વીડિયોને લાઈક કરો અને રૂપિયા કમાઓ, લોકોને લાલચ આપીને થઈ રહી છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ

|

Nov 11, 2023 | 1:26 PM

રાજુને યુટ્યુબ પર જઈને વિડિયો લાઈક કરવા અને ત્યારબાદ તેનો સ્ક્રીનશોટ લઈ અને શેર કરવા માટે કહેવામાં આવ્યું હતું. રાજુએ આપેલી સૂચના પ્રમાણે કર્યું અને તેને થોડા રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. આ જોઈ રાજુને વિશ્વાસ આવ્યો અને તેમણે બેંક ખાતાની વિગતો શેર કરી. તેમને થયું કે, હવે વધારે રૂપિયા મળશે તેથી અંગત માહિતી શેર કરી હતી.

વીડિયોને લાઈક કરો અને રૂપિયા કમાઓ, લોકોને લાલચ આપીને થઈ રહી છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ
Video Like Fraud

Follow us on

દેશમાં દિવસેને દિવસે સાયબર ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્કેમર્સ નવી નવી પદ્ધતિ દ્વારા લોકોને પોતાના શિકાર બનાવી રહ્યા છે. તેમાં પણ ઓનલાઈન વર્ક ફ્રોમ હોમની લાલચ આપી જોબ સ્કેમના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. સામાન્ય લોકો ઠગની જાળમાં ફસાઈ જાય છે અને લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે. સાયબર ફ્રોડનો એક નવો મામલો સામે આવ્યો છે, જેમાં નાગપુરના એક વ્યક્તિને છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવ્યો છે.

ટેલિગ્રામ એકાઉન્ટ દ્વારા સંપર્ક કર્યો

નાગપુરથી એક નવો કેસ સામે આવ્યો છે, જેમાં 56 વર્ષીય સરીકોંડા રાજુને સાયબર ફ્રોડનો શિકાર બનાવવામાં આવ્યો છે. આ છેતરપિંડીમાં રાજુને અંદાજે 77 લાખ રૂપિયાનું નુકશાન થયું હતું. સાયબર ઠગ્સે પહેલા રાજુનો ટેલિગ્રામ એકાઉન્ટ દ્વારા સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સ્કેમર્સે રાજુને વીડિયોને લાઈક કરીને કમાણી કરવાની લાલચ આપી હતી.

બેંક ખાતાની વિગતો શેર કરી

રાજુને યુટ્યુબ પર જઈને વિડિયો લાઈક કરવા અને ત્યારબાદ તેનો સ્ક્રીનશોટ લઈ અને શેર કરવા માટે કહેવામાં આવ્યું હતું. રાજુએ આપેલી સૂચના પ્રમાણે કર્યું અને તેને થોડા રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. આ જોઈ રાજુને વિશ્વાસ આવ્યો અને તેમણે બેંક ખાતાની વિગતો શેર કરી. તેમને થયું કે, હવે વધારે રૂપિયા મળશે તેથી અંગત માહિતી શેર કરી હતી.

Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ

કુલ 77 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી

રાજુના બેંક ખાતાની માહિતી મળ્યા બાદ થોડા દિવસ પછી તેના એકાઉન્ટમાંથી તેઓએ નાની નાની રકમના ટ્રાન્સેક્શન કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ થોડા થોડા કરીને તેના ખાતામાંથી કુલ 77 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : સાયબર ગુનેગારોની હવે ખેર નહીં, પ્રતિબિંબ એપ દ્વારા સ્કેમર્સને ટ્રેક કરાવામાં આવશે, સાયબર ફ્રોડના કેસમાં થશે ઘટાડો

ફ્રોડથી બચવા માટે આ બાબતોનું રાખો ધ્યાન

લોકોને સરકાર અને પોલીસ દ્વારા સલાહ આપવામાં આવે છે કે, જો તમને પણ આવો કોઈ મેસેજ મળે તો એક વાર તેની ચકાસણી કરવી જોઈએ. અજાણી લિંક પર ક્લિક કરશો નહીં. જો તમને કોઈ સરળતાથી નાના કામ માટે મોટી કમાણી કરવાની લાલચ આપે તો છેતરાશો નહીં. આ ઉપરાંત તમારા બેંક ખાતાની વિગતો કોઈપણ અજાણ્યા વ્યક્તિઓ સાથે શેર કરશો નહીં.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article