ગૂગલ પે યુઝર્સ હવે ક્રેડિટ કાર્ડ દ્વારા પણ UPI પેમેન્ટ કરી શકશે. કંપનીએ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે ભાગીદારી કરી છે અને રૂપે ક્રેડિટ કાર્ડ આધારિત UPI પેમેન્ટ શરૂ કર્યું છે. જોકે શરૂઆતમાં એપ પર કેટલીક બેંકોના ક્રેડિટ કાર્ડ જ સ્વીકારવામાં આવશે. Google Pay વપરાશકર્તાઓ Axis Bank, Bank of Baroda, Canara Bank, HDFC, Indian Bank, Kotak Mahindra Bank, Punjab National Bank અને Union Bank ના ક્રેડિટ કાર્ડ વડે UPI પેમેન્ટ કરી શકશે.
હાલમાં દેશની સૌથી મોટી બેંક SBIનું નામ આ યાદીમાં નથી. કંપનીએ કહ્યું કે તે ટૂંક સમયમાં અન્ય બેંકોને પણ આ યાદીમાં સામેલ કરશે. અત્યાર સુધી એપ પર માત્ર ડેબિટ કાર્ડ પેમેન્ટનો વિકલ્પ ઉપલબ્ધ હતો. પરંતુ હવે યુઝર્સ ક્રેડિટ કાર્ડ દ્વારા પણ પેમેન્ટ કરી શકશે. જો કે, મોટાભાગની UPI એપ્સ ડેબિટ કાર્ડ આધારિત પેમેન્ટને જ સપોર્ટ કરે છે. હાલમાં ભારતમાં એવી કોઈ UPI એપ નથી કે જે એપ પર વિઝા અને માસ્ટર ઈશ્યૂ કરેલ ક્રેડિટ કાર્ડ પેમેન્ટની સુવિધા આપે.
આ સિવાય WhatsApp ચેટ શેર એક્શન શીટમાં “નવું સ્ટીકર” વિકલ્પ રજૂ કરી શકે છે. જેની મદદથી યુઝર્સ સરળતાથી પોતાના સ્ટીકર બનાવી શકે છે. જો કે આ ફીચર કેવી રીતે કામ કરશે તે વિશે વધુ માહિતી નથી, પરંતુ એવી શક્યતા છે કે યુઝર્સ તેમના ડિવાઇસની લાઇબ્રેરીમાંથી ફોટો પસંદ કરી શકશે અને તેના પર એડિટિંગ ટૂલ્સનો ઉપયોગ કરી શકશે.
વોટ્સએપે તાજેતરમાં ચેટ લોક ફીચર પણ રજૂ કર્યું છે, જેથી યુઝર્સ તેમની પર્સનલ ચેટ્સ લોક કરી શકે. ચેટ લૉક ખાસ ચેટ થ્રેડોને ઇનબૉક્સની બહાર લઈ જાય છે અને તેને તેના પોતાના ફોલ્ડરમાં છુપાવે છે જે ફક્ત વપરાશકર્તાઓના ડિવાઈસ પાસવર્ડ અથવા ફિંગરપ્રિન્ટ જેવા બાયોમેટ્રિકથી ઍક્સેસ કરી શકાય છે. તે તે ચેટની કન્ટેન્ટને નોટિફિકેશનમાં પણ હાઈડ રાખે છે.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો