
Xiaomiની સબ-બ્રાન્ડ Poco ભારતમાં પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન Poco F3 GT લોન્ચ કરી શકે છે. ફોનમાં મીડિયાટેક ડાયમેન્શન 1200 ચિપસેટ સાથે 6.7 ઇંચની ફુલ એચડી પ્લસ (FHD+) ડિસ્પ્લે હોવાની અપેક્ષા છે. આ સ્માર્ટફોનમાં 64-મેગાપિક્સલનો ટ્રિપલ રીઅર કેમેરો અને 5,065 mAhની બેટરી પણ મળી શકે છે.

Oppo Reno 6 સ્માર્ટફોનમાં 6.43 ઇંચની ફુલ એચડી પ્લસ (FHD+) પંચ હોલ AMOLED ડિસ્પ્લે 90Hz રિફ્રેશ રેટ સાથે મળવાની સંભાવના છે. કંપનીએ એ પુષ્ટિ પણ કરી છે કે તેને મીડિયાટેક ડાયમેન્શન 1200 5G ચિપસેટ સંચાલિત કરવામાં આવશે.