Masked Aadhaar: જાણો શું હોય છે માસ્ક્ડ આધાર અને કેવી રીતે કરવું તેને ડાઉનલોડ

|

Jan 06, 2022 | 1:36 PM

આધાર કાર્ડનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે. તમે તેનો ઉપયોગ નવું સિમ લેવાથી લઈને બેંક એકાઉન્ટ ખોલવા સુધી કરી શકો છો. કેટલીકવાર ખાનગી કંપનીઓમાં પણ તમારા આધાર કાર્ડની જરૂર પડે છે.

Masked Aadhaar: જાણો શું હોય છે માસ્ક્ડ આધાર અને કેવી રીતે કરવું તેને ડાઉનલોડ
Aadhaar Card (Symbolic Image)

Follow us on

આધાર કાર્ડ(Aadhaar Card)નો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે. તમે તેનો ઉપયોગ નવું સિમ લેવાથી લઈને બેંક એકાઉન્ટ ખોલવા સુધી કરી શકો છો. કેટલીકવાર ખાનગી કંપનીઓ પણ તમારા આધાર નંબરની માંગણી કરે છે. ઘણા લોકો પ્રાઈવેસીના કારણે આધાર કાર્ડ આપવામાં અચકાતા હોય છે.

પરંતુ, તમે કોઈપણ ચિંતા વગર આધાર નંબર અન્ય લોકો સાથે શેર કરી શકો છો. આ માટે તમારે ફક્ત તમારા આધાર પર માસ્ક લગાવવાની જરૂર છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ માસ્ક્ડ આધાર (Masked Aadhaar)શું છે અને તેનાથી શું ફાયદો થશે.

જો વપરાશકર્તા તેની અંગત વિગતો શેર કરવામાં કમ્ફર્ટેબલ નથી, તો તે માસ્ક્ડ આધારનો ઉપયોગ કરી શકે છે. માસ્ક કરેલ આધાર તમારા ડાઉનલોડ કરેલ ઈ-આધાર(e-Aadhaar)માં આધાર નંબરને માસ્ક કરશે. આ પ્રથમ 8 અંકોને એક કેરેક્ટર સાથે બદલશે. આધાર પર માત્ર છેલ્લા ચાર અંકો જ દેખાશે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

આ સાથે, તમારે સંપૂર્ણ આધાર નંબર આપવાની જરૂર રહેશે નહીં. જો તે ક્યાંક ખોવાઈ જાય તો પણ તેનો દુરુપયોગ થઈ શકતો નથી. તમે તેને UIDAI પરથી ડાઉનલોડ કરી શકો છો અથવા તેને આધાર કેન્દ્ર પરથી પણ લઈ શકો છો.

માસ્ક્ડ આધારનો ઉપયોગ એરપોર્ટ, ટ્રેન ટિકિટ વેરિફિકેશન, મોબાઈલ નંબર લિંક અને અન્ય સ્થળોએ પણ થઈ શકે છે. આ માટે તમારે UIDAI સાઇટ myaadhaar.uidai.gov.in પર જવું પડશે. અહીં તમને માય આધારનો વિકલ્પ મળશે.

ડ્રોપ ડાઉન મેનૂમાંથી, તમારે આધાર ડાઉનલોડ કરવાનો વિકલ્પ પસંદ કરવો પડશે. અહીં તમને 12 અંકનો આધાર નંબર અથવા વર્ચ્યુઅલ ID અથવા એનરોલમેન્ટ નંબર પૂછવામાં આવશે, ત્યારબાદ તમારે માસ્ક્ડ આધારનો વિકલ્પ પસંદ કરવો પડશે. પછી કેપ્ચા કોડ અને OTP ની ચકાસણી કર્યા પછી, તમે માસ્ક્ડ આધાર ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચો: Bulli Bai Case: આરોપી નેપાળી યુવકનો મુંબઈ પોલીસને પડકાર, ફ્લાઇટની ટિકિટ મોકલો તો સરેન્ડર કરી દઈશ, ISI ફંડિંગની શંકા

આ પણ વાંચો: Uttarakhand Election: ચૂંટણી વર્ષમાં ધામી સરકારે ખોલ્યો પટારો, ભૂતપૂર્વ સૈનિકો માટે હાઉસ ટેક્સમાં મુક્તિ અને વિધવા અને વિકલાંગ પેન્શનમાં વધારો

આ પણ વાંચો: Tunnel Farming: ખેડૂતો ખેતીમાં વધુ સારૂ ઉત્પાદન અને નફો મેળવવા અપનાવી શકે છે આ અનોખી પદ્ધતિ

Next Article