Tech News: લાસ્ટ 15 મિનિટની સર્ચ હિસ્ટ્રી થઈ જશે ગાયબ, ગૂગલ એન્ડ્રોઈડ એપમાં જલ્દી મળશે આ ફિચર

|

Mar 20, 2022 | 9:26 AM

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એન્ડ્રોઈડ એપમાં આ ફીચર આવવામાં થોડો સમય લાગ્યો છે. Googleએ પ્રથમ મે મહિનામાં Google I/O પર આ સુવિધાની જાહેરાત કરી હતી અને તે જુલાઈમાં Google ની iOS એપ્લિકેશન પર આવી હતી.

Tech News: લાસ્ટ 15 મિનિટની સર્ચ હિસ્ટ્રી થઈ જશે ગાયબ, ગૂગલ એન્ડ્રોઈડ એપમાં જલ્દી મળશે આ ફિચર
Symbolic Image

Follow us on

ગૂગલ (Google) તેના યુઝર્સને નવા ફીચર્સ રજૂ કરતું રહે છે. આ વખતે પણ કંપની આવું જ કંઈક કરવા જઈ રહી છે. ગૂગલ તરફથી બહુ જલ્દી એક ફીચર આવી રહ્યું છે, જે તમારા 15-મિનિટની સર્ચ હિસ્ટ્રી(Search History)ને ડિલીટ કરવાનો વિકલ્પ આપશે. ટેક જાયન્ટ ગૂગલ તેની એન્ડ્રોઈડ એપ (Android App)માં છેલ્લા 15 મિનિટના સર્ચ હિસ્ટ્રીને ડિલીટ કરવા માટે એક ફીચર ઉમેરી શકે છે. XDA ડેવલપરના ભૂતપૂર્વ એડિટર-ઈન-ચીફ મિશાલ રહેમાને જણાવ્યું હતું કે તેમને આ સુવિધા વિશે જાણ કરવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એન્ડ્રોઈડ એપમાં આ ફીચર આવવામાં થોડો સમય લાગ્યો છે.

Googleએ પ્રથમ મે મહિનામાં Google I/O પર આ સુવિધાની જાહેરાત કરી હતી અને તે જુલાઈમાં Googleની iOS એપ્લિકેશન પર આવી હતી. તે સમયે ગૂગલે કહ્યું હતું કે તે 2021 પછી એપ્લિકેશનના એન્ડ્રોઈડ વેરિઅન્ટ પર આવશે, પરંતુ કેટલાક કારણોસર કંપનીએ તે સમયમર્યાદા ચૂકી હતી.

કંપની આ ફીચરને ડેસ્કટોપ પર લાવવાની યોજના બનાવી રહી છે કે કેમ તે પણ સ્પષ્ટ નથી, એમ તેમણે ઉમેર્યું. મેની જાહેરાત પછી તેણે સ્પષ્ટ કર્યું નથી કે તે કયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. જોકે જુલાઈમાં ગૂગલે માત્ર એટલું જ કહ્યું હતું કે આ ફીચર iOS અને Android એપ્સમાં આવશે. ગૂગલે કમેન્ટ્સ માટેની વિનંતીનો તરત જ જવાબ આપ્યો ન હતો.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

આ દિવસે Google I/O કોન્ફરન્સ યોજાશે

આપને જણાવી દઈએ કે ગૂગલની વાર્ષિક ડેવલપર કોન્ફરન્સની જાહેરાત કરવામાં આવી છે. Google I/O કોન્ફરન્સ આ વર્ષે 11મી મે 2022ના રોજ યોજાઈ રહી છે. આ બે દિવસીય કોન્ફરન્સ હશે, જે 12 મે સુધી ચાલશે. આમાં વિવિધ સત્રો યોજાશે. દરેક સત્રમાં સોફ્ટવેર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. પ્રશ્નો અને જવાબો પણ હોઈ શકે છે. આ સિવાય કેટલીક મોટી જાહેરાતો પણ શક્ય છે.

આ પણ વાંચો: Viral: કપડા સુકવવામાં કૂતરાએ કરી મદદ, વીડિયો જોઈ લોકોએ કહ્યું ‘આવો હેલ્પર અમારે પણ જોઈએ’

આ પણ વાંચો:IPL 2022: સ્ટાર કેરેબિયન બેટ્સમેન આઇપીએલનો ફાયદો ટેસ્ટ ક્રિકેટમાં આ રીતે મેળવશે, બેટીંગ સુધારવા માટે બનાવ્યુ લક્ષ્ય

Next Article