Tech Tips: તમારો ફોન 5G સપોર્ટ કરે છે કે નહીં ? જાણવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ

|

Oct 01, 2022 | 2:58 PM

તમારો એ જાણવું જરૂરી છે કે તમારો ફોન 5G સપોર્ટ કરે છે કે નહીં. કે પછી તમારે નવો 5G ફોન ખરીદવો પડશે ? તમે ખૂબ જ સરળતાથી જાણી શકો છો કે તમારો સ્માર્ટફોન 5G નેટવર્કને સપોર્ટ કરે છે કે નહીં. ફક્ત અહીં જણાવેલ સ્ટેપ્સને અનુસરો.

Tech Tips: તમારો ફોન 5G સપોર્ટ કરે છે કે નહીં ? જાણવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે ભારતમાં ઈન્ડિયા મોબાઈલ (IMC 2022) કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ દેશમાં 5જી સેવા (5G Services) પણ લોન્ચ કરી છે. 5Gની મદદથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ ડેટા ઉપલબ્ધ થશે. ત્યારે તમારે એ જાણવું જરૂરી છે કે તમારો ફોન 5G સપોર્ટ કરે છે કે નહીં. કે પછી તમારે નવો 5G ફોન ખરીદવો પડશે. કહેવાય છે કે ભારતમાં આ સેવા તબક્કાવાર શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કા હેઠળ તેને દેશના 13 શહેરોમાં રજૂ કરવામાં આવશે. સૌથી પહેલા આ શહેરોમાં 5G નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં દિલ્હી, અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ, ચંદીગઢ, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનૌ, મુંબઈ અને પુણે શહેરોનો સમાવેશ થાય છે.

આ 13 શહેરોએ પણ રાહ જોવી પડશે

ટેલિકોમ સેક્ટરની ખાનગી કંપનીઓ Reliance Jio, Airtel અને Vodafone Idea ટૂંક સમયમાં આ 13 શહેરોમાં 5G શરૂ કરશે. આ 13 શહેરોમાં પણ શરૂઆતના તબક્કામાં 5G શરૂ કરવામાં આવશે, જેની માહિતી કંપનીઓ ટૂંક સમયમાં જાહેર કરશે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈને કદાચ સૌથી પહેલા 5G ટેકનોલોજીનો લાભ મળશે.

બાકીના સ્થળે 5G ક્યારે પહોંચશે

ભારતમાં આવનારા કેટલાક મહિનામાં 5G ટેક્નોલોજી અન્ય શહેરો અને ગામડાઓમાં પણ રજૂ કરવામાં આવશે. જો કે, આ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. 5G ટેકનોલોજી માત્ર સ્પીડ સુધી મર્યાદિત નથી. વોડાફોન આઈડિયાએ એક ડેમો દરમિયાન બતાવ્યું છે કે કેવી રીતે 5G કન્ટ્રક્શન વર્કર અને તેમની સુરક્ષા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. તમે ખૂબ જ સરળતાથી જાણી શકો છો કે તમારો સ્માર્ટફોન 5G નેટવર્કને સપોર્ટ કરે છે કે નહીં. ફક્ત અહીં જણાવેલ સ્ટેપ્સને અનુસરો.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

સ્માર્ટફોનની 5G કનેક્ટિવિટી કેવી રીતે જાણી શકાય

  • સ્ટેપ: તમારા સ્માર્ટફોનની સેટિંગ્સ એપ્લિકેશન ખોલો.
  • સ્ટેપ: અહીં Wi-Fi અને નેટવર્ક વિકલ્પ પર ક્લિક કરો.
  • સ્ટેપ: હવે સિમ અને નેટવર્ક વિકલ્પ પસંદ કરો.
  • સ્ટેપ: અહીં તમને પ્રિફર્ડ નેટવર્ક પ્રકાર હેઠળ તમામ નેટવર્ક તકનીકોની સૂચિ મળશે.
  • સ્ટેપ: જો તમારો સ્માર્ટફોન 5G ને સપોર્ટ કરે છે, તો સૂચિમાં 2G/3G/4G/5G દેખાશે.

નવો 5G સ્માર્ટફોન ખરીદવો પડશે?

આ સરળ રીતે તમે સ્માર્ટફોનની 5G કનેક્ટિવિટી વિશે જાણી શકશો. જો તમારો સ્માર્ટફોન 5Gને સપોર્ટ કરતું નથી, તો તમારે નવો 5G સ્માર્ટફોન ખરીદવો પડશે. આ પછી જ તમે હાઈ સ્પીડ ઈન્ટરનેટનો લાભ લઈ શકશો.

Next Article