Olympic Games બાદ સોશિયલ મીડિયા પર પણ વાગ્યો ભારતનો ડંકો, નીરજ ચોપરાએ ફોલોવર્સની બાબતમાં પછાડ્યા વિશ્વના ટોપ ખેલાડીઓને

|

Aug 12, 2021 | 3:58 PM

ગેમ્સ દરમિયાન સોશિયલ મીડિયા પર આ વિશે વાત કરતા લાઉડ દેશોમાં ભારતે યુએસ, બ્રાઝીલ, ફિલીપીંસ અને મેક્સિકોને પાછળ છોડી દીધુ છે.

Olympic Games બાદ સોશિયલ મીડિયા પર પણ વાગ્યો ભારતનો ડંકો, નીરજ ચોપરાએ ફોલોવર્સની બાબતમાં પછાડ્યા વિશ્વના ટોપ ખેલાડીઓને
Neeraj Chopra beats top players in the world in terms of followers

Follow us on

નીરજ ચોપરાએ (Neeraj Chopra) ટોક્યો ઓલમ્પિકમાં (Tokyo Olympics 2020) તો ભારતનો ડંકો વગાડ્યો જ છે પરંતુ ગેમની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ તેણે અન્ય ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. ઓલમ્પિક ગેમ્સ દરમિયાન ભારતના જૈવલિન થ્રોવર નીરજ ચોપરા ગ્લોબલ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર બીજા નંબરના સૌથી વધુ ઉલ્લેખિત એથ્લિટ બન્યા છે. આ મામલે પહેલા નંબરે સિમોન બાઇલ્સ રહી જે અમેરીકાની કલાત્મક જિમનાસ્ટીક પ્લેયર છે.

 

Facebook એ 23 જુલાઇથી 8 ઓગસ્ટ સુધીના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના ટ્રેન્ડ્સ દર્શાવતા ડેટા શેયર કર્યા છે. ગેમ્સ દરમિયાન સોશિયલ મીડિયા પર આ વિશે વાત કરતા લાઉડ દેશોમાં ભારતે યુએસ, બ્રાઝીલ, ફિલીપીંસ અને મેક્સિકોને પાછળ છોડી દીધુ છે. એટલે કે ટોક્યો ગેમ્સ દરમિયાન ભારતના લોકોએ ફેસબુક પર સૌથી વધુ એન્ગેજમેન્ટ નોંધાવ્યુ છે. આ આંકડા દર્શાવે છે કે ભારતના લોકોમાં ક્રિકેટ સિવાય અન્ય ગેમ્સને લઇને પણ જાગૃતતા આવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

આ ડેટા લોકો દ્વારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર શેયર કરેલા ઓલમ્પિક રિલેટેડ હૈશટેગ, વીડિયોઝ અને સ્ટેટસના આધારે ગણવામાં આવ્યા છે. ડેટાને જોઇને લાગે છે કે લોકોએ ઓલમ્પિકને લઇને વધુ કોન્ટેન્ટ શેયર કર્યુ છે.

 

વિશ્વ સ્તર પર રમતો દરમિયાન ફેસબુક પર ઉલ્લેખિત રમત ટ્રેક એન્ડ ફિલ્ડ હતી, ત્યાર બાદ જિમનાસ્ટિક, રોઇંગ, બોક્સિંગ અને સ્વિમિંગ હતુ. જ્યારે સૌથી વધુ ઉલ્લેખિત પ્લેયર સિમોન બાઇલ્સ, નીરજ ચોપરા, હિડિલિન ડિયાઝ, સુની લી અને ટૉમ ડેલી હતા.

 

ઇન્સ્ટાગ્રામ પર ખેલાડીઓએ રમતો દરમિયાન 75 મિલિયનથી વધુ ફોલોવર્સ પ્રાપ્ત કર્યા છે. 410 મિલિયનથી વધુ નવા ઇન્ટેક્શન્સ કર્યા અને 3 લાખથી વધુ સ્ટોરીઓ પોસ્ટ કરી. નીરજ ચોપરાને 2.8 મિલિયન નવા ફોલોવર્સ મળ્યા, પીવી સિંધુને 7 લાખ અને મેરી કોમને 2 લાખ 70 હજારથી વધુ નવા ફોલોવર્સ મળ્યા. નીરજ ચોપરા વિશ્વ સ્તર પર રાયસા લીલ બાદ બીજા સ્થાન પર રહ્યા. રાયસાના 5.8 મિલિયન નવા ફોલોવર્સ જોડાયા.

 

આ પણ વાંચો – AHMEDABAD : ગુજરાત NCBને મળી મોટી સફળતા, 20 કરોડના 4 કિલો કોકેઇન સાથે એક શખ્સની ધરપકડ કરી

આ પણ વાંચો – Maharashtra: ‘દારૂની દુકાનો ખોલી શકાય છે તો પછી મંદિરો કેમ નહીં’ ભાજપના નેતા રામ કદમે ઉદ્ધવ સરકારને જલ્દી નિર્ણય લેવાની ચેતવણી આપી

Next Article