ભારતીય રેલવે (Indian Railways) પોતાના નેટવર્કને વધારવાની સાથે સાથે મુસાફરોને સારામાં સારી સુવિધાઓ આપવાની દિશામાં પ્રયત્ન કરતી હોય છે. ભારતીય રેલવે નવી નવી સુવિધાઓ લઇને આવતી રહે છે. હાલમાં જ અત્યાધુનિક સુવિઘાઓથી સજ્જ હોટેલ જેવા નવા કોચ શરૂ કરવામાં આવ્યા છે.
ભારતીય રેલવે આ સાથે સાથે કોરોનાને પણ ધ્યાનમાં રાખીને બચાવના ઉપાયો કરી રહી છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે હવે યાત્રીઓની સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરવા માટે દરેક કોચમાં કોરોના સંભવિત જગ્યાઓને ડિસઇંફેક્ટ કરવા માટે UVC લાઇટનો ઉપયોગ કરવામાં આવશે. આમાં ખાસ વાત તો એ છે કે આ કામ એર રોબોટની (Robot) મદદથી કરવામાં આવશે.
To prevent the spread of pandemic, Delhi Division has started “Technology driven Disinfection through UVC Robots” having UVC light for 100% disinfection of compartment area in coach.
For the first time, it is under observation in 02004 New Delhi-Lucknow Shatabdi Express. pic.twitter.com/Em0Rh0Nqea
— Ministry of Railways (@RailMinIndia) September 3, 2021
કોરોના મહામારીના આ સમયમાં યાત્રીઓને સંક્રમણથી બચાવવા માટે રેલવેએ એક ખાસ પ્રકારનું વાયરલેસ યૂવી ડિવાઇસ તૈયાર કર્યુ છે. આ રોબોટની મદદથી ફક્ત અઢી મિનીટમાં આખો કોચ સેનિટાઇઝ થઇ શક્શે. આ ડિવાઇસની મદદથી આવનાર સમયમાં સંક્રમણને રોકવામાં મદદ મળશે. આ રોબોટના માધ્યમથી આખી ટ્રેનના 20 કોચને સોનિટાઇઝ કરવામાં 40 થી 45 મિનીટ લાગશે.
હાલમાં રેલવે તરફથી દિલ્લી – લખનૌ શતાબ્દીમાં આનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે જ્યારે કાલકા શતાબ્દીમાં જલ્દી જ તેની શરૂઆત કરવામાં આવશે. ગ્રીનકાઇઝ એવિએશનના ડાયરેક્ટર કૈપ્ટન પવન અરોરાએ જણાવ્યુ કે, આ પ્રકારની આવી પહેલી સિસ્ટમ છે કે જેને રેલવેએ અપનાવી છે. આમાં બે પ્રકારના વિંગ આપવામાં આવ્યા છે જે ડબ્બાના કોઇ પણ ખૂણામાં જઇને લાઇટની મદદથી વાયરસનો ખાત્મો કરી દેશે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –