Instagram Down : ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક ડાઉન, સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે મીમ્સ

|

Jul 07, 2022 | 9:36 AM

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ ડાઉન (Instagram down) હોવાના અહેવાલ છે. રિપોર્ટ અનુસાર યુઝર્સને મેસેજ મોકલવામાં અને રિસીવ કરવામાં પણ તકલીફ પડી રહી છે. DownDetector એ પણ પુષ્ટિ કરી છે કે ઈન્સ્ટાગ્રામ ડાઉન છે.

Instagram Down : ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક ડાઉન, સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે મીમ્સ
Instagram
Image Credit source: File Photo

Follow us on

સ્માર્ટફોન આજે જીવન જરૂરી વસ્તુ બની ગયો છે તેમાં પણ ઈન્સ્ટાગ્રામનો લોકો ઉપયોગ કરે છે. ત્યારે ઈન્સ્ટાગ્રામ (Instagram) અને Facebook Messenger ઘણા યુઝર્સ માટે ડાઉન (Instagram down)થઈ ગયું છે. આ બંને મેટા-માલિકીના પ્લેટફોર્મ પર સંદેશા મોકલવામાં વપરાશકર્તાઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સર્વિસ સ્ટેટસ ટ્રેકર વેબસાઈટ ડાઉનડિટેક્ટર અનુસાર, ઈન્સ્ટાગ્રામમાં 5 જુલાઈના રોજ લગભગ 8 વાગ્યાથી શરૂ થઈને બુધવાર સવાર સુધી મોટી આઉટેજ જોવા મળી છે. કેટલાંક યુઝર્સે ટ્વિટર દ્વારા જાણ કરી છે કે તેમને બંને પ્લેટફોર્મ પર તેમના સંપર્કોને DM (ડાયરેક્ટ મેસેજ) મોકલવામાં મુશ્કેલી આવી રહી છે. જો કે, આઉટેજ વિશે હજુ સુધી મેટા તરફથી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ ડાઉન હોવાના અહેવાલ છે. રિપોર્ટ અનુસાર યુઝર્સને મેસેજ મોકલવામાં અને રિસીવ કરવામાં પણ તકલીફ પડી રહી છે. DownDetector એ પણ પુષ્ટિ કરી છે કે Instagram ડાઉન છે. ઘણા વપરાશકર્તાઓએ ટ્વિટર પર ફરિયાદ કરી છે અને માહિતી આપી છે કે તેઓ લગભગ 12 કલાકથી સંદેશા મોકલવા અને પ્રાપ્ત કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. 5 જુલાઈના રોજ લગભગ 8.30 વાગ્યાથી લઈને આજ સુધી એટલે કે 6 જુલાઈ સવારે 11.45 વાગ્યા સુધી ઈન્સ્ટાગ્રામ પર મેસેજિંગમાં સમસ્યા હતી.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

DownDetector અનુસાર Instagram લગભગ 12 કલાકથી ડાઉન છે. સમાચાર લખાય ત્યાં સુધી કેટલાક યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યુઝર્સ આ અંગે Instagram DM ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ડાઉનને લઈને યુઝર્સ ટ્વિટર પર ઘણા પ્રકારના ક્રિએટિવ મીમ્સ પણ શેર કરી રહ્યા છે.

ફેસબુક પર મેસેજ નથી જતા

ઘણા ફેસબુક યુઝર્સે ટ્વિટર પર આ એપના મેસેન્જર ડાઉન થવાની માહિતી પણ શેર કરી છે. તેણે કહ્યું કે ઈન્સ્ટાગ્રામની જેમ તેને ફેસબુક મેસેન્જર પર મેસેજ મોકલવામાં અને પ્રાપ્ત કરવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

જણાવી દઈએ કે આ પહેલા 25 મેના રોજ પણ સવારે 9.45 વાગ્યાથી ઈન્સ્ટાગ્રામ ઠપ થઈ ગયું હતું. જે બાદ યુઝર્સને મેસેજ મોકલવામાં અને રિસીવ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. દિલ્હી, જયપુર, બેંગ્લોર અને લખનઉના મોટાભાગના યુઝર્સે ઈન્સ્ટાગ્રામ ડાઉન હોવાની ફરિયાદ કરી હતી.

Next Article