હવે JIO ના ઇન્ટરનેટથી ચાલશે MG મોટર્સની ગાડીઓ, ગામડાઓમાં પણ મળશે હાઇ સ્પીડ કનેક્ટીવીટી

|

Aug 03, 2021 | 3:54 PM

કાર નિર્માતાએ ભારતીય ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક એવા ફિચર્સ લોન્ચ કર્યા છે. જે પહેલી વાર લોકોની સામે આવ્યા. તેણે ઇન્ટરનેટ કનેક્ટેડ કાર, ઓટોનોમસ સ્તર એક એડીએએસ (ADAS) ટેક્નોલોજી અને ઇલેક્ટ્રિક કારની માંગને વધારી.

હવે JIO ના ઇન્ટરનેટથી ચાલશે MG મોટર્સની ગાડીઓ, ગામડાઓમાં પણ મળશે હાઇ સ્પીડ કનેક્ટીવીટી
MG Motor ties up with Jio for connected features in its upcoming mid-size SUV

Follow us on

MG Motor ઇન્ડિયાએ ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર જીયો ઇન્ડિયા સાથે પોતાની ભાગીદારીની (MG Motor ties up with Jio) જાહેરાત કરી દીધી છે. MG મોટર્સે આ ભાગીદારી પોતાની આગામી મિડ સાઇઝ એસયૂવી માટે કરી છે જેમાં હવે જીયોના IoT સોલ્યુશન્સ લગાવવામાં આવશે. MG Hector અને ZS EV જેવી કારોનું વેચાણ કરતી કંપની તેના આગામી મોડલ્સમાં IoT સોલ્યુશન દ્વારા ઇનેબલ્ડ આઇટી સિસ્ટમનું ઉપયોગ કરશે.

 

કંપનીએ આ પાર્ટનરશિપ પર પોતાનું નિવેદન આપતા જણાવ્યુ કે, એમજી મોટર્સની આવનાર મિડ સાઇઝ એસયૂવીના ગ્રાહકોને જીયોના 4જી નેટવર્કના કારણે દૂર દૂરના વિસ્તારોમાં પણ હાઇ સ્પીડ ઇન-કાર કનેક્ટીવીટી મળશે. કંપનીએ વધુમાં જણાવ્યુ કે, એમજીની મિડ સાઇઝ એસયૂવીના ગ્રાહકોને ફક્ત શહેરોમાં જ નહીં પરંતુ નાના નાના ગામડાઓમાં પણ હાઇ-ક્વાલિટી કનેક્ટીવીટીની સાથે સાથે જીયોના વ્યાપક ઇન્ટરનેટ આઉટરીચનો લાભ મળશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

જીયો નવા જમાનાનું કનેક્ટેડ વ્હીકલ સોલ્યુશન હાર્ડવેર, સોફ્ટવેર અને કનેક્ટીવીટીનું એક નવું કોમ્બિનેશન છે જે યૂઝર્સને ચાલતા ફરતા વાહનો અને લોકોને ટ્રેંડિંગ ઇન્ફોટેનમેન્ટ અને રિયલ-ટાઇમ ટેલીમૈટિક્સ સુધી પહોંચવામાં સક્ષમ બનાવે છે.

 

જીયોના eSIM, IoT અને સ્ટ્રીમિંગ સોલ્યુશનથી MG યૂઝર્સને મળશે લાભ

આ ભાગીદારી પર એમજી મોટર્સ ઇન્ડિયાના અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક રાજીવ ચાબાએ કહ્યુ કે, ટેક્નોલોજી અને ઇનોવેશન ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં કનેક્ટેડ કાર સ્પેસનું નેતૃત્વ કરે છે. સોફ્ટવેર-ડ્રિવન ડિવાઇઝો પર ફોકસ વધી રહ્યુ છે અને IoT સ્પેસમાં જીયો કેવી ટેક-ઇનોવેટરની સાથે અમારી વર્તમાન ભાગીદારી ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં એમજી મોટરને એક ટેક્નોલોજી લીડરના રૂપમાં સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલુ છે. આ ભાગીદારીથી સુનિશ્ચિત થાય છે કે અમારી આગામી મિડ-સાઇડ કનેક્ટેડ એસયૂવીથી ડ્રાઇવિંગ એક્સપીરિયંસ વધુ સરળ બને અને ટેક્નોલોજી સપોર્ટેડ સિક્યોરિટી મળે.

 

MG મોટર ઇન્ડિયાએ લોન્ચ કરી પહેલી ઇન્ટરનેટ કનેક્ટેડ કાર

ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ઇનોવેશન ક્ષેત્રે આગળ રહેતા એમજી મોટરએ ભારતમાં પોતાના સંચાલનની શરૂઆતથી જ ઓટો-ટેક ઇનોવેશન પર ફોકસ કર્યુ છે. કાર નિર્માતાએ ભારતીય ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક એવા ફિચર્સ લોન્ચ કર્યા છે. જે પહેલી વાર લોકોની સામે આવ્યા. તેણે ઇન્ટરનેટ કનેક્ટેડ કાર, ઓટોનોમસ સ્તર એક એડીએએસ (ADAS) ટેક્નોલોજી અને ઇલેક્ટ્રિક કારની માંગને વધારી.

 

આ પણ વાંચો – SSC GD Constable 2021: 2,847 પોસ્ટ માટે કરાશે મહિલાઓની ભરતી, ધોરણ 10 પાસ પણ કરી શકે અરજી, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો – દુનિયાની સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થી છે 11 વર્ષની ભારતીય મૂળની આ બાળકી, SAT અને ACT ટેસ્ટમાં કર્યુ અસાધારણ પ્રદર્શન

Next Article