Har Ghar Tiranga: ઘરે રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને તમે પણ આઝાદીના અમૃત મહોત્સવમાં ભાગ લીધો ? તો આ રીતે પ્રમાણપત્ર કરો ડાઉનલોડ

|

Aug 14, 2022 | 12:53 PM

જે લોકો હર ઘર તિરંગા અભિયાન (Azadi Ka Amrit Mahotsav)નો ભાગ બને છે તેઓ તેમના ઘરે રાષ્ટ્રધ્વજ મૂકીને પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકે છે અથવા તેની પ્રિન્ટ આઉટ લઈને ઘરમાં રાખી શકે છે. તેની પ્રક્રિયા એકદમ સરળ છે. અહીં અમે આની સંપૂર્ણ રીત જણાવી રહ્યા છીએ.

Har Ghar Tiranga: ઘરે રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને તમે પણ આઝાદીના અમૃત મહોત્સવમાં ભાગ લીધો ? તો આ રીતે પ્રમાણપત્ર કરો ડાઉનલોડ
Har Ghar Tiranga
Image Credit source: file photo

Follow us on

દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ થવા જઈ રહ્યા છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ‘હર ઘર તિરંગા અભિયાન’ શરૂ કર્યું છે. જેમાં દરેકને પોતાના ઘરમાં ત્રિરંગો લગાવવાની અપીલ કરવામાં આવી છે. જો તમે પણ આ અભિયાનનો હિસ્સો છો, તો તમે તેનું પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકો છો. જે લોકો હર ઘર તિરંગા અભિયાન (Azadi Ka Amrit Mahotsav)નો ભાગ બને છે તેઓ તેમના ઘરે ત્રિરંગા ધ્વજ મૂકીને પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકે છે અથવા તેની પ્રિન્ટ આઉટ લઈને ઘરમાં રાખી શકે છે. તેની પ્રક્રિયા એકદમ સરળ છે. અહીં અમે આની સંપૂર્ણ રીત જણાવી રહ્યા છીએ.

આઝાદીની 75મી વર્ષગાંઠને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. હર ઘર ત્રિરંગો પણ આનો એક ભાગ છે. ઘરમાં ત્રિરંગો લગાવ્યા પછી, તમે પ્રમાણપત્રને વર્ચ્યુઅલ રીતે પિન કરીને પણ ડાઉનલોડ કરી શકો છો. તમે પ્રમાણપત્રને સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો અને અન્ય લોકોને પણ તેના વિશે કહી શકો છો.

હર ઘર તિરંગાનું રજીસ્ટ્રેશન

આ માટે તમારે પહેલા તમારા ફોન અથવા લેપટોપ પર https://harghartiranga.com/ વેબસાઇટ ખોલવી પડશે. તમે તેને અહીં ક્લિક કરીને સીધું ખોલી શકો છો. આ પછી તમારે નારંગી રંગમાં દેખાતા Pin a Flag વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી, તમારા લોકેશન ઍક્સેસ પૂછવામાં આવશે. તેને એક્સેસ આપો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

પછી તમારે પ્રોફાઇલ પિક્ચર એડ કરવું પડશે. પ્રોફાઈલ પિક્ચર અપલોડ કર્યા પછી નામ અને મોબાઈલ નંબર નાખો. તમે પ્રોફાઈલ પિક્ચર અપલોડ કર્યા વિના પણ આગળની પ્રક્રિયામાં જઈ શકો છો. તે પછી નેક્સ્ટ પર ક્લિક કરો.

આગલા સ્ટેપમાં, તમારા ત્રિરંગાની સ્થિતિને ચિહ્નિત કરો. તમે પોઝિશનને માર્ક કરશો કે તરત જ તમારું પ્રમાણપત્ર તૈયાર થઈ જશે. આ પછી તમે આ પ્રમાણપત્ર ડાઉનલોડ અથવા શેર કરી શકો છો. પ્રમાણપત્ર તમારા ફોન પર PNG ઈમેજના ફોર્મેટમાં ડાઉનલોડ કરવામાં આવશે.

Published On - 12:29 pm, Sun, 14 August 22

Next Article