Meta Down: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અચાનક ડાઉન, વિશ્વભરના યુઝર્સને પડી રહી છે મુશ્કેલી

ગુરુવારે સાંજે મેટાના લોકપ્રિય પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થઈ ગયા હતા. વિશ્વભરના લાખો યુઝર્સને તેમના એકાઉન્ટ્સ એક્સેસ કરવામાં અને લોગ ઇન કરવામાં મુશ્કેલી પડી હતી.

Meta Down: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અચાનક ડાઉન, વિશ્વભરના યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
| Updated on: Jun 12, 2026 | 8:44 PM

મેટાના લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ગુરુવારે સાંજે અચાનક ડાઉન થઈ ગયા હતા, જેના કારણે વિશ્વભરના લાખો યુઝર્સને તેમના એકાઉન્ટ્સ એક્સેસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યાની અસર વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન બંને પર જોવા મળી હતી.

ઘણા યુઝર્સે ફરિયાદ કરી હતી કે તેઓ ફેસબુકમાં લોગ ઇન કરી શકતા નહોતા, જ્યારે કેટલાક લોકોને એપ્લિકેશન અને વેબસાઇટ બંનેનો ઉપયોગ કરવામાં અવરોધો આવ્યા હતા. ફેસબુકની સત્તાવાર વેબસાઇટ પર પેજ રિફ્રેશ કરતાં “Sorry, something went wrong” નો સંદેશ દેખાઈ રહ્યો હતો. તેની સાથે કંપનીએ જણાવ્યું હતું કે ટેક્નિકલ ટીમ સમસ્યાના નિરાકરણ માટે કામ કરી રહી છે.

આઉટેજ માત્ર કોઈ એક દેશ અથવા વિસ્તાર સુધી મર્યાદિત નહોતો. ભારત સહિત અમેરિકા, યુરોપ અને અન્ય ઘણા દેશોના યુઝર્સે પણ સમાન પ્રકારની સમસ્યાઓનો અનુભવ કર્યો હોવાનું સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું. અનેક ભારતીય શહેરોમાં પણ લોકો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં અસમર્થ રહ્યા હતા.

આઉટેજ ટ્રેક કરતી વેબસાઇટ ડાઉનડિટેક્ટર અનુસાર, 12 જૂનના રોજ સાંજે 7 વાગ્યા સુધીમાં 1 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ હતી. અંદાજે 56 ટકા યુઝર્સને ફેસબુક એપ્લિકેશનમાં સમસ્યા આવી રહી હતી, જ્યારે 25 ટકા લોકો લોગ ઇન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ઉપરાંત, 11 ટકા યુઝર્સે વેબસાઇટ એક્સેસ કરવામાં પણ મુશ્કેલી હોવાની જાણ કરી હતી.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થતાં જ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર #FacebookDown અને #InstagramDown ટ્રેન્ડ થવા લાગ્યા હતા. યુઝર્સે પોતાની સમસ્યાઓ અને અનુભવો શેર કરતાં અનેક પોસ્ટ્સ કરી હતી. કેટલાક લોકોએ જણાવ્યું હતું કે તેમના એકાઉન્ટ્સ અચાનક લોગઆઉટ થઈ ગયા હતા, જ્યારે અન્ય યુઝર્સને ફીડ રિફ્રેશ કરવામાં સમસ્યા આવી રહી હતી.

સમાચાર લખાઈ રહ્યા હતા ત્યાં સુધી મેટા તરફથી આ આઉટેજ પાછળનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નહોતું. કંપનીએ માત્ર એટલું જ જણાવ્યું હતું કે ટેક્નિકલ ટીમ સમસ્યાને દૂર કરવા માટે કાર્યરત છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સેવાઓ સંપૂર્ણપણે ક્યારે પુનઃસ્થાપિત થશે તે અંગે પણ કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

કેક અને મીઠાઈના પેકેજિંગમાં સ્ટેપલર પિનનો ઉપયોગ કરશો તો ગયા સમજજો

Follow Us