Instagram Down: ઈન્સ્ટાગ્રામ થયું ડાઉન, યુઝર્સ થયા પરેશાન, ટ્વિટર પર વાયરલ થયા મીમ્સ

જેના કારણે દુનિયાભરના કરોડો યુઝર્સને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે યુઝર્સે તેમનો ગુસ્સો ટ્વિટર પર જાહેર કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ ડાઉન (Instagram Down ) થવાના મીમ્સ અને જોક્સ ટ્વિટર પર ટ્રેડ થયા હતા.

Instagram Down: ઈન્સ્ટાગ્રામ થયું ડાઉન, યુઝર્સ થયા પરેશાન, ટ્વિટર પર વાયરલ થયા મીમ્સ
Image Credit source: File photo
| Edited By: | Updated on: Sep 22, 2022 | 11:51 PM

Instagram Down Today : દુનિયાનું સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ આજે થોડા સમય માટે ડાઉન થઈ ગયુ હતુ. જેના કારણે દુનિયાભરના કરોડો યુઝર્સને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે યુઝર્સે તેમનો ગુસ્સો ટ્વિટર પર જાહેર કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ ડાઉન (Instagram Down ) થવાના મીમ્સ અને જોક્સ ટ્વિટર પર ટ્રેડ થયા હતા. ઈન્સ્ટાગ્રામ યુઝર આજે રાતના સમયે ઈન્સ્ટાગ્રામ પર પોતાનું કામ કરી શકયા ન હતા. યુઝર્સ ઈન્સ્ટાગ્રામ પર લોગિન, રિફરેસ, પોસ્ટ, મેસેજ જેવા કામ કરી શક્યા ન હતા.ઘણા લોકોને લાગ્યુ કે આ તેમના ઈન્ટરનેટ કનેશનનો પ્રોબ્લેમ છે પણ હકીકતમાં દુનિયાના અનેક દેશોમાં ઈન્સ્ટાગ્રામ ડાઉન હતુ.

મળતી માહિતી અનુસાર આજે 9.32 PM સમયે ઈન્સ્ટાગ્રામ થોડા સમયમાં ડાઉન થયુ હતુ. ટ્વિટર પર તેને લગતા એકથી એક ચઢિયાતા મીમ્સ વાયરલ થયા હતા. આવું પહેલીવાર નથી બન્યુ, આ પહેલા પણ ઘણીવાર ઈન્સ્ટાગ્રામ કેટલાક કારણોસર ડાઉન થયુ છે. જોકે, થોડા સમય બાદ તે પહેલાની જેમ સારી રીતે કામ કરવા લાગે છે. સવાલ એ પણ થાય કે ઈન્સ્ટાગ્રામ ડાઉન છે તેની પુષ્ટિ આપણે જાતે જ, બીજાને પૂછ્યા વગર કઈ રીતે કરી શકીએ. તેની માહિતી પણ તમને આ અહેવાલમાં જાણવા મળશે.

Instagram ડાઉન થવાના સંકેત

1. કોઈની પોસ્ટ લાઈક કરવામાં અસમર્થતા.
2. કોઈની પોસ્ટ પર કોમેન્ટ કરવામાં અસમર્થતા
3. ઈન્સ્ટાગ્રામ પર સર્ચ ટેબ લોડ ન થવી
4. જૂના પોસ્ટ કે વીડિયો ફીડમાં ન દેખાવા
5. લોગિન કરવામાં અસમર્થતા

આ રહ્યા એ વાયરલ મીમ્સ

 

 

 

 

 

ઈન્સ્ટાગ્રામ દ્વારા ટ્વિટ કરીને જણાવવામાં આવી આ વાત

 

ઈન્સ્ટાગ્રામ ડાઉન થતા કંપનીના કર્મચારીઓ ફરી તેને બરાબર કરવામાં લાગ્યા હતા. તે દરમિયાન દુનિયામાં ઘણા ભાગમાં ઈન્સ્ટાગ્રામ ફરી કાર્યરત થયુ હતુ. જ્યારે અન્ય ભાગોમાં હાલ પણ ઈન્ટાગ્રામ ડાઉન છે. તેના પર ઈન્ટાગ્રામ દ્વારા ટ્વિટ કરીને નિવેદન આપવામાં આવ્યુ છે કે, અમે જાણીએ છીએ કે કેટલાક લોકોને Instagram ઍક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી છે. અમે શક્ય તેટલી ઝડપથી વસ્તુઓ સામાન્ય કરવા માટે કામ કરી રહ્યા છીએ. કોઈપણ અસુવિધા માટે માફ કરશો.

Published On - 11:24 pm, Thu, 22 September 22