Technology News: Android 13 ની લોન્ચિંગ ટાઈમલાઈનનો ખુલાસો, જલદી જ આવશે નવી ઓપરેટિંગ સિસ્ટમ, જાણો શું હશે નવું

|

Aug 03, 2022 | 11:13 AM

ગૂગલ હવે સપ્ટેમ્બરમાં તેની નવી ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી શકે છે. ત્યારે ચાલો જાણીએ. ગૂગલેએ ઓગસ્ટ એન્ડ્રોઇડ સિક્યુરિટી બુલેટિન રીલીઝ પબ્લિશ કર્યું છે, જે સૂચવે છે કે ગૂગલ સપ્ટેમ્બર 2022 માં AOSP પર Android 13 લોન્ચ કરી શકે છે.

Technology News: Android 13 ની લોન્ચિંગ ટાઈમલાઈનનો ખુલાસો, જલદી જ આવશે નવી ઓપરેટિંગ સિસ્ટમ, જાણો શું હશે નવું
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

ગત મહિને એન્ડ્રોઈડ (Android 13) નું છેલ્લું બીટા બિલ્ડ Beta 4 લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચ દરમિયાન ગૂગલે કહ્યું હતું કે એન્ડ્રોઇડ 13નું સ્ટેબલ વર્ઝન બીટા વર્ઝન પછી રિલીઝ કરવામાં આવશે. તેને આગામી થોડા અઠવાડિયામાં જ લોન્ચ કરવામાં આવશે. હવે આ વિશે એક નવા સમાચાર સામે આવ્યા છે કે ગૂગલ હવે સપ્ટેમ્બરમાં તેની નવી ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી શકે છે. ત્યારે ચાલો જાણીએ. ગૂગલેએ ઓગસ્ટ એન્ડ્રોઇડ સિક્યુરિટી બુલેટિન રીલીઝ પબ્લિશ કર્યું છે, જે સૂચવે છે કે ગૂગલ સપ્ટેમ્બર 2022 માં AOSP પર Android 13 લોન્ચ કરી શકે છે. આપને જણાવી દઈએ કે ગૂગલ (Google)દર મહિને એન્ડ્રોઈડ સિક્યુરિટી બુલેટિન પેજ પર તેની ઓપરેટિંગ સિસ્ટમ (Operating system)ના માસિક અપડેટ્સ વિશે માહિતી આપે છે.

Android 13 ના નોટ પબ્લિશ

આ ઉપરાંત, ગૂગલ આ પેજ પર જનરલ એન્ડ્રોઇડ સિક્યુરિટી બુલેટિનની સાથે પિક્સેલ/નેક્સસ માટે ખાસ બુલેટિન પણ પ્રકાશિત કરે છે. આ વખતે કંપનીએ બુલેટિનની જનરલ કેટેગરીમાં એન્ડ્રોઇડ 13ની નોટ પ્રકાશિત કરી છે. આ નોંધો આ ઓપરેટિંગ સિસ્ટમની પ્રકાશન સમયરેખા તરફ નિર્દેશ કરે છે. નોંધ સૂચવે છે કે Google સપ્ટેમ્બરમાં Android 13 રિલીઝ કરશે.

વપરાશકર્તાઓને વધુ નિયંત્રણ મળશે

આપને જણાવી દઈએ કે ગૂગલ તેની ઓપરેટિંગ સિસ્ટમ સપ્ટેમ્બરની આસપાસ જ રિલીઝ કરે છે. અગાઉ એન્ડ્રોઇડ 12 ગયા વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે એન્ડ્રોઇડ 11 અને એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ ઓગસ્ટમાં રિલીઝ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, એવી અટકળો છે કે નવી ઓપરેટિંગ સિસ્ટમ આવતા મહિને રજૂ કરવામાં આવી શકે છે. એન્ડ્રોઇડ 13 માં, યુઝરને તેની અંગત માહિતી શેર કરવા માટે પહેલા કરતા વધુ નિયંત્રણ મળશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ઓટો ડિલીટ હિસ્ટ્રી

કંપની નવા એન્ડ્રોઇડ સાથે યુઝર્સને ફોટો પિકેટ ટૂલ પણ આપશે. આ સિવાય ગૂગલની નવી ઓપરેટિંગ સિસ્ટમમાં ઓટો ડિલીટ હિસ્ટ્રીની સુવિધા પણ ઉપલબ્ધ હશે. આ સિવાય તેમાં ઘણા નવા કસ્ટમાઇઝેશન ટૂલ્સ પણ ઉમેરવામાં આવશે, જે ફોન સોફ્ટવેરને નવો લુક આપશે. એટલું જ નહીં એન્ડ્રોઇડ 13 યુઝર્સને એપ દ્વારા બિનજરૂરી નોટિફિકેશન એલર્ટથી પણ છુટકારો મળશે. નવી સિસ્ટમમાં નોટિફિકેશન મોકલવા માટે એપ્સને યુઝર્સની પરવાનગી લેવી પડશે.

Next Article