
ગૂગલ અને આલ્ફાબેટ કંપનીના સીઈઓ સુંદર પીચાઈ હાલમાં ભારત પ્રવાસે હતા. તેઓ એક ખાસ કાર્યક્રમ માટે ભારત આવ્યા હતા. ભારત પ્રવાસ દરમિયાન સુંદર પીચાઈએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત અનેક અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ગૂગલ તરફથી દર વર્ષે ભારતીયો માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમને Google for India 2022 તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે ઈતિહાસમાં 8મી વાર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેવા માટે ગૂગલ અને આલ્ફાબેટ કંપનીના સીઈઓ સુંદર પીચાઈ ભારત આવ્યા હતા.
આ ખાસ ઈવેન્ટમાં ભારતના ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા હતા. ગૂગલ અને આલ્ફાબેટ કંપનીના સીઈઓ સુંદર પીચાઈ અને ભારતના ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ વચ્ચે કાર્યક્રમ દરમિયાન ખાસ વાતચીત પણ થઈ હતી. આ ખાસ કાર્યક્રમમાં સુંદર પીચાઈએ ભારતીય યુઝર્સ માટે કેટલાક મોટી જાહેરાતો કરી હતી. સુંદર પીચાઈની જાહેરાતો અનુસાર ગૂગલ તરફથી એન્ડ્રોઈડ યુઝર્સ માટે Digilocker એપમાં પેતના અંગત ડોક્યૂમેન્ટ અને ફાઈલ સેવ કરાવું ઓપ્શન આપવામાં આવશે.
ગૂગલ તરફથી ભારતીયો માટે ગૂગલ પે ટ્રાન્ઝેક્શન ફીચર લાવવામાં આવશે. આ ફીચરનો ઉપયોગ કરીને યુઝર્સ ટ્રાન્ઝેક્શન સંબંધિત ફરિયાદો પોતાની સ્થાનિક ભાષામાં બોલીને કહી શકશે. સાથે સાથે આ ફીચરની મદદથી યૂઝર્સ ટ્રાન્ઝેક્શનને ટ્રેક પણ કરી શકશે. ગૂગલનું આ નવુ ફીચર ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત બનાવશે. ભારત સહિત દુનિયાના અન્ય દેશોમાં પણ આ ફીચર લોન્ચ કરવામાં આવશે. કોઈ ફ્રોડ ટ્રાન્ઝેક્શન સમયે ગૂગલ દ્વારા યુઝર્સને એલર્ટ પણ કરવામાં આવશે.
ગૂગલે નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) સાથે ભાગીદારી કરી છે. હવે ગૂગલ યુઝર્સ સીધા જ ડિજિટલ વેરિફિકેશન કરી શકશે. ગૂગલે કહ્યું કે, ડોક્યુમેન્ટને ગૂગલ એપ પર સ્ટોર કરી શકાશે. Digilockerને ગૂગલ દ્વારા યુનિક લોક સ્ક્રીન એક્સેસ આપવામાં આવશે. ગૂગલ એડવાન્સ્ડ AI મોડલનો ઉપયોગ કરશે, જે એપની સુરક્ષાને વધારે સારી બનાવશે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) એ કહ્યું કે, આ સુવિધા લાખો ભારતીયોને ડિજિટલ દસ્તાવેજો એક્સેસ કરવામાં સક્ષમ બનાવશે. યુઝર્સ ગમે ત્યાંથી Google ફાઇલોને ઍક્સેસ કરી શકશે.