
ડિજિટલ યુગમાં છેતરપિંડી કરવાની રીતો પણ બદલાઈ ગઈ છે. સાયબર ગુનેગારો નવી નવી રીતે લોકોને છેતરતા હોય છે. ક્યારેક માલવેર દ્વારા તો ક્યારેક નકલી બેંક કર્મચારી બનીને નિર્દોષ લોકોને ફસાવે છે. તાજેતરમાં એવું જોવા મળ્યું છે કે ફ્રી મૂવી ડાઉનલોડના લોભમાં ઘણા લોકો છેતરાયા છે. સ્કેમર્સ ફેક કોલ દ્વારા પણ છેતરપિંડી કરે છે. આ વૉઇસ ફિશિંગની પદ્ધતિ છે જ્યારે કોઈ કંપની અથવા બેંકના કર્મચારી બનીને નકલી કૉલ્સ અને સંદેશાઓ મોકલીને વપરાશકર્તાઓના બેંક ખાતાની વિગતોની ચોરી કરવામાં આવે છે.
આ પણ વાંચો: Ahmedabad પોલીસે નકલી ચલણી નોટો છાપવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો, સરદારનગરમાંથી ત્રણ આરોપીની ધરપકડ
સાયબર ગુનેગારો નકલી કૉલ કરીને વપરાશકર્તાઓને ફિશિંગ વેબસાઇટ્સ સુધી લઈ જાય છે. આ વેબસાઇટ્સ ખૂબ જ જોખમી હોય છે. હાલમાં જ ફેક કોલ્સ નામનો માલવેર મળી આવ્યો છે. આમાં, યુઝર્સ વોઈસ ફિશિંગ દ્વારા ફસાયા છે, અને તેમની બેંકિંગ વિગતો ચોરી કરીને છેતરપિંડી કરવામાં આવે છે.
ફેક કોલ્સ માલવેર 20 થી વધુ નાણાકીય એપ્લિકેશનોમાંથી એકનો કર્મચારી હોવાનો ઢોંગ કરે છે. આમાં, બેંક અથવા નાણાકીય સેવા કર્મચારીઓની વાતચીતની નકલ કરવામાં આવે છે. આ માલવેરનો સૌથી વધુ હુમલો દક્ષિણ કોરિયામાં થયો છે. અહીં યુઝર્સને લાંબા સમયથી વોઈસ ફિશિંગ દ્વારા છેતરવામાં આવી રહ્યા છે. એક અંદાજ મુજબ આ હુમલાને કારણે લગભગ 600 મિલિયન ડોલર (લગભગ રૂ. 5,000 કરોડ)નું નુકસાન થયું છે.
સાયબર ગુનેગારોએ ઘણી મોટી નાણાકીય સંસ્થાઓને પોતાનો શિકાર બનાવી છે. તેઓ આ કંપનીઓની નકલ કરે છે અને નકલી કોલ્સ અને એપ્સ દ્વારા લોકોને પોતાની ચુંગાલમાં ફસાવે છે. જ્યારે યુઝર્સ અજાણતા ફેકકોલ્સ માલવેર ડાઉનલોડ કરે છે, ત્યારે તેઓ જાણતા નથી કે બેંકિંગ એપ્સનો ઉપયોગ કરતી વખતે તેમના બેંક ખાતાની વિગતો પર મોટું જોખમ છે.
હવે નેકસ્ટ લેવલ માટે પ્રી-રેકોર્ડેડ ઓડિયો વગાડવામાં આવે છે. તેમાં બેંકના સૂચના રેકોર્ડ હોય છે અને વપરાશકર્તાઓને લાગે છે કે આ બેંકની સાચી સૂચનાઓ છે. આ કરીને, સાયબર અપરાધીઓ વપરાશકર્તાઓના નાણાકીય ડેટાની ચોરી કરે છે અને તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લે છે.