ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ (Digital India Program)એ ભારતને ડિજિટલી એક્ટિવ બનાવવા અને અર્થતંત્રમાં પરિવર્તન લાવવા માટે ભારતની એક વિશેષ પહેલ છે. ડિજિટલ ઈન્ડિયા (Digital India) “ફેસલેસ, પેપરલેસ અને કેશલેસ” બનવાનો હેતુ ધરાવે છે. ડિજિટલ પેમેન્ટ સેવાઓ કોન્ટેક્ટલેસ, કેશલેસ અને પેપરલેસ પેમેન્ટ મેથડ છે. ટેક્નોલોજીએ સ્માર્ટફોન એપ્લિકેશન્સ અને AI/મશીન લર્નિંગ જેવી સેવાઓ દ્વારા આ સરળ નાણાકીય વ્યવહારોને અપનાવવાનું વિશ્વ માટે શક્ય બનાવ્યું છે. આપણે Paytm અને Google Pay સહિતની ડિજિટલ પેમેન્ટ ઍપની મદદથી ઝડપી ચુકવણી કરી શકીએ છીએ, જે ડિજિટલ પેમેન્ટ માટે ખૂબ જ લોકપ્રિય છે.
પેટીએમ એપ ખોલ્યા વિના પણ સરળતાથી પેમેન્ટ કરી શકાય છે. Paytmએ વપરાશકર્તાઓ માટે તેના એપ્લિકેશન અનુભવને વધુ બહેતર બનાવવા માટે Tap to Pay નામની એક નવી સુવિધા રજૂ કરી છે, જે તમને Paytm એપ્લિકેશન ખોલ્યા વિના અને ઈન્ટરનેટનો ઉપયોગ કર્યા વિના ચૂકવણી કરવામાં મદદ કરશે. Paytm એપ ખોલ્યા વગર પેમેન્ટ કરવા માટે સૌથી પહેલા તમારી Paytm એપ અપડેટ થવી જોઈએ. તમારી પાસે સક્રિય ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ લિંક હોવું આવશ્યક છે. હવે જાણીએ શું છે પ્રોસેસ.
સ્ટેપ 1: સૌ પ્રથમ તમારા ફોનમાં Paytm એપ ખોલો.
સ્ટેપ 2: સ્ક્રીન નીચે સ્ક્રોલ કરો અને My Paytm વિભાગમાં Tap to Pay વિકલ્પ પર જાઓ.
સ્ટેપ 3: હવે, નીચે નવું Add New Card બટન પર ટેપ કરો અને કાર્ડ વિગતો દાખલ કરો.
સ્ટેપ 4: અહીં, તમે અગાઉ સાચવેલ કાર્ડ પણ પસંદ કરી શકો છો.
સ્ટેપ 5: હવે ટર્મ અને શરત સ્વીકારો અને ચકાસણી માટે આગળ વધો પર ક્લિક કરો.
સ્ટેપ 6: ટેપ ટુ પેનો ઉપયોગ કરીને ચૂકવણી કરવા માટે તમારા સ્માર્ટફોનને અનલૉક કરો અને NFC એક્ટિવેટ કરો.
સ્ટેપ 7: હવે, તમારા સ્માર્ટફોનને NFC- એક્ટિવેટેડ POS મશીનની નજીક લાવો અને જ્યાં સુધી ચુકવણી ન થાય ત્યાં સુધી તેને સ્થિર રાખો.
સ્ટેપ 8: રૂ. 5000થી વધુના વ્યવહારો માટે તમારે POS મશીન પર કાર્ડનો પિન દાખલ કરવાની જરૂર રહેશે.
આ પણ વાંચો: Viral: સોશિયલ મીડિયા પર વાયરલ થયો ડ્રોનવાળી ખેતીનો વીડિયો, લોકોએ કહ્યું ‘નવા ભારતની નવી કૃષિ’
આ પણ વાંચો: Agriculture Technology: ખેડૂતો માટે ખુશખબર, ડ્રોનથી થશે યુરિયાનો છંટકાવ, પહેલું ટ્રાયલ રહ્યું સફળ