
તમે ગૂગલ પર તમારુ નામ સર્ચ કરો તેની સાથે જ સેલિબ્રિટીઝની જેવી જ તમારી પ્રોફાઈલ જોવા મળશે. આવું ગૂગલના સર્ચ એન્જિન એડ મી ગૂગલ ફિચરની મદદથી શક્ય બનશે. આના માટે તમારે તમારુ ગૂગલ પીપલ કાર્ડ બનાવવું પડશે. જેમાં તમારા નામ સાથે તમારા લગતી કેટલીક મહત્વની વિગતો તેમાં હોય. આ બાદ તમે જ્યારે ગુગલ પર તમારુ નામ સર્ચ કરશો તો કોઈ સેલિબ્રિટીની માફક તમારી પ્રોફાઈલ જોવા મળશે. ઈન્ટરનેટના માધ્યમથી ગૂગલ ઉપર સર્ચ કરનાર કોઈ પણ વ્યક્તિ પ્રોફાઈલ બનાવી શકાશે. જાણો કેવી રીતે ગૂગલ સર્ચ માટે તમારી પ્રોફાઈલ બનાવી શકાય.
જો કે ગૂગલ પીપલ કાર્ડ માત્ર મોબાઈલ ઉપર જ જોવા મળશે. આ ફિચર ડેસ્કટોપ કોમ્પ્યુટર કે લેપટોપ ઉપર ગૂગલનું પીપલ કાર્ડ જોવા નહી મળે. અમેરિકાની ટેક કંપનીએ હાલમાં તો આ ફિચર કેટલાક પસંદગીના જ દેશ માટે બહાર પાડ્યું છે. જો કે પસંદગીના દેશમાં ભારતનો સમાવેશ થાય છે. ભારત ઉપરાંત કેન્યા, નાઈજીરિયા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશનો પણ તેમા સમાવેશ થાય છે. ગૂગલ ઉપર તમારી પ્રોફાઈલ બનાવવા માટે તમારે અંગ્રેજી અથવા તો હિન્દી ભાષા પસંદ કરવી પડશે.
ગૂગલ ઉપર પીપલ કાર્ડ બનાવવા માટે ગૂગલમાં તમારુ એકાઉન્ટ ચાલુ હોવુ જોઈશે અને તે મોબાઈલ નંબર સાથે જોડાયલ હોવું જરૂરી છે. તમારે માત્ર એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારા એકાઉન્ટ મારફતે અન્ય કોઈની ગૂગલ પ્રોફાઈલ બનાવવુ નહી.
આટલું કર્યા પછી ગૂગલ તમને જણાવશે કે થોડા કલાકોમાં તમારું નામ ગૂગલ સર્ચ પર જોવા મળશે. જો તમારું અને અન્ય કોઈપણનું નામ એક જ હોય, તો તમારે તમારા વ્યવસાય અથવા બીજું કંઈકમાં ફેરફાર કરવો પડશે, જેથી તમારી પ્રોફાઇલ તે વ્યક્તિથી અલગ દેખાય.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો