Paytmમાં હવે સરળતાથી થશે પૈસા ટ્રાન્સફર, UPI પિન નાખ્યા વગર કરી શકાશે ટ્રાન્સેક્શન

|

May 12, 2023 | 7:14 PM

iphone યુઝર્સને UPI પિન વગર સુરક્ષા સાથે ઓનલાઈન પૈસાની લેવડ-દેવડ કરી શકશે. આ સુવિધા IOS માટે UPI લાઈટ સપોર્ટ સાથે આવે છે. તેમાં ઘણી બીજી વિશેષતાઓ પણ છે.

Paytmમાં હવે સરળતાથી થશે પૈસા ટ્રાન્સફર, UPI પિન નાખ્યા વગર કરી શકાશે ટ્રાન્સેક્શન
Paytm new feature

Follow us on

Paytm પેમેન્ટ્સ બેન્કે IOS પ્લેટફોર્મ માટે Paytm UPI Lite સપોર્ટની જાહેરાત કરી છે. ત્યારે iPhone યુઝર્સ UPI પિન વગર સુરક્ષિત અને ઝડપી પૈસા ટ્રાન્સફર કરી શકશે. તે iOS માટે UPI લાઇટ સપોર્ટ સાથે પણ આવે છે, જે Paytm માં ઘણી નવી સુવિધાઓ પણ ઉમેરે છે, જેમ કે ક્રેડિટ કાર્ડ્સ, સ્પ્લિટ બિલ અને મોબાઈલ નંબર ન દેખાઈ તેવો વૈકલ્પિક આઈડી.

સપ્ટેમ્બર 2022માં NPCI દ્વારા લોન્ચ કરવામાં આવેલ UPI Lite એ એક સરળ વર્ઝન છે જે UPI (UPI Lite યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) પેમેન્ટ સિસ્ટમનો ભાગ છે. તે નાના નાણાંના વ્યવહારોને સરળ અને ઝડપી બનાવવા માટે રચાયેલ છે. જેમ કે કરિયાણાની અથવા ઓછી કિંમતની એક વસ્તુ માટે ચૂકવણી કરવી.

જાણો UPI LITE વિશે

આ એક ઓનલાઈન ડિવાઈસ વોલેટ છે જેના થકી નાણાં ચોકવી શકાય છે. તેમાં 2000 રુપિયા સુધીની રકમ જમા કરી શકાય છે. આ સુવિધા Paytm અને અન્ય લોકપ્રિય Online પૈસા ટ્રાન્સફર કરનાર એપમાં પણ ઉપલબ્ધ છે. જો કે Paytmએ તેની સુપર એપમાં UPI Lite લોન્ચ કરનારી પ્રથમ બેન્ક બની. હવે તેને iOS પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

એકવાર UPI લાઇટ સેટ થઈ ગયા પછી, યુઝર્સને કોઈપણ મુશ્કેલી વિના રૂ. 200 સુધીના ત્વરિત અને સુરક્ષિત વ્યવહારો કરવાની મંજૂરી મળી જાય છે. વપરાશકર્તા દિવસમાં બે વાર UPI લાઇટમાં રૂ. 2,000 સુધીનો ઉમેરો કરી શકે છે, જેનો અર્થ છે કે દૈનિક વપરાશની રકમ કુલ રૂ. 4,000 સુધી હોઇ શકે છે.

આ પણ વાંચો : WhatsApp લાવી રહ્યું છે વધુ એક નવું ફીચર, લિંક પ્રીવ્યૂ માટે રાહ જોવાની જરૂર નહીં પડે

Paytm UPI Liteનો માત્ર 8 સ્ટેપ્સમાં ઉપયોગ કરો

  1. Paytm એપ ઓપન કરો
  2. હોમ સ્ક્રીન પર દર્શાવેલ UPI Lite પર ટેપ કરો
  3. બેન્કની માહિતી દાખલ કરો અને પુષ્ટિ કરો
  4. UPI Lite વોલેટમાં નાણાં જમા કરવા
  5. ચુકવણી કરવા માટે ‘UPI Lite’ વિકલ્પ પસંદ કરો
  6. પ્રાપ્તકર્તાનું UPI ID દાખલ કરો અથવા તેમનો QR કોડ સ્કેન કરો
  7. જે રકમ ટ્રાન્સફર કરવાની છે તે દાખલ કરો
  8. Pay પર ક્લિક કરવું

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article