Gmail Tricks: અનિચ્છનીય વેબસાઇટ્સ જોઈ રહી છે તમારું Gmail એકાઉન્ટ ? આ રીતે તેને કરો દૂર

|

May 21, 2023 | 7:40 AM

તમે નવી વેબસાઇટ પર જાઓ છો, ત્યારે તમને ત્યાં બે વિકલ્પો મળે છે. Google અથવા Facebook સાથે સાઇન ઇન કરવા અને એકાઉન્ટ બનાવવા માટે. હવે નવું એકાઉન્ટ બનાવવું એટલે રજીસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયામાંથી પસાર થવું. આનાથી બચવા માટે યુઝર્સ ગૂગલ અથવા ફેસબુક સાથે સાઇન ઇનનો વિકલ્પ પસંદ કરે છે.

Gmail Tricks: અનિચ્છનીય વેબસાઇટ્સ જોઈ રહી છે તમારું Gmail એકાઉન્ટ ? આ રીતે તેને કરો દૂર
Gmail Tricks

Follow us on

ડેટા એ નવું ફ્યુલ છે. આમ તો જુદા જુદા સંદર્ભોમાં આ બાબતમાંથી જુદા જુદા અર્થો મેળવી શકાય છે. પરંતુ સામાન્ય ઈન્ટરનેટ યુઝર માટે એ જાણવું જરૂરી છે કે તમામ ઓનલાઈન કંપનીઓ તેમના ડેટાના આધારે બિઝનેસ કરે છે. એટલા માટે યુઝર્સ માટે તેમના ડેટાની સુરક્ષાની જવાબદારી પોતાના હાથમાં લેવી મહત્વપૂર્ણ છે. જ્યારે તમે નવી વેબસાઇટ પર જાઓ છો, ત્યારે તમને ત્યાં બે વિકલ્પો મળે છે.

આ પણ વાંચો: Banaskantha : બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં પીવાના પાણીનો પોકાર, વાવ પંથકના અનેક ગામોમાં વિકટ સ્થિતિ

Google અથવા Facebook સાથે સાઇન ઇન કરવા અને એકાઉન્ટ બનાવવા માટે. હવે નવું એકાઉન્ટ બનાવવું એટલે રજીસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયામાંથી પસાર થવું. આનાથી બચવા માટે યુઝર્સ ગૂગલ અથવા ફેસબુક સાથે સાઇન ઇનનો વિકલ્પ પસંદ કરે છે. પરંતુ બની શકે છે તમે વેબસાઇટ અથવા એપનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હોય. આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે તમે તમારા Gmail માંથી તે વેબસાઇટ અથવા એપને દૂર કરો.

એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video
Vastu Tips : મીઠાના ચમત્કારિક ઉપાયથી થશે રૂપિયાનો વરસાદ, જાણો
આ ખોરાક ખાવાથી વધશે સ્પર્મ કાઉન્ટ

અનિચ્છનીય એપ્લિકેશનમાંથી Google સાઇન ઇનને દૂર કરવાની પ્રક્રિયા

  • ગૂગલ ક્રોમ પર જાઓ.
  • ઉપરના જમણા ખૂણે તમારા ફોટા પર ક્લિક કરો
  • Google એકાઉન્ટ મેનેજ કરો ખોલો.
  • ડાબી બાજુના વિકલ્પોમાંથી સેટિંગ્સ પર ક્લિક કરો.
  • આ પછી નીચે સ્ક્રોલ કરો અને સાઇન ઇન ટુ અધર એકાઉન્ટ પર જાઓ. ત્યાં ક્લિક કરવા પર, તમને તે બધી વેબસાઇટ્સની સૂચિ દેખાશે જેમાં તમે Google થી લોગ ઇન કર્યું છે.
  • હવે તમે અહીંથી અનિચ્છનીય એપ્સ અને વેબસાઇટ્સ પર ક્લિક કરીને એક્સેસ દૂર કરી શકો છો.
  • અહીંથી તમારે તે બધી વેબસાઈટ દૂર કરવી પડશે જેનો તમે ઉપયોગ નથી કરતા.

આ ઉપરાંત હવે કોઈ પણ વિષય પર ઈમેલ કે ડોક્યૂમેન્ટ તૈયાર કરવા માટે ગૂગલ તમારી મદદ કરશે. જોકે આ ફીચર હાલમાં સીમિત યૂઝર્સ માટે જ રોલ આઉટ કરવામાં આવ્યું છે. થોડા સમય બાદ દરેક જીમેલ યુઝર્સ આ ફીચરનો ઉપયોગ કરી શકશે. તેમજ ટેક જાયન્ટ ગૂગલે નવા એક્સેસિબિલિટી ફીચર્સ અપડેટની જાહેરાત કરી છે. ગ્લોબલ એક્સેસિબિલિટી અવેરનેસ ડે (GAAD)ની ઉજવણી કરવા માટે, Googleએ ઍક્સેસિબિલિટી ડિવાઇસ અને ફીચર અપડેટ્સની શ્રેણી રજૂ કરી છે. તેમાં AI ક્ષમતાઓ સાથે લુકઆઉટ, વ્હીલચેર ઍક્સેસિબિલિટી અને અન્ય સુલભતા સુવિધાઓનો સમાવેશ થાય છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article