2024 માં લોન્ચ થશે નિસાર, NASA-ISROનું એ મિશન જે ભૂકંપની કરશે ભવિષ્યવાણી

આ મિશન 2024માં લોન્ચ કરવામાં આવશે જે પૃથ્વી પર નજર રાખશે અને પર્યાવરણમાં થતા ફેરફારોનો અભ્યાસ કરશે અને ભૂકંપ અને અન્ય આપત્તિઓ વિશે માહિતી આપશે. હાલમાં મિશનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, તાજેતરમાં 20 દિવસનું એન્ટેના પરીક્ષણ પૂર્ણ થયું છે. મંગળવારે નાસાની જેટ પ્રોપલ્શન લેબના ડાયરેક્ટર લૌરી લેશને આ વાતનો ખુલાસો કર્યો હતો.

2024 માં લોન્ચ થશે નિસાર, NASA-ISROનું એ મિશન જે ભૂકંપની કરશે ભવિષ્યવાણી
NASA ISRO mission NISAR
| Updated on: Nov 16, 2023 | 7:17 AM

NASA અને ISRO મળીને સિન્થેટિક એપરચર રડાર (NISAR) લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે, આ મિશન 2024માં લોન્ચ કરવામાં આવશે જે પૃથ્વી પર નજર રાખશે અને પર્યાવરણમાં થતા ફેરફારોનો અભ્યાસ કરશે અને ભૂકંપ અને અન્ય આપત્તિઓ વિશે માહિતી આપશે. હાલમાં મિશનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, તાજેતરમાં 20 દિવસનું એન્ટેના પરીક્ષણ પૂર્ણ થયું છે. મંગળવારે નાસાની જેટ પ્રોપલ્શન લેબના ડાયરેક્ટર લૌરી લેશને આ વાતનો ખુલાસો કર્યો હતો.

NASA JPL ડિરેક્ટર લૌરી લેશનના જણાવ્યા અનુસાર, NISAR 2024 માં લોન્ચ થવાનું છે, તેને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ISRO અને NASA દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યું છે જે પૃથ્વીનો અભ્યાસ કરશે. આ પહેલીવાર હશે જ્યારે બંને દેશ ઔપચારિક રીતે આટલા મોટા મિશન પર એકબીજા સાથે કામ કરી રહ્યા છે. એવું કહેવાય છે કે આ મિશન 2024 ના પહેલા ક્વાર્ટરમાં શરૂ કરવામાં આવશે, જેનો સમયગાળો લગભગ ત્રણ મહિનાનો હશે.

NISAR શું છે?

NISAR એક રડાર મશીન છે જે પૃથ્વીની સપાટી પર નજર રાખશે. જેથી કરીને જાણી શકાય કે પૃથ્વીની સપાટીમાં કેવા પ્રકારના ફેરફારો થઈ રહ્યા છે. વાસ્તવમાં, ભારત અને અમેરિકાની સ્પેસ એજન્સીઓ એ સમજવા માંગે છે કે પર્યાવરણ કેવી રીતે બદલાઈ રહ્યું છે. લૌરી લેશનના જણાવ્યા અનુસાર, આનાથી એ જાણવામાં મદદ મળશે કે દરિયા કિનારે મેન્ગ્રોવ વાતાવરણને કેવી રીતે બદલી રહ્યું છે. એટલે કે બરફની ચાદર કેવી રીતે બદલાઈ રહી છે અને આખી દુનિયામાં ધરતીકંપ અને જ્વાળામુખી કેવી રીતે કામ કરી રહ્યા છે. નિસાર ઉપગ્રહનું વજન 2600 કિલો હશે. જે વિશ્વભરના હવામાનની આગાહી કરશે. કયા વિસ્તારમાં ભૂકંપ, સુનામી કે ભૂસ્ખલન થવાનું છે તે અગાઉથી જણાવશે.

2024માં શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે

નાસા અને ઈસરોનું આ મિશન પૃથ્વીની લો ઓર્બિટ સુધી જશે. તેને 2024ના પ્રથમ ક્વાર્ટરમાં શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. હાલમાં તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. લૌરી લેસન અનુસાર, તેને GSLV એટલે કે જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ માર્ક-II થી લોન્ચ કરવામાં આવશે. આ મિશન ત્રણ વર્ષ સુધી ચાલશે અને દર 12 દિવસે પૃથ્વીની બરફથી ઢંકાયેલી સપાટીનો અભ્યાસ કરશે.

આ પણ વાંચો: 16 નવેમ્બરના મહત્વના સમાચાર : વૈશાલી સુપરફાસ્ટ એક્સપ્રેસના સ્લીપર કોચમાં આગ લાગી

વૈજ્ઞાનિકો ઉત્સાહિત છે

નાસા જેપીએલના ડિરેક્ટર લૌરી લેશનના જણાવ્યા અનુસાર, નાસા અને ઈસરોના સાથીઓએ બેંગલુરુમાં સાથે કામ કર્યું તે ખૂબ જ રોમાંચક અનુભવ હતો. આ સમયગાળા દરમિયાન બંને દેશોના વૈજ્ઞાનિકોએ એકબીજાને ખૂબ સહકાર આપ્યો. સારા ટીમ વર્કથી બંને દેશના વૈજ્ઞાનિકોએ એકબીજા પાસેથી ઘણું શીખ્યું. લેશને દાવો કર્યો કે NISAR બાદ નાસા અને ISRO પણ મંગળ અને ચંદ્ર મિશનમાં કામ કરવા આતુર છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો