Facebook Security Check: ક્યાંક ખોટી રીતે તો નથી યુઝ થઈ રહ્યુંને તમારુ ફેસબુક એકાઉન્ટ ? આ રીતે જાણો

|

Dec 28, 2021 | 9:02 AM

મેટા એટલે કે ફેસબુક સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પૈકીનું એક છે. ફેસબુક પર પણ યુઝર્સ ખૂબ એક્ટિવ છે. આવી સ્થિતિમાં, ફેસબુક તેના વપરાશકર્તાઓને વધુ સુવિધા આપવા અને તેમના ડેટાને સુરક્ષિત કરવા માટે તેના પ્લેટફોર્મ પર નવી સેવાઓ ઉમેરતું રહે છે.

Facebook Security Check: ક્યાંક ખોટી રીતે તો નથી યુઝ થઈ રહ્યુંને તમારુ ફેસબુક એકાઉન્ટ ? આ રીતે જાણો
Facebook (Symbolic Image)

Follow us on

મેટા એટલે કે ફેસબુક સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પૈકીનું એક છે. ફેસબુક પર પણ યુઝર્સ ખૂબ એક્ટિવ છે. આવી સ્થિતિમાં, ફેસબુક તેના વપરાશકર્તાઓને વધુ સુવિધા આપવા અને તેમના ડેટાને સુરક્ષિત કરવા માટે તેના પ્લેટફોર્મ પર નવી સેવાઓ ઉમેરતું રહે છે. પરંતુ તેમ છતાં છેતરપિંડી (Fraud)કરનારાઓ યુઝર્સના ડેટાની ચોરી કરવા માટે વિવિધ યુક્તિઓ અપનાવતા રહે છે.

આપણા ફેસબુક એકાઉન્ટ (Facebook Account)માં ઘણા પ્રકારનો ડેટા સંગ્રહિત છે. એટલા માટે તમારો ડેટા સુરક્ષિત રાખવો એટલો જ મહત્વપૂર્ણ છે જેટલો તમારા Facebook એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે પણ છે. કેટલીકવાર આપણે આપણા ફેસબુક એકાઉન્ટને ઘણી જગ્યાએ લોગ ઈન કરીએ છીએ અને લોગઆઉટ કરવાનું ભૂલી જઈએ છીએ.

આવી સ્થિતિમાં કોઈ તેનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. પરંતુ ફેસબુક તેના યુઝર્સને એક એવી સુવિધા આપે છે, જેના દ્વારા તમે જાણી શકો છો કે તમારા એકાઉન્ટનો ઉપયોગ કઈ જગ્યાએ થઈ રહ્યો છે. આવો જાણીએ કેવી રીતે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

તમારા Facebook એકાઉન્ટની એક્ટિવિટી કેવી રીતે તપાસવી

સૌથી પહેલા તમારે તમારા ફોનમાં ફેસબુક એપ્લીકેશન ઓપન કરવી પડશે. આ પછી તમને જમણી બાજુએ ત્રણ લાઇનથી બનેલું આઇકન દેખાશે, તેના પર ક્લિક કરો. તે પછી સેટિંગ બટન પર ક્લિક કરો. હવે તમને સર્ચ બટનનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.

અહીં એક્ટિવિટી લોગ (Activity Log) લખી અને સર્ચ કરો. અહીં નીચે, તમે ઘણા વિકલ્પો જોશો જેમ કે, Login, Log Outs, Active Sessions, Search History વગેરે.

અહીં તમે એક્ટિવ સેશન ઓપ્શન (Active Session) પર જઈને જાણી શકો છો કે તમારું એકાઉન્ટ હાલમાં ક્યાં ઉપયોગમાં લેવાય છે.
આ સિવાય લોગિન, લોગ આઉટ ઓપ્શનમાં તમને ખબર પડશે કે તમારું એકાઉન્ટ ક્યારે અને ક્યાં ખોલવામાં આવ્યું છે? સ્થળની સાથે તમને એ પણ ખબર પડશે કે તમારું એકાઉન્ટ મોબાઈલથી ખોલવામાં આવ્યું હતું કે લેપટોપથી.

તમારા એકાઉન્ટને આ રીતે સુરક્ષિત કરો

જો તમે કોઈ અજાણી પ્રવૃત્તિ જુઓ, તો તરત જ તેને દૂર કરો, તમારા એકાઉન્ટનો પાસવર્ડ બદલો અને અન્ય તમામ જગ્યાએથી એકાઉન્ટને લોગઆઉટ કરવાના ઓપ્શન પર ક્લિક કરો. આ પછી તમારું એકાઉન્ટ અન્ય તમામ ઉપકરણોમાંથી લોગ આઉટ થઈ જશે.

આ પણ વાંચો: Poplar Tree Farming: આ વૃક્ષની છે ખુબ જ ડિમાન્ડ, એક હેક્ટરમાં ખેતીથી થશે 7 લાખ સુધીની કમાણી !

આ પણ વાંચો: Viral: રોઈ રોઈ દુલ્હને ગામ માથે લીધુ! પરિવારે ટિંગાટોળી કરી બેસાડી કારમાં, જૂઓ દુલ્હનનો હાઈ વોલ્ટેજ ડ્રામા

Next Article