
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ દાવો કર્યો છે કે તે 12 ઓગસ્ટે ઇઓએસ-3 (EOS-3) સેટેલાઇટને લોન્ચ કરશે. લોન્ચિંગ માટે GSLV-MK3 નો ઉપયોગ કરવામાં આવશે. EOS-3/GISAT-1 ની લોન્ચિંગ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા દ્વીપ પર સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર્સ પરથી કરવામાં આવશે,
તેને 12 ઓગસ્ટ 2021 ના રોજ 5: 43 એ લોન્ચ કરવામાં આવશે. કોરોનાની બીજી લહેરને કારણે ચાલી રહેલા આ મિશનને રોકી દેવામાં આવ્યુ હતુ. હવે એજન્સી તેને ફરીથી લોન્ચ કરશે. ચંદ્રયાન 2 મિશન બાદ GSLV Mk III (લોન્ચ વ્હિકલ) ની મદદથી લોન્ચ થનાર આ બીજી સંચાલિત ઉડાન હશે.
તે સેટેલાઇટ સુરક્ષા માટે કામ આવશે. તે એક અર્થ ઓબ્ઝર્વર સેટેલાઇટ છે. જે ફક્ત ભારતની જમીન અને તેની સીમાઓ પર અંતરિક્ષમાંથી નજર રાખશે. રોકેટ GSLV Mk III સેટેલાઇટને જીયોસ્ટેશનરી ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે જ્યાં તે 36 હજાર કિલોમીટરની ઉંચાઇ પર પૃથ્વીના ચક્કર લગાવતી રહેશે.
ભારતે હમણા સુધી 600 થી 800 સેટેલાઇટ લોન્ચ કરી છે.
લોન્ચિંગ વાતાવરણ અથવા તો કોઇ ટેક્નીકલ સમસ્યાને કારણે સ્થગિત પણ થઇ શકે છે. GSLV-MK3 રોકેટથી પહેલી વાર ઓઝાઇવ્ડ શેપ્ડ પેલોડ ફેયરિંગ (OPLF) સેટેલાઇટને છોડવામાં આવશે. એટલે કે, EOS-3/GISAT-1 સેટેલાઇટ OPLF કેટેગરીમાં આવે છે. તેનો મતલબ છે કે સેટેલાઇટ 4 મીટર વ્યાસના મહેરાબ જેવી દેખાશે.
ઇસરોના સૂત્રો પ્રમાણે, આ સ્વદેશી ક્રાયોજેનિક એન્જીન ધરાવતા રોકેટની આઠમી ઉડાન હશે. GSLV રોકેટની 14 મી ઉડાન લોન્ચના 19 મિનીટની અંદર EOS-3/GISAT-1 સેટેલાઇટને પોતાની નિર્ધારિત કક્ષામાં સ્થાપિત કરી દેવાશે. 2268 કિલોગ્રામ વજનની EOS-3/GISAT-1 સેટેલાઇટ હમણા સુધીમાં ભારતની સૌથી ભારે અર્થ ઓબ્ઝર્વેશવન સેટેલાઇટ હશે.
આની પહેલા ભારતે 600 થી 800 કિલોગ્રામની સેટેલાઇટને લોન્ચ કરી હતી. આ સેટેલાઇટ ધરતીના ચારેતરફ 600 કિલોમીટરની ઉંચાઇ પર પોલથી પોલ સુધીનો એક ચક્કર 90 મિનીટમાં લગાવતી. આ સેટેલાઇટની ખાસ વાત એ છે કે તેમાં ત્રણ કેમેરા લાગેલા છે.
પહેલો મલ્ટી સ્પેક્ટ્રલ વિઝિબલ એન્ડ નીયર-ઇંફ્રારેડ, બીજો હાઇપર-સ્પેક્ટ્રમ વિઝિબલ એન્ડ નીયર ઇંફ્રારેડ અને ત્રીજો હાઇપર-સ્પેક્ટ્રલ શોર્ટ વેવ-ઇંફ્રારેડ. પહેલા કેમેરાનું રેઝોલ્યુશન 42 મીટર, બીજો 318 મીટર અને ત્રીજાનું 191 મીટર છે.
આ પણ વાંચો – BANASKATHA : ગ્રાન્ટના અભાવે મનરેગાના શ્રમિકો વેતનથી વંચિત, શ્રમિકોના 7 કરોડથી વધુની મજૂરી બાકી
આ પણ વાંચો – Gujarat માં ગુરુવારે રેકોર્ડ બ્રેક પોણા છ લાખ લોકોનું રસીકરણ, અત્યાર સુધીમાં સાડા ત્રણ કરોડથી વધુ લોકોને અપાઈ રસી