Tech News: Jio એ સેટેલાઇટ આધારિત બ્રોડબેન્ડ સેવાના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, SES સાથે દૂરના વિસ્તારોમાં પણ આપશે ઇન્ટરનેટ

|

Feb 14, 2022 | 12:52 PM

Jio Join venture to SES: Jio એ ભારતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ લોન્ચ કરવા માટે SES સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. Jio અને SES ભારતમાં ખૂબ જ સસ્તા દરે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી (Broadband Connectivity) ઓફર કરશે.

Tech News: Jio એ સેટેલાઇટ આધારિત બ્રોડબેન્ડ સેવાના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, SES સાથે દૂરના વિસ્તારોમાં પણ આપશે ઇન્ટરનેટ
Symbolic Image

Follow us on

Jio Platforms Limited (JPL) એ ભારતની અગ્રણી ડિજિટલ સેવા પ્રોવાઈડર કંપની છે. Jio એ ભારતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ લોન્ચ કરવા માટે SES સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આપને જણાવી દઈએ કે એસઈએસ (SES) એ અગ્રણી વૈશ્વિક સેટેલાઈટ આધારિત સામગ્રી કનેક્ટિવિટી સોલ્યુશન પ્રોવાઈડર છે. Jio સાથે ભાગીદારી કર્યા પછી, Jio અને SES ભારતમાં ખૂબ જ સસ્તા દરે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી (Broadband Connectivity) ઓફર કરશે. Jio આ ભાગીદારીમાં 51 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે SES 49 ટકા હિસ્સો ધરાવે છે.

શું ખાસ હશે?

Jio અને SES સાથે ભાગીદારીમાં મલ્ટી ઓર્બિટ સ્પેસ નેટવર્કનો ઉપયોગ કરશે, જે જીઓ સ્ટેશનરી (GEO) અને મીડિયમ અર્થ ઓર્બિટ (MEO) નું સંયોજન હશે. આ સંયોજન મલ્ટી ગીગાબાઈટ લિંક્સ પ્રદાન કરશે. આ રીતે, Jio ભારત અને પડોશી પ્રદેશોમાં ઓપ્ટિકલ ફાઈબર વિના ઝડપી ઈન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરતી ટેલિકોમ પ્રોવાઈડર બની જશે.

Jio ભારત સહિત આંતરરાષ્ટ્રીય એરોનોટિકલ અને મેરીટાઇમ ગ્રાહકોને ઇન્ટરનેટ સેવા પ્રદાન કરશે. Jio સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસ 100 Gbpsની મજબૂત સ્પીડ પર ઇન્ટરનેટ સેવા પ્રદાન કરશે. મુકેશ અંબાણીની Jio ભારતમાં SES સાથે ભાગીદારીમાં ભારતમાં વ્યાપક ગેટવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવશે. આ ભાગીદારી હેઠળ લગભગ US $100 મિલિયન (આશરે રૂ. 755 કરોડ)નું રોકાણ કરવામાં આવશે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

એલોન મસ્કને મોટો ફટકો પડશે?

મુકેશ અંબાણીની કંપની Jio દ્વારા સેટેલાઇટ આધારિત બ્રોડબેન્ડ કનેક્ટિવિટીની જાહેરાત એલોન મસ્કને મોટો ઝટકો આપી શકે છે. વાસ્તવમાં એલોન મસ્કની સેટેલાઇટ આધારિત કનેક્ટિવિટી પ્રોવાઇડર કંપની સ્ટારલિંક લાંબા સમયથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, કેટલીક કાયદાકીય સમસ્યાઓના કારણે, ભારત સરકારે હાલ માટે સ્ટારલિંક સેવા શરૂ કરવા પર રોક લગાવી છે. આ સાથે સ્ટારલિંક કંપનીને ગ્રાહકોના સંપૂર્ણ પૈસા પરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જે પ્રી-બુકિંગના નામે લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Pulwama attack: NIA તપાસમાં પાકિસ્તાનના ષડયંત્રથી લઈને સનસનાટીભર્યા ખુલાસા, જાણો પુલવામા હુમલા સાથે જોડાયેલી 10 જાણી-અજાણી વાતો

આ પણ વાંચો: Goa Assembly Election 2022 Voting Live: મતદાનની શાનદાર શરૂઆત, ગોવામાં 26.63% મતદાન, ઉત્તરાખંડમાં 18.97 ટકા મતદાન, ઉત્તરપ્રદેશમાં 23 ટકા મતદાન

Next Article