Whatsapp માં આવ્યા નવા ફીચર્સ, સ્ટીકર પેકને પણ કરી શકશો ફોરવર્ડ

|

Jun 26, 2021 | 4:43 PM

વોટ્સએપ તેના  એન્ડ્રોઇડ બીટા એપ માટે ફોરવર્ડ સ્ટીકર પેક(Sticker Pack)પણ રોલ કરી રહ્યું છે. કંપની વોટ્સએપ બીટાના એન્ડ્રોઇડ વર્ઝન  2.21.13.15 સાથે આ સુવિધા લાવી રહ્યું  છે.

Whatsapp માં આવ્યા નવા ફીચર્સ, સ્ટીકર પેકને પણ કરી શકશો ફોરવર્ડ
Whatsapp માં આવ્યા નવા ફીચર્સ

Follow us on

Whatsapp યુઝર્સ  માટે બે નવી સુવિધાઓ લાવી રહ્યું છે. જેમાં  હવે Whatsapp યુઝર્સને  તેમના કોન્ટેક પર સ્ટીકર પેક(Sticker Pack)મોકલી શકશે. આ સિવાય કંપનીએ વોઇસ નોટમાં પણ ફેરફાર કર્યા છે. હવે યુઝર્સને પ્રાપ્ત થયેલી વોઇસ નોટ  સીધી લાઇનને બદલે વેવફોર્મમાં જોવા મળશે. Whatsapp યુઝર્સ માટે  આ નવા ફીચર્સને આગળ ધપાવી રહી છે. Whatsapp શરૂઆતમાં  બીટા વપરાશકર્તાઓ માટે સુવિધા ઉપલબ્ધ કરાવશે. તેમજ  એવી અપેક્ષા છે કે આગામી દિવસોમાં વૈશ્વિક યુઝર્સ  માટે આ બંને સુવિધાઓનું  વર્ઝન લાવવામાં આવશે.

વોટ્સએપ વેવફોર્મ

WABetaInfo ના અહેવાલ મુજબ, વોટ્સએપ હાલમાં વોઇસ વેવફોર્મ પર કામ કરી રહ્યું છે. આ સુવિધા દ્વારા કંપની વોટ્સએપમાં કેટલાક કોસ્મેટિક ફેરફાર કરી રહી છે. વોઇસ-નોટ માટે આ સુવિધાના રોલઆઉટ પછી યુઝર્સને આ  સંદેશ વેવફોર્મમાં જોવા મળશે. હાલમાં  જ્યારે તમે વોટ્સએપમાં વોઇસ નોટ મોકલો છો ત્યારે એક સીધી લાઇન(progression bar) દેખાય છે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

વોટ્સએપમાં આવનારી આ સુવિધા ઇન્સ્ટાગ્રામના વોઇસ  મેસેજ ફિચર જેવી જ છે. વોટ્સએપનું આ ફીચર વર્ઝન નંબર 2.21.13.17 પરથી રોલ કરવામાં આવી રહ્યું છે. કંપની ટૂંક સમયમાં Android અને iOS વપરાશકર્તાઓ માટે આ સુવિધાનું વર્ઝન રજૂ કરશે.

https://twitter.com/WABetaInfo/status/1400360932765802496

વોટ્સએપ સ્ટીકર પેક 

વોટ્સએપ તેના  એન્ડ્રોઇડ બીટા એપ માટે ફોરવર્ડ સ્ટીકર પેક(Sticker Pack)પણ રોલ કરી રહ્યું છે. કંપની વોટ્સએપ બીટાના એન્ડ્રોઇડ વર્ઝન  2.21.13.15 સાથે આ સુવિધા લાવી રહ્યું  છે. આ સુવિધાની મદદથી યુઝર્સ  તેમના સંપર્કો સાથે સ્ટીકર પેક શેર કરવામાં સક્ષમ હશે. આ સુવિધા વોટ્સએપના બિલ્ટ સ્ટીકરો માટે ઉપલબ્ધ રહેશે. યુઝર્સ  આના દ્વારા થર્ડ પાર્ટી સ્ટીકર પેક્સને ફોરવર્ડ કરી શકશે નહીં.

જો તમે વોટ્સએપ બીટા યુઝર્સ છો તો તમે તમારા ફોનમાં આ નવી સુવિધા ચકાસી શકો છો. બીટા યુઝર્સ વોટ્સએપ સ્ટીકર્સ સ્ટોર પર જઈને ફોરવર્ડ સ્ટીકર બટનને ચકાસી શકે છે. આઇઓએસ માટે પણ કંપની આ નવી સુવિધા વિકસાવી રહી છે.

Published On - 4:37 pm, Sat, 26 June 21

Next Article