ટ્વિટરના નવા સીઈઓ એલોન મસ્ક આ વખતે તેના એક દાવમાં ખરાબ રીતે ફસાઈ ગયા છે. એલોન મસ્ક સામાન્ય રીતે સોશિયલ મીડિયામાં પોતાનું નામ બદલતા રહે છે પરંતુ આ વખતના બદલાવથી તે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એલોન મસ્કે તેમનું ટ્વિટર નામ બદલીને Mr Tweet કરી દીધું છે પરંતુ હવે તે તેને બદલી શકવા સક્ષમ નથી. આનું સૌથી મોટું કારણ એ છે કે મિસ્ટર ટ્વીટ એ ટ્વિટરનો જ પર્યાય છે. એલોન મસ્ક પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.
આ પણ વાંચો: Microsoft યુઝર્સ માટે સરકારે જાહેર કરી ગંભીર ચેતવણી, સાયબર અટેકનું છે જોખમ
એલોન મસ્કે ટ્વીટ કર્યું છે કે તેણે તેનું ટ્વિટર નામ બદલી નાખ્યું છે અને હવે તે ફસાય ગયા છે અને તે પોતાનું નામ ફરીથી બદલી શકતા નથી. તેણે ટ્વીટમાં લખ્યું કે, “મારું નામ બદલીને મિસ્ટર ટ્વીટ થઈ ગયું છે, હવે ટ્વિટર મને તેને પાછું બદલવા નહીં દે.” Mr Tweet ની પાછળ પણ એક લાંબી કહાની છે.
Changed my name to Mr. Tweet, now Twitter won’t let me change it back 🤣
— Mr. Tweet (@elonmusk) January 25, 2023
વાસ્તવમાં મસ્કે તેના નવા નામ વિશે વિચાર્યું ન હતું. એક વકીલ સાથેની દલીલ દરમિયાન તેને આ નામ મળ્યું. બિઝનેસ ઈનસાઈડરના અહેવાલ મુજબ, મસ્ક પર દાવો કરનાર વકીલે ભૂલથી મસ્કને મિસ્ટર ટ્વીટ તરીકે સંબોધન કર્યું અને ત્યારબાદ એલોન મસ્કે નામ બદલી નાખ્યુ.
ગયા વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના એક હિન્દી પ્રોફેસરે પોતાની ટ્વિટર પ્રોફાઈલ એલોન મસ્કની પ્રોફાઈલને ક્લોન કરી હતી અને તે સતત હિન્દીમાં ટ્વીટ કરી રહ્યા હતા, જેના પછી એલોન મસ્કે 12 કલાકની અંદર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું હતું. પ્રોફેસરે પોતાનું ટ્વિટર પ્રોફાઇલ નામ બદલીને એલોન મસ્ક રાખ્યું હતું.
આ ઘટના બાદ એલોન મસ્કે ટ્વીટ કર્યું કે નકલી પ્રોફાઈલ માટે ટ્વિટર પર કોઈ જગ્યા નથી. હવે મસ્કે ફરી પેરોડી એકાઉન્ટ વિશે ચેતવણી આપી છે. એલોન મસ્કે તાજેતરના ટ્વીટમાં કહ્યું છે કે પેરોડી એકાઉન્ટ્સે માત્ર બાયોમાં જ નહીં પણ પ્રોફાઇલના નામમાં પણ parody લખવી પડશે.