Instagram Tips and Trick: હવે ઈન્સ્ટા પર કોઈ તમને ઓનલાઈન જોઈ શકશે નહીં, બસ આ ટ્રિક ફોલો કરો

|

Jan 23, 2022 | 8:45 AM

આ અહેવાલમાં ચાલો જાણીએ ઈન્સ્ટાગ્રામના તે ખાસ ફીચર વિશે, તેને ઈનેબલ કર્યા પછી, તમે ઈન્સ્ટા પર ક્યારે ઓનલાઈન હતા તે કોઈ અન્ય વ્યક્તિ જોઈ શકશે નહીં.

Instagram Tips and Trick: હવે ઈન્સ્ટા પર કોઈ તમને ઓનલાઈન જોઈ શકશે નહીં, બસ આ ટ્રિક ફોલો કરો
Instagram (Symbolic Image)

Follow us on

સોશિયલ મીડિયાના આગમન પછી વિશ્વમાં ઘણા મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. તે સમાજને ડિજિટલ પ્લેટફોર્મ (Digital platform) પર લાવ્યા છે. વિશ્વભરમાં લાખો લોકો WhatsApp, Instagram, Facebook જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આજે સોશિયલ મીડિયા (Social Media) આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. બીજી તરફ તેના આગમન બાદ લોકોની ગોપનીયતા પર પણ સવાલ ઉભો થયો છે. ઘણીવાર ઘણા યુઝર્સ અન્ય યુઝર્સની એક્ટિવિટીઝને અહીં ટ્રેક કરે છે, જેની સમાજ પર ખરાબ અસર પડી રહી છે. આમ કરવું નૈતિક ધોરણે તદ્દન ખોટું છે. જો તમે પણ ઈચ્છો છો કે જ્યારે તમે ઓનલાઈન હો ત્યારે ઈન્સ્ટાગ્રામ (Instagram)પર કોઈ અન્ય વ્યક્તિ જોઈ ન શકે, તો આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ અહેવાલમાં ચાલો જાણીએ ઈન્સ્ટાગ્રામના તે ખાસ ફીચર વિશે, તેને ઈનેબલ કર્યા પછી, તમે ઈન્સ્ટા પર ક્યારે ઓનલાઈન હતા તે કોઈ અન્ય વ્યક્તિ જોઈ શકશે નહીં.

આ માટે તમારે ઈન્સ્ટાગ્રામનું શો એક્ટિવિટી ફીચર બંધ કરવું પડશે. આવો જાણીએ કેવી રીતે.

સૌથી પહેલા તમારું ઈન્સ્ટાગ્રામ ઓપન કરો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

હવે તમારે જમણી બાજુએ તમારી પ્રોફાઇલના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

આ પ્રક્રિયા કર્યા પછી, ટોચ પર ત્રણ લાઇનથી બનેલા આઇકોન પર ક્લિક કરો.

આગળના સ્ટેપ પર સેટિંગનો વિકલ્પ પસંદ કરો.

આ પ્રક્રિયા કર્યા પછી, પ્રાઇવસીના વિકલ્પ પર ક્લિક કરો.

હવે નીચે સ્ક્રોલ કરો અને નીચે આવો. ત્યાં તમને એક્ટિવિટી સ્ટેટસ શો મળશે. તેના પર ક્લિક કરો.

અહીં પર શો એક્ટિવિટી સ્ટેટસ બાય ડિફોલ્ટ ઓન હશે.

તમારે તેને બંધ કરવું પડશે.

આ પ્રક્રિયા કર્યા પછી, તમે ક્યારે ઓનલાઈન હતા તે અન્ય કોઈ શોધી શકશે નહીં.

આ પણ વાંચો: Viral Video: ડોલ્ફિનનું બચ્ચું જન્મતા જ લાગ્યું તરવા, યુઝર્સ બોલ્યા અદ્ભૂત!

આ પણ વાંચો: અમેરિકાના આઈડિયા ચોરીને ચીને તૈયાર કર્યું દુનિયાનું પહેલું ‘બોડી શિલ્ડ’ ટેન્કને તબાહ કરતી ગોળીઓને સામનો કરવા સક્ષમ

આ પણ વાંચો: UP Election 2022: ચૂંટણી પહેલા જાહેરસભા પર BJPનું જોર, CM યોગી આજે ગાઝિયાબાદમાં કરશે પ્રચાર, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

Next Article