
ભારત અને તેના મહાનગરમાં સૌથી ઝડપથી પરિવહન સેવા પૈકીની એક કેબ સર્વિસને ગણવામાં આવે છે. ખાસ કરીને દિલ્હી, મુંબઈ જેવા મહાનગરોમાં આ કેબનું ચલણ ખુબ વધારે છે અને લોકો રોજબરોજની જીંદગીમાં તેને વાપરતા હોય છે. અમુક વાર ભૂલને લઈ કે પછી કોઈ ટેકનિકલ કારણથી કેબ સર્વિસ તમારી પાસેથી પૈસા કાપી લે છે તો જાણો કઈ રીતે તેનું રિફંડ મેળવી શકાશે.
ટ્રાફિકથી ભરચક માર્ગ પર બસ સેવા કે પછી સેલ્ફ ડ્રાઈવ વિશે વિચારવું અઘરૂ છે તો કેબ સર્વિસ વગરની સવાર પણ મુશ્કેલી ભરેલી છે. જો કે આટલી જરૂરિયાચ ધરાવતી કેબ સર્વિસ સાથે તમારો અનુભવ સારો રહ્યો નથી હોતો કે જેનું કારણ રાઈડ કેન્સલને લઈ હોઈ શકે છે. ઓલાની જ વાત કરીએ તો કોઈ કારણસર તમે રાઈડ કેન્સલ કરો છો તો તમારે કેન્સલેશન ચાર્જ ચુકવવો પડે છે.
હવે આ ચાર્જ એ પ્રકારનો હોય છે કે જેમાં નક્કર કારણ અપાતું નથી અને તમારા પૈસા કપાઈ જાય છે. જો કે તમારે આ બાબતને લઈ ચિંતા કરવાની જરૂર નથી કેમકે અમે તમને આપીશું એ ટિપ્સ કે જેના માધ્યમથી તમને રિફંડ મેળવવામાં કોઈ તકલીફ નહી પડે.
ઓલાની કેન્સલેશન રિફંડ પોલિસી
ઓલાના સપોર્ટ પેજ મુજબ, જો તમને લાગે કે તમારી પાસેથી કેન્સલેશન ફી ખોટી રીતે વસૂલવામાં આવી છે, તો તમે રિફંડ (રદ કરવાની ફી માફી) માટે વિનંતી કરી શકો છો. તે પહેલાં, એ જાણવું જરૂરી છે કે ઓલા કયા સંજોગોમાં કેન્સલેશન ચાર્જ કાપે છે.
જો તમને લાગે કે તમારી પાસેથી ખોટી રીતે કેન્સલેશન ચાર્જ વસૂલવામાં આવ્યો છે, તો આ પ્રક્રિયાને અનુસરો.