Technology News : ચીનને ભારતનો ઝટકો ! iPhone 13 પછી દેશમાં iPad પણ એસેમ્બલ થશે ?

|

Aug 17, 2022 | 1:28 PM

એપલ (Apple)તેના iPhone ઉત્પાદનને ચીન (China) માંથી અન્ય બજારો જેમ કે ભારત વગેરેમાં શિફ્ટ કરી રહ્યું છે. જણાવી દઈએ કે કંપનીએ ભારતમાં તેના Apple iPhone 13નું ઉત્પાદન કર્યું હતું અને હવે કંપની ભારતમાં તેના iPad ટેબલેટને એસેમ્બલ કરવાનું આયોજન પણ કરી રહી છે.

Technology News : ચીનને ભારતનો ઝટકો ! iPhone 13 પછી દેશમાં iPad પણ એસેમ્બલ થશે ?
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

આપણે બધા જાણીએ છીએ કે એપલ વોચ અને એપલ મેકબુક (Apple MacBook) ગ્રાહકોમાં કેટલા લોકપ્રિય છે અને હવે એપલ સપ્લાયર્સ પહેલીવાર વિયેતનામમાં એપલ વોચ અને મેકબુકનું ઉત્પાદન કરવા માટે વાતચીત કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે નિક્કી એશિયાના રિપોર્ટમાં આ બાબતથી વાકેફ લોકોના હવાલાથી આ માહિતી આપવામાં આવી છે. એપલ (Apple) તેના iPhone ઉત્પાદનને ચીન (China) માંથી અન્ય બજારો જેમ કે ભારત વગેરેમાં શિફ્ટ કરી રહ્યું છે. જણાવી દઈએ કે કંપનીએ ભારતમાં તેના Apple iPhone 13નું ઉત્પાદન કર્યું હતું અને હવે કંપની ભારતમાં તેના iPad ટેબલેટને એસેમ્બલ કરવાનું આયોજન પણ કરી રહી છે.

રિપોર્ટમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એપલના ચાઈનીઝ સપ્લાયર્સ લક્સશેર પ્રિસિઝન ઈન્ડસ્ટ્રી અને આઈફોન એસેમ્બલર ફોક્સકોને ઉત્તર વિયેતનામમાં એપલ વોચ અને એપલ મેકબુકના ઉત્પાદનનું ટેસ્ટિંગ પણ શરૂ કર્યું છે. સમગ્ર વિશ્વમાં સ્માર્ટફોનની માગ ખૂબ જ વધારે છે અને જેટલી માગ વધારે છે તેટલું મોટું માર્કેટ, ભારત એવો બીજો દેશ છે જ્યાં સ્માર્ટફોનનું માર્કેટ સૌથી મોટું છે કારણ કે અહીં મોબાઈલની માગ ઘણી વધારે છે.

ભારત, મેક્સિકો અને વિયેતનામ જેવા દેશો અમેરિકન બ્રાન્ડને સપ્લાય કરવા માટે કોન્ટ્રાક્ટ ઉત્પાદકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયા છે, કારણ કે ઉત્પાદકો હવે ઉત્પાદન માટે ચીન સિવાયના દેશો તરફ વળ્યા છે. Apple, Foxconn અને Luxshare Precision એ હજુ સુધી આ બાબતે વધુ માહિતી માટે રાઉટર્સની વિનંતીઓનો જવાબ આપ્યો નથી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ચાઈનાના સ્માર્ટફોન પર પ્રતિબંધ નહીં

જણાવી દઈએ કે સરકારી સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ચાઈનીઝ સ્માર્ટફોન પર પ્રતિબંધ અંગે કોઈ ચર્ચા થઈ નથી. રિપોર્ટ અનુસાર સૂત્રોએ જણાવ્યું છે કે ભારતમાં સસ્તા ચાઈનીઝ સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવાની કોઈ યોજના નથી. જણાવી દઈએ કે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં 12,000 રૂપિયાથી પણ સસ્તા સ્માર્ટફોનમાં ચીનની ટ્રાન્ઝિશન અને રિયાલિટી જેવી કંપનીઓનો દબદબો છે. આવનારા સમયમાં જો ચાઈના કોઈ ભારત વિરોધી કામ કરશે તો આવા પ્રતિબંધો લાગી પણ શકે છે.

ચીની કંપનીઓ પર રેડ

હાલમાં એ વાત સામે આવી છે કે ચાઈનીઝ સ્માર્ટફોન પર કોઈ બિનસત્તાવાર પ્રતિબંધ નથી. હજુ સુધી આ મામલે સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તાજેતરમાં એવું જોવામાં આવ્યું છે કે સરકારી એજન્સીઓએ કરચોરી અને મની લોન્ડરિંગના મામલામાં ચીની સ્માર્ટફોન ઉત્પાદકો પર દરોડા પાડ્યા હતા. જેમાં Xiaomi, Vivo, Oppo, Huawei જેવી કંપનીઓ સામેલ હતી.

Next Article