PF Fraud: સરકારી અધિકારીને પીએફની લાલચ આપીને કરી છેતરપિંડી, અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરીને ગુમાવ્યા હજારો રૂપિયા

|

Oct 22, 2023 | 1:30 PM

નિવૃત્ત બાદ સરકારી અધિકારીનું PF એકાઉન્ટમાં જમા રકમનું પેમેન્ટ સમયસર તેમને મળી ગયું હતું. એક દિવસ તે મિત્રો સાથે બેઠા હતા અને તેના મોબાઈલમાં રીંગ વાગી હતી. ફોન પર સામેની વ્યક્તિએ પોતાની ઓળખ પીએફ ઓફિસના કર્મચારી તરીકે આપી હતી. તેમણે કહ્યું કે તમારું પીએફ પેમેન્ટ કરતી વખતે ગણતરીમાં થોડી ભૂલ થઈ છે, તેથી તમારા થોડા રૂપિયા બાકી છે.

PF Fraud: સરકારી અધિકારીને પીએફની લાલચ આપીને કરી છેતરપિંડી, અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરીને ગુમાવ્યા હજારો રૂપિયા
PF Fraud

Follow us on

દેહરાદૂનમાં રહેતા મનોજ શર્મા કેન્દ્ર સરકારમાં અધિકારી હતા અને થોડા સમય પહેલા નિવૃત્ત થયા. નિવૃત્ત બાદ તેમનું PF એકાઉન્ટમાં (PF Account) જમા રકમનું પેમેન્ટ સમયસર તેમને મળી ગયું હતું. એક દિવસ તે મિત્રો સાથે બેઠા હતા અને તેના મોબાઈલમાં રીંગ વાગી હતી. ફોન પર સામેની વ્યક્તિએ પોતાની ઓળખ પીએફ ઓફિસના કર્મચારી તરીકે આપી હતી. તેમણે કહ્યું કે તમારું પીએફ પેમેન્ટ કરતી વખતે ગણતરીમાં થોડી ભૂલ થઈ છે, તેથી તમારા થોડા રૂપિયા બાકી છે.

પેમેન્ટ કેવી રીતે થશે અને કેટલી રકમ મળશે

આ સાંભળીને મનોજ શર્મા ખુશ થયા અને કોલ કરનારા અધિકારીનો આભાર માન્યો. તેમણે પુછ્યુ કે બાકી રકમ કેવી રીતે મળશે. સામેની વ્યક્તિએ કહ્યું કે તે કાલે ઓફિસે પહોંચીને કહેશે કે પેમેન્ટ કેવી રીતે થશે અને કેટલી રકમ મળવાની છે. મનોજ શર્માએ આ કોલ અંગેની વાત તેમના મિત્રો સાથે પણ શેર કરી હતી.

તમારા 1.5 લાખ રૂપિયા બાકી

બીજા દિવસે તે વ્યક્તિનો ફોન આવ્યો અને મનોજ શર્માને કહ્યું કે, તેમના 1.5 લાખ રૂપિયા બાકી છે. જો આ રૂપિયા મેળવવા માટે પ્રક્રિયા કરશે તો સમય લાગશે. તેથી જો તમે ઈચ્છો તો આ રકમ આજે જ મેળવી શકો છો. મનોજ શર્માએ પૂછ્યું કે તેના માટે શું કરવું પડશે. સામેની વ્યક્તિએ પૂછ્યું કે તમે ફોન પે કે ગૂગલ પે યુઝ કરો છો? મનોજે હા પાડી તો તેણે કહ્યું કે તે 11 રૂપિયા મોકલી રહ્યો છે. તમને તે રૂપિયા મળે એટલે મને જણાવો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

11 રૂપિયા જમા થયાનો મેસેજ આવ્યો

થોડી વાર બાદ મનોજના ફોન પર 11 રૂપિયા જમા થયાનો મેસેજ આવ્યો. ત્યારબાદ સામે વાળી વ્યક્તિએ એક લિંક મોકલી અને ફોન સ્પીકર પર રાખવા કહ્યું. સાથે જણાવ્યું કે, તે જેમ કહે તે રીતે સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન પ્રોસેસ કરવાની છે. બધી વિગતો ઓનલાઈન ભર્યા બાદ છેલ્લે મનોજના ફોન પર OTP આવ્યો. તેમણે OTP ફોન કરનારને આપ્યો અને ફોન કરનારે કહ્યું કે, 10-15 મિનિટમાં રૂપિયા તેમના ખાતામાં જમા થઈ જશે.

આ પણ વાંચો : PF Account Fraud: જો તમારૂ PF એકાઉન્ટ છે તો સાવધાન રહો, મદદના બહાને થાય છે છેતરપિંડી, જાણો કેવી રીતે એક મહિલાએ ગુમાવ્યા રૂપિયા

લગભગ 10 મિનિટ બાદ મનોજ શર્માના ફોન પર બેંકમાંથી એક મેસેજ આવ્યો જેમાં તેના ખાતામાં જમા 84,000 રૂપિયા ડેબિટ થઈ ગયા હતા. મનોજે બેંકમાં ફોન કર્યો અને સમગ્ર વાત જણાવી. બ્રાન્ચ મેનેજર તેમને ઓળખતા હતા એટલે તપાસ કરતા માલુમ પડ્યુ કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. આ કિસ્સા પરથી એ સીખ લેવી જરૂરી છે કે કોઈ અજાણ્યા વ્યક્તિના વિશ્વાસમાં આવીને કોઈ અંગત માહિતી શેર કરવી નહીં. સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ કરી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article