YouTube ના આ પ્રોગ્રામ સાથે જોડાઇને 20 લાખથી વધુ લોકો કરી રહ્યા છે કમાણી, જાણો તમે કઇ રીતે કમાઇ શકો છો ?

|

Aug 24, 2021 | 2:52 PM

કમાણી કરવા માટે તમારે લાંબા સમય સુધી કામ કરવુ પડશે અને બાદમાં જ તમે કમાણી કરી શક્શો. તેના માટે તમારે સતત વીડિયો બનાવવા પડશે અને તેના બાદ જ તમારા માટે કમાણીની તકો બનશે.

YouTube ના આ પ્રોગ્રામ સાથે જોડાઇને 20 લાખથી વધુ લોકો કરી રહ્યા છે કમાણી, જાણો તમે કઇ રીતે કમાઇ શકો છો ?
Over 20 lakh creators earning from youtube partner program

Follow us on

YouTube એક એવુ પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ આજના સમયમાં બધા જ કરે છે. યુટ્યુબનું કહેવુ છે કે 20 લાખથી વધુ લોકોને તે ગ્લોબલી પૈસા કમાવવામાં મદદ કરી રહ્યુ છે. કંપનીએ જાહેરાત કરી છે કે તેના પાર્ટનર પ્રોગ્રામે 2 મિલિયન ક્રિએટર્સથી વધુનો આંકડો પાર કરી લીધો છે. જણાવી દઇએ કે, યૂટ્યુબ પાર્ટનર પ્રોગ્રામને 14 વર્ષ પહેલા 2007 માં લોન્ચ કરવામાં આવ્યો હતો.

કંપનીએ પોતાના બ્લોગ પોસ્ટમાં જણાવ્યુ છે કે જે પણ ક્રિએટર યૂટ્યુબ પ્રોગ્રામનો ભાગ છે તેઓ પૈસા કમાઇ શકે છે અને યૂટ્યુબના 10 મૉનેટાઇઝેશન ફિચરની મદદથી પોતાના કંટેન્ટથી પૈસા કમાઇ શકે છે જેમાં એડવર્ટાઇઝિંગથી લઇને મર્ચેંડાઇઝને વેચવા સુધીની વસ્તુઓ સામેલ છે.

પાછલા 3 વર્ષોમાં યૂટ્યુબ ક્રિએટર્સ, આર્ટિસ્ટ અને મીડિયા કંપનીઓને 30 બિલિયન ડૉલરથી વધુનુ પેમેન્ટ કર્યુ છે. કંપનીએ આગળ લખ્યુ કે, જો હમણાના યૂટ્યુબ પાર્ટનર્સ પ્રોગ્રામની વાત કરીએ તો નવા જોડાયેલા લોકોની સંખ્યા ગત વર્ષ કરતા બમણી છે. અમેરીકામાં દર વર્ષે યૂટ્યુબ આવકમાં 35 ટકાનો વધારો થઇ રહ્યો છે અને તેઓ લાખોમાં કમાણી કરી રહ્યા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સાથે જ તેમાં કહેવામાં આવ્યુ છે કે, યૂટ્યુબથી કમાણી કરવાના કારણે જોબ પણ ક્રિએટ થઇ રહી છે. કંપનીએ દાવો કર્યો છે કે ફક્ત 2019 માં યૂટ્યુબના ક્રિએટીવ ઇકોસિસ્ટમે ફક્ત અમેરીકામાં જ 345,000 ફુલ ટાઇમ જોબ ક્રિએટ કરી છે.

તમને જણાવી દઇએ કે કમાણી કરવા માટે તમારે લાંબા સમય સુધી કામ કરવુ પડશે અને બાદમાં જ તમે કમાણી કરી શક્શો. તેના માટે તમારે સતત વીડિયો બનાવવા પડશે અને તેના બાદ જ તમારા માટે કમાણીની તકો બનશે. તેમાં તમારે ફક્ત એક વાયરલ વીડિયો ક્રિએટ નથી કરવાનો હોતો પરંતુ સતત વીડિયોઝ બનાવવાના હોય છે. તેવામાં જો તમે સક્સેસ ફુલ થાવ છો તો તમે યૂટ્યુબ પાર્ટનર પ્રોગ્રામને જોઇન કરીને કમાણી કરી શકો છો.

-યૂટ્યુબ ચેનલ મૉનેટાઇઝેશન પોલીસીને ફોલો કરો. યૂટ્યુબ ચેનલ મૉનેટાઇઝેશન પોલીસી અન્ય પોલીસીઓનું કલેક્શન હોય છે જે તમારી યૂટ્યુબ ચેનલને મૉનેટાઇઝ કરવાની તક આપે છે.
– તમારી ચેનલ પર કોઇ પણ એક્ટિવ કોમ્યૂનિટી ગાઇડલાઇનની સ્ટ્રાઇક નહી હોવી જોઇએ.
– તમારી પાસે ગત 12 મહિનાઓમાં 4000 વેલિડ પબ્લિક વોચ અવર્સ હોવા જોઇએ.
– તમારી પાસે ઓછામાં ઓછા 1000 સબ્સક્રાઇબર હોવા જોઇએ.
– સાથે જ તમારી પાસે લિંક્ડ Adsense એકાઉન્ટ હોવુ જોઇએ.

આ તમામા બાબતને ફોલોવ કરીને તમે યૂટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ માટે એપ્લાય કરી શકો છો.

આ પણ વાંચો –

Tokyo paralympics :અફઘાનિસ્તાન નહીં પરંતુ તેનો ધ્વજ ટોક્યો પેરાલિમ્પિક્સનો ભાગ હશે, IPCએ કહ્યું – એકતાનો સંદેશ આપશે

આ પણ વાંચો –

આ સરળ સ્ટેપ્સને ફોલોવ કરીને WhatsApp ના માધ્યમથી બુક કરો વેક્સિનેશન સ્લોટ

Next Article