Instagram Blue Tick: ઈન્સ્ટાગ્રામ પર મેળવવું છે બ્લૂ ટીક ? એપ્લાય કરવાની આ છે સરળ રીત

|

Sep 08, 2022 | 9:20 AM

એવું બિલકુલ નથી કે જો તમે વેરિફાઈડ બેજ માટે એપ્લાય કર્યું છે, તો તમને ચોક્કસપણે બ્લુ ટિક મળશે. જો તમે ઈન્સ્ટાગ્રામના નિયમો અને નીતિઓનું ઉલ્લંઘન કરતા પકડાઈ જાઓ છો, તો જણાવી દઈએ કે કંપની કોઈપણ સમયે તમારી પાસેથી બ્લુ ટિક (Instagram Blue Tick) પાછું લઈ શકે છે.

Instagram Blue Tick: ઈન્સ્ટાગ્રામ પર મેળવવું છે બ્લૂ ટીક ? એપ્લાય કરવાની આ છે સરળ રીત
Instagram
Image Credit source: File Photo

Follow us on

ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ (Instagram)તેના યુઝર્સને તેમના એકાઉન્ટને વેરિફાઈ કરવાની અથવા બ્લુ ટિક મેળવવાની તક આપે છે. આ બ્લુ ટિક (Instagram Blue Tick)ને કંપની વેરિફાઈડ બેજ કહેવામાં આવે છે અને આ બેજ યુઝર્સને નકલી અને અધિકૃત એકાઉન્ટ વચ્ચે તફાવત કરવામાં મદદ કરે છે. જો તમે પણ તમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ વેરિફાઈ કરવા ઈચ્છો છો, તો તમારે આ માટે શું કરવું પડશે, ચાલો તમને આ વિશે વિગતવાર માહિતી આપીએ.

એવું બિલકુલ નથી કે જો તમે વેરિફાઈડ બેજ માટે એપ્લાય કર્યું છે, તો તમને ચોક્કસપણે બ્લુ ટિક મળશે. જો તમે ઈન્સ્ટાગ્રામના નિયમો અને નીતિઓનું ઉલ્લંઘન કરતા પકડાઈ જાઓ છો, તો જણાવી દઈએ કે કંપની કોઈપણ સમયે તમારી પાસેથી બ્લુ ટિક પાછું લઈ શકે છે.

અહીં એક વાતની નોંધ લેવા જેવી છે કે, એકવાર તમારું એકાઉન્ટ વેરિફાઈડ થઈ જાય પછી તમે યુઝરનેમ બદલી શકશો નહીં. આ સિવાય તમે વેરિફિકેશનને અન્ય કોઈ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકશો નહીં. ચાલો હવે તમને જણાવીએ કે તમે Instagram એકાઉન્ટ વેરિફિકેશન માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Instagram Account Verified: કેવી રીતે એપ્લાય કરવું

  • સૌ પ્રથમ તમારે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલવાનું છે.
  • એકાઉન્ટમાં લૉગ ઇન કર્યા પછી, નીચે દર્શાવેલ તમારા પ્રોફાઇલ ચિત્ર પર ક્લિક કરો.
  • પ્રોફાઇલ ફોટો પર ક્લિક કર્યા પછી, ઉપરની જમણી બાજુએ દર્શાવેલ આડી રેખાઓ પર ક્લિક કરો.
  • આ પછી તમારે Settings > Account > Request Verification ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી, તમારું પૂરું નામ દાખલ કરીને, દસ્તાવેજોને વેરિફિકેશન માટે અપલોડ કરો અને પછી સબમિટ બટન દબાવો.

નોંધ: રિક્વેસ્ટ સબમિટ કર્યાના 30 દિવસની અંદર તમારા એકાઉન્ટની ચકાસણી કરવામાં આવી છે કે નહીં તે વિશેની માહિતી મળશે. જો તમારી વિનંતી નકારવામાં આવે છે, તો તમે આગામી 30 દિવસ પછી ફરીથી એપ્લાય કરી શકો છો.

Next Article