આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આજે ભારતમાં ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ઘણી સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આપણને આની જરૂર રહેતી હોય છે. આધાર કાર્ડ એ તમારી ઓળખનો પુરાવો છે. તે UIDAI સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે.
આ દિવસોમાં પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો સાથે આધાર કાર્ડ (Aadhaar card) લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. બીજી બાજુ, જો તમે કરદાતા છો, તો તમારે તમારી ITR (Income Tax Return) ને આધાર કાર્ડ સાથે લિંક કરવું આવશ્યક છે. હવે તેને ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે.
જો તમે તમારા આધાર કાર્ડને ITR સાથે લિંક નહીં કરો, તો તમે ઈન્કમ ટેક્સ રિટર્ન પૂર્ણ કરી શકશો નહીં. અહીં આજે અમે તમને તે પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા આધારને ITR સાથે સરળતાથી લિંક કરી શકો છો. આવો જાણીએ.
આધાર કાર્ડને ITR સાથે લિંક કરવા માટે, તમારે આવકવેરાની સત્તાવાર વેબસાઇટ https://incometaxindiaefiling.gov.in/ પર જવું પડશે.
અહીં તમારે યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે.
તમારી સ્ક્રીન પર હોમપેજ ખુલશે. અહીં પ્રોફાઇલ સેટિંગ્સનો વિકલ્પ પસંદ કરો.
હવે તમારે આધારનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
નવા પેજ પર તમારી આધાર વિગતો દાખલ કરો. તે પછી હવે લિંકનો વિકલ્પ પસંદ કરો.
આ પ્રક્રિયા પછી, તમારે નેક્સટ સ્ટેપ પર PAN ડેટા સાથે તમારી આધાર વિગતોની ચકાસણી કરવી પડશે.
હવે તમારે આવકવેરા ચકાસવા માટે ‘જો તમે તમારા રિટર્નને ઈ-વેરીફાઈ કરવા માટે આધાર OTP જનરેટ કરવા માંગતા હોવ તો’ વિકલ્પ પસંદ કરવો પડશે. થોડીવાર પછી તમારા આધાર કાર્ડ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે.
તમે આ OTP દ્વારા અપલોડ કરેલ રિટર્ન ઈ-વેરીફાઈ કરી શકો છો. બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમારું આધાર કાર્ડ સફળતાપૂર્વક ITR સાથે લિંક થઈ જશે.