50 વર્ષ બાદ ફરી ચંદ્ર સુધી પહોંચશે માણસ, NASAએ જાહેર કર્યા ચાર અવકાશયાત્રીઓના નામ

આજે સોમવારે નાસાએ 4 અવકાશયાત્રીઓના નામ જાહેર કર્યા છે જે નાસાના આર્ટેમિસ - 2 મિશનના માધ્યમથી ચંદ્રની યાત્રા કરશે. અમેરિકાની અંતરિક્ષ મિશન માટે કામ કરતી સંસ્થાના નાસા આ મિશનને વર્ષ 2024 સુધી પૂરુ કરશે.

50 વર્ષ બાદ ફરી ચંદ્ર સુધી પહોંચશે માણસ, NASAએ જાહેર કર્યા ચાર અવકાશયાત્રીઓના નામ
NASA Artemis 2
| Edited By: | Updated on: Apr 03, 2023 | 11:49 PM

રોજ રાત્રે આકાશમાં આપણે સફેદ ચમકતા પૃથ્વીના ઉપગ્રહને જોઈએ છે. દરેક વ્યક્તિ તેને અલગ અલગ નામથી ઓળખે છે. ચંદ્ર, ચંદ્રમા,ચાંદા મામા અને મૂન તરીકે ઓળખતાના આ ઉપગ્રહ પર 50 વર્ષ બાદ ફરી માણસ પગ મૂકશે. આજે સોમવારે નાસાએ 4 અવકાશયાત્રીઓના નામ જાહેર કર્યા છે જે નાસાના આર્ટેમિસ – 2 મિશનના માધ્યમથી ચંદ્રની યાત્રા કરશે. અમેરિકાની અંતરિક્ષ મિશન માટે કામ કરતી સંસ્થાના નાસા આ મિશનને વર્ષ 2024 સુધી પૂરુ કરશે.

આ ચાર નામમાં ક્રિસ્ટીના કોચ, વિક્ટર ગ્લોવર, રીડ વાઈઝમૈન અને જેરેમી હૈનસનનો સમાવેશ થાય છે. છેલ્લે 1972માં અપોલો મિશન ખત્મ થયા બાદ 50 વર્ષ બાદ આ ચાર અવકાશયાત્રીઓ ચંદ્ર સુધી પહોંચશે. તેઓ નાસાના આર્ટેમિસ – 2 મિશનની મદદથી ચંદ્રની યાત્રા કરી પાછા આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડને આ અવકાશયાત્રીઓ સાથે ફોન પર વાત પણ કરી હતી.

50 વર્ષ બાદ ચંદ્ર નજીક માણસ

પણ ચંદ્ર પર પગ નહીં મૂકી શકે..

જણાવી દઈએ કે આર્ટેમિસ – 2 મિશન પહેલા ચંદ્ર સુધીની ઉડાનને ટાર્ગેટ કરી રહ્યું છે, તે ચંદ્ર પર લેન્ડ નહીં કરે. અવકાશ યાત્રીઓ ચંદ્રની આસપાસ ચક્કર લગાવીને પાછા ધરતી પર પરત ફરશે. નાસા આ મિશનની તૈયારીમાં જોરશોરથી લાગ્યું છે. નાશાના આ મિશનથી માણસનો મંગળ ગ્રહ સુધી પહોંચડાની દિશામાં થતા પ્રયત્નો પણ વેગ મળશે.

આર્ટેમિસ II મિશનનો નકશો

નાસાએ 18 અવકાશયાત્રીઓના પૂલમાંથી આ 4 અવકાશયાત્રીઓને પસંદ કર્યા છે. તે બધા આર્ટેમિસ કોર્પ્સનો ભાગ હતા. આ પૂલ લોકોના જુદા જુદા જૂથો સાથે બનાવવામાં આવ્યો હતો અને તેમાં વિવિધ જાતિના લોકોને રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન નાસાએ પ્રથમ મહિલા અવકાશયાત્રીને ચંદ્ર પર મોકલવાની યોજના બનાવી છે.

માણસની ચંદ્ર સુધીની સફર

16 જુલાઈ, 1969ના રોજ ઓપોલો 11ની મદદથી પ્રથમવાર માણસે ચંદ્ર પર પગ મૂક્યો હતો. છેલ્લે 19 ડિસેમ્બર, 1972ના રોજ ઓપોલો 17ની મદદથી માણસે ચંદ્ર પર પગ મૂક્યો હતો. ત્યાર બાદ કોઈ અવકાશયાત્રી ચંદ્ર સુધી પહોંચ્યો નથી. 50 વર્ષ બાદ ફરી માણસ ચંદ્ર નજીક પહોંચશે.

ચંદ્ર પર કોણ કોણ ચાલ્યું?

  • નીલ આર્મસ્ટ્રોંગ -એપોલો 11
  • એડવિન “બઝ” એલ્ડ્રિન -એપોલો 11
  • ચાર્લ્સ “પીટ” કોનરાડ  -એપોલો
  • એલન બીન -એપોલો
  • એલન બી. શેપર્ડ જુનિયર  -એપોલો 14
  • એડગર ડી. મિશેલ -એપોલો 14
  • ડેવિડ આર. સ્કોટ -એપોલો 15
  • જેમ્સ બી. ઇરવિન -એપોલો 15
  • જ્હોન યંગ -એપોલો 10 (ઓર્બિટલ), એપોલો 16 (ઉતરાણ)
  • ચાર્લ્સ એમ. ડ્યુક -એપોલો 16
  • યુજેન સેર્નન -એપોલો 10 (ઓર્બિટલ), એપોલો 17 (ઉતરાણ)
  • હેરિસન એચ. શ્મિટ -એપોલો

ચંદ્રની પરિક્રમા કોણે કોણે કરી?

  • ફ્રેન્ક બોર્મન -એપોલો 8
  • વિલિયમ એ. એન્ડર્સ -એપોલો 8
  • જેમ્સ એ. લવેલ જુનિયર  -એપોલો 8, એપોલો 13
  • થોમસ સ્ટેફોર્ડ -એપોલો 10
  • માઈકલ કોલિન્સ  -એપોલો 11
  • રિચાર્ડ એફ. ગોર્ડન જુનિયર  -એપોલો
  • ફ્રેડ  હાઈસ જુનિયર-એપોલો 13
  • જ્હોન એલ. સ્વિગર્ટ જુનિયર -એપોલો 13
  • સ્ટુઅર્ટ એ. રોઝ -એપોલો 14
  • આલ્ફ્રેડ એમ. વર્ડેન -એપોલો 15
  • થોમસ કે. મેટિંગલી II -એપોલો 16
  • રોનાલ્ડ ઇ. ઇવાન્સ -એપોલો 17

 

Published On - 11:42 pm, Mon, 3 April 23