અત્યાર સુધી તમે નેવિગેશન માટે ગૂગલ મેપનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે તેમાં એક નવું ફીચર પણ ઉમેરવામાં આવશે. સમયની સાથે ગૂગલે એપમાં ઘણી સુવિધાઓ ઉમેરી છે. આ યાદીમાં ફ્યુઅલ સેવિંગ ફીચર પણ સામેલ હતું. જો કે પહેલા આ ફીચર માત્ર અમેરિકામાં જ ઉપલબ્ધ હતું. તેને સપ્ટેમ્બર 2022માં ઉમેરવામાં આવ્યું હતું. કેનેડા, અમેરિકા અને યુરોપ બાદ આખરે ભારતમાં પણ આ ફીચર ઉમેરવામાં આવ્યું છે.
આ ફિચર ફ્યુલ અથવા એનર્જીનો અંદાજો આપે છે. એટલે કે એક રૂટ પર કેટલું ઇંધણ ખર્ચ થશે. ગૂગલ મેપ આ રૂટ પરના ટ્રાફિક અને રસ્તાની સ્થિતિના આધારે આ અંદાજ કાઢે છે. આ પછી, બીજો માર્ગ પણ આપવામાં આવે છે અને તે જણાવવામાં આવે છે કે ત્યાં કેટલો ટ્રાફિક છે અને કેટલું ઇંધણની જરૂર પડશે. જ્યારે આ એક અલગ રસ્તો છે. હવે તે યુઝર પર નિર્ભર કરે છે કે તે કોને ફોલો કરવા માંગે છે.
જો તમે આ ફીચરને બંધ કરો છો, તો આ પછી મેપ ફક્ત એક જ રસ્તો બતાવશે જેને યુઝર ફોલો કરી શકે છે, પરંતુ આ પછી ફ્યુલ અને એનર્જી રેકમેંડેશન આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે, ફ્યુલ અને એનર્જીનો અંદાજ વાહનના એન્જિન પર આધારિત છે. હાલમાં આ સુવિધા ગ્રીન લીફ સાથે આ ફિચર આપવામાં આવી છે. આ સ્ટેપ્સનો ઉપયોગ કરી તમે દર મહિને 2,000 રૂપિયા સુધીનું પેટ્રોલ અથવા ડીઝલ બચાવી શકો છો.
આ પણ વાંચો: Doodle For Independence Day : ગુગલે દેશના કપડાંની વિરાસતને આપ્યું ટ્રીબ્યુટ, સુંદર દેખાવા માટે તમે પણ અપનાવો