Technology: દુનિયાભરના લોકો જે સ્પેનિશ સીરીઝ ‘Money Heist’ ના પાંચમા ભાગની રાહ જોઇ રહ્યા હતા તેમના માટે ઓટીટી પ્લેટફોર્મ Netflix પર આ સીરીઝ રીલિઝ થઇ ચૂકી છે. આ સીરીઝની દિવાનગી વિશે તો સૌ કોઇ જાણે જ છે. લોકો તેના નવા ભાગની રાહ છેલ્લા દોઢ વર્ષથી જોઇ રહ્યા હતા. આ સીરીઝ બધા જ એજ ગ્રૃપના લોકોને પસંદ આવી છે અને તેનો ક્રેઝ એટલો બધો છે કે વોટ્સએપે પણ પોતાના યૂઝર્સ માટે ‘Money Heist’ સ્ટીકર પેકને લોન્ચ કર્યુ છે. હવે વોટ્સએપ પર પણ લોકો પોતાના પસંદના Money Heist ના પાત્રોના સ્ટીકર્સ પોતાના મિત્રોને મોકલી શક્શે.
લોકો પોતાના એક્સપ્રેશન્સ અને મૂડને સ્ટીકર્સ અને ઇમોજીના માધ્યમથી જાહેર કરતા થઇ ગયા છે. આ વોટ્સએપ પર સૌથી વધુ ઉપયોગ થતુ ફિચર છે માટે જ વોટ્સએપ પોતાના દુનિયાભરના યૂઝર્સને લુભાવવા માટે આ Money Heist સ્ટીકર પેક લઇને આવ્યુવ છે.
વોટ્સએપે Money Heist માટે 17 નવા સ્ટીકર્સ લોન્ચ કર્યા છે.
કંપનીએ પ્રોફેસર, ટોક્યો, બોગોટા, રિયો, સ્ટોકહોમ, આર્ટુરો, લિસ્બન, એલિસિયા સીએરા અને નૈરોબી જેવા શોના પાત્રો દર્શાવતા 17 સ્ટીકરો લોન્ચ કર્યા છે. આ બંને Android અને iOS વપરાશકર્તાઓ માટે પણ ઉપલબ્ધ છે.
વોટ્સએપ સમયાંતરે નવા સ્ટીકરો લાવે છે.
સ્ટીકર્સ મુચો પિક્સેલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે અને પેકની કુલ સાઇઝ 658 KB છે. દેખીતી રીતે આવનાર તહેવારો અને પ્રસંગો સાથે, વોટ્સએપ હંમેશા વાતચીતને વધુ અરસપરસ બનાવવા અને વધુ વપરાશકર્તાઓને આકર્ષવા માટે નવા સ્ટીકરો બહાર પાડે છે.
આ રીતે તમારા ફોનમાં ડાઉનલોડ કરી શકો છો સ્ટીકર્સ
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –