જાણો 5 સરળ સ્ટેપ્સમાં કેવી રીતે FACEBOOK મેસેન્જર પર કોઈને ભૂલથી મોકલી દીધેલા મેસેજને, સામેવાળી વ્યક્તિ વાંચે તે પહેલા કરશો DELETE

|

Feb 08, 2019 | 8:19 AM

ફેસબૂક મેસેન્જરમાં પણ હવે વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામની જેમ કોઈને મોકલેલા મેસેજને ડિલીટ કરવાનું ફીચર આવી ગયું છે. આ ફીચરને કંપનીએ આમ તો નવેમ્બર મહિનામાં રિલીઝ કરી દીધું હતું પરંતુ મંગળવારે આ ફીચરને દુનિયાભારના એન્ડ્રોઈડ અને આઈઓએસ યૂઝર્સ માટે રોલઆઉટ કરી દીધું છે. ફેસબૂકે આ ફીચરને ‘રીમૂવ ફોર એવરીવન’ નામ આપ્યું છે. આ ફીચર આવ્યા બાદ […]

જાણો 5 સરળ સ્ટેપ્સમાં કેવી રીતે FACEBOOK મેસેન્જર પર કોઈને ભૂલથી મોકલી દીધેલા મેસેજને, સામેવાળી વ્યક્તિ વાંચે તે પહેલા કરશો DELETE

Follow us on

ફેસબૂક મેસેન્જરમાં પણ હવે વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામની જેમ કોઈને મોકલેલા મેસેજને ડિલીટ કરવાનું ફીચર આવી ગયું છે. આ ફીચરને કંપનીએ આમ તો નવેમ્બર મહિનામાં રિલીઝ કરી દીધું હતું પરંતુ મંગળવારે આ ફીચરને દુનિયાભારના એન્ડ્રોઈડ અને આઈઓએસ યૂઝર્સ માટે રોલઆઉટ કરી દીધું છે.

ફેસબૂકે આ ફીચરને ‘રીમૂવ ફોર એવરીવન’ નામ આપ્યું છે. આ ફીચર આવ્યા બાદ મેસેન્જર પર મોકલેલા મેસેજને 10 મિનીટની અંદર ડિલીટ કે unsend કરી શકો છો.

મેસેજ, ફોટો, વીડિયો પણ થઈ જશે ડિલીટ

આ ફીચરની મદદથી યૂઝર્સ મેસેન્જરમાં મોકલેલા મેસેજ, ફોટો, વીડિયોને 10 મિનીટની અંદર ડિલીટ કરી શકશો. આ ફીચર ગ્રુપ ચેટમાં પણ કામ કરશે એટલે કે જો તમે ભૂલથી પણ કોઈને ગ્રુપમાં મેસેજ કરી દેશો તો તેને ડિલીટ કરી શકશો. 10 મિનીટ બાદ યૂઝર ‘રિમૂવ ફૉ એવરીવન’ ફીચરનો ઉપયોગ કરી શકશે. જોકે ‘રીમૂવ ફૉર યૂ’નો વિકલ્પ ઉપયોગ કરી શકશે જેમાં મેસેજ માત્ર તમારી ચેટમાંથી જ ગાયબ થશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ડિલીટ મેસેજને રિપોર્ટ પણ કરી શકશો

યૂઝર ડિલીટ કરાયેલા મેસેજને રિપોર્ટ પણ કરી શકશે. જો ગ્રુપ કે પર્સનલ ચેટમાં કોઈને મોકલાયેલો મેસેજ ડિલીટ કરી દેવાયો છે તો પણ તેને રિપોર્ટ કરી શકાશે. તેના પહેલા સૌથી પહેલા યૂઝરના નામ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ‘સમથિંગ રૉંગ’ પર ટેપ કરો અને ત્યારબાદ રિપોર્ટ કરવા યોગ્ય કેટેગરી પસંદ કરી લો.

આવી રીતે કરો આ નવા ફીચરનો ઉપયોગ

  • આ ફીચરનો ઉપયોગ કરવા માટે મોકલેલા મેસેજ પર ટેપ કરો. ત્યારબાદ 2 વિકલ્પો દેખાશે.
  • પહેલો વિકલ્પ ‘રીમૂવ ફૉર એવરીવન’ હશે જેમાં મોકલેલો મેસેજ સેંડર અને રિસીવર બંનેના ઈનબોક્સમાંથી હટી જશે.
  • બીજો વિકલ્પ ‘રીમૂવ ફૉર યૂ’ દેખાશે, જેના પર ટેપ કરવાથી મેસેજ સેન્ડરના ઈનબોક્સમાંથી હટી જશે પરંતુ રિસીવરના ઈનબોક્સમાં મેસેજ જોવા મળશે.
  • રિમૂવ ફૉર એવરીવન પર ટેપ કર્યા બાદ એક વૉર્નિંગ મેસેજ પણ જોવા મળશે, જેમાં કન્ફર્મ કે કેન્સલમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  • મેસેજ રીમૂવ થયા બાદ ઈનબોક્સમાં ‘મેસેજ વૉઝ રીમૂવ્ડ’ જોવા મળશે. 

 

[yop_poll id=1134]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:17 am, Wed, 6 February 19

Next Article