Google Pay: પહેલા કેશબેકની આદત, હવે મળી રહી છે બિરયાની ઓફર, Twitter પર GPay થયું ટ્રેન્ડ

|

Nov 14, 2022 | 2:12 PM

આપને જણાવી દઈએ કે ગૂગલ પે દ્વારા યુઝર્સ એકબીજાને UPI પેમેન્ટ કરી શકે છે. આ એપથી મોબાઈલ રિચાર્જ કે વીજળીનું બિલ ચૂકવી શકાય છે. ચાલો જોઈએ GPay વિશે ટ્વિટર યુઝર્સની પ્રતિક્રિયાઓ.

Google Pay: પહેલા કેશબેકની આદત, હવે મળી રહી છે બિરયાની ઓફર, Twitter પર GPay થયું ટ્રેન્ડ
Google Pay
Image Credit source: File Photo

Follow us on

ગૂગલની ઓનલાઈન પેમેન્ટ એપ GPay ટ્વિટર પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે. વપરાશકર્તાઓ GPay એટલે કે Google Payને ખૂબ ટ્રોલ કરી રહ્યાં છે. વાસ્તવમાં, માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મના વપરાશકર્તાઓ Google Pay પર રિવોર્ડસ ઑફર્સને નિશાન કરી રહ્યાં છે. ગૂગલ પે તેના શરૂઆતના દિવસોમાં ઓનલાઈન પેમેન્ટ પર કેશબેક ઓફર કરતું હતું, પરંતુ હવે તે વિવિધ ડીલ્સ પર ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. આપને જણાવી દઈએ કે ગૂગલ પે દ્વારા યુઝર્સ એકબીજાને UPI પેમેન્ટ કરી શકે છે. આ એપથી મોબાઈલ રિચાર્જ કે વીજળીનું બિલ ચૂકવી શકાય છે. ચાલો જોઈએ GPay વિશે ટ્વિટર યુઝર્સની પ્રતિક્રિયાઓ.

અમેરિકન ટેક કંપની ગૂગલે સપ્ટેમ્બર 2017માં ભારતમાં ગૂગલ પે પેમેન્ટ એપ લોન્ચ કરી હતી. જો કે, પછી તેનું નામ Tez એપ હતું. તેના શરૂઆતના દિવસોમાં આ પેમેન્ટ એપ ઓનલાઈન પેમેન્ટ માટે યુઝર્સને રૂ. 11, રૂ. 20 રૂપિયા જેવી કેશબેક ઓફર કરતી હતી. જોકે, હવે આવું ભાગ્યે જ જોવા મળે છે. હાલમાં, Google Pay ઓનલાઈન પેમેન્ટ કરવા માટે રિવોર્ડસ તરીકે કેશબેકને બદલે વિવિધ બ્રાન્ડની ડીલ પર ડિસ્કાઉન્ટ આપે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પહેલા કેશબેકની આદત, હવે આ…

ટ્વિટર પર, રજત સાબલે નામના ટ્વિટર યુઝરે જૂના Google Pay એટલે કે Tezની કેશબેક ઑફર્સ અને વર્તમાન GPayના રિવોર્ડસનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે. આમાં તમે જોઈ શકો છો કે Googleની પેમેન્ટ એપ કેશબેકના રૂપમાં ખાતામાં કેટલાક પૈસા જમા કરતું હતું. ત્યારે હવે રિવોર્ડસ તરીકે, બિરયાની, ડ્રાયફ્રુટ્સ ખરીદવા અથવા મોબાઇલ રિચાર્જ કરવા પર ડિસ્કાઉન્ટ ઓફર ઉપલબ્ધ છે.

GPay પર Twitter વપરાશકર્તાઓની પ્રતિક્રિયા

ગૂગલ પેને ટ્રોલ કરતા એક ટ્વિટર યુઝરે લખ્યું, “GPay નકામું છે. કોઈ રિવોર્ડસ નથી, માત્ર કચરો છે.” અન્ય એક ટ્વિટર યુઝરે ફની ટ્વીટમાં કહ્યું કે તે ક્યારેય જૂની ઓફરનો ફાયદો ઉઠાવી શકતી નથી. તેને ક્યારેય 5 રૂપિયાથી વધુ નહોતું મળ્યું. ગૂગલ પે એકમાત્ર એપ નથી જેને યુઝર્સ ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે એમેઝોન પે પર પણ કટાક્ષ કરતા કહ્યું કે આ એપ પર પહેલા કેશબેક પણ ઉપલબ્ધ હતું, પરંતુ હવે રિવોર્ડ ઉપલબ્ધ છે.

GPay Twitter Trends (Credit: Twitter)

આ એપ્સે પણ અંદાજ બદલ્યો

આપને જણાવી દઈએ કે Google Pay એકમાત્ર પેમેન્ટ એપ નથી. આ સિવાય યુઝર્સ UPI પેમેન્ટ કરવા માટે PhonePe, Paytm, BHIM જેવી એપ્સનો પણ ઉપયોગ કરે છે. PhonePe અને Paytm એ અગાઉ પણ યુઝર્સને મોબાઈલ રિચાર્જ કરવાની સુવિધા મફતમાં આપી હતી, પરંતુ હવે આ એપ્સ ચોક્કસ રકમથી વધુ રિચાર્જ કરવા પર ચાર્જ કરે છે.

Next Article