકો છો.
ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…