
યૂટયૂબને સંબંધિત એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. યૂટયૂબના CEO સુસાન વોજસ્કીએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા અને એક બ્લોગ પર આ માહિતી આપી છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ઓનલાઈન વીડિયો પ્લેટફોર્મ યૂટયૂબ સાથે જોડાયેલા હતા. તેમના રાજીનામાં બાદ હવે ભારતીય મૂળના અમેરિકી નાગરિક નીલ મોહન યૂટયૂબના આગામી CEO હશે.
વર્ષોથી ભારતીય અને ભારતીય મૂળના લોકોએ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી દુનિયામાં ભારતની એક અલગ છાપ છોડી છે. ભારતની પ્રગતિમાં ભારતમાં રહેતા ભારતીયોની સાથે વિદેશની ધરતી પર રહેતા ભારતીયો અને ભારતીય મૂળના લોકો મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. દુનિયાના મોટા મોટા દેશની સરકારોમાં ભારતીય મૂળના લોકો પદ મેળવી રહ્યાં છે. દેશના પ્રમુખથી લઈને મોટી ટેક કંપનીના સીઈઓના પદ પર ભારતીય મૂળના લોકો આવી રહ્યાં છે.
Today, after nearly 25 years at @Google, I’m stepping back to start a new chapter. I’m inspired every day by creators around the world who bring people together on @YouTube. It’s been an honor to have a front row seat to this incredible community. https://t.co/063sYalPzX
— Susan Wojcicki (@SusanWojcicki) February 16, 2023
આ પણ વાંચો : પાકિસ્તાનમાં જનતા પર મોંઘવારીનો બોજ વધશે, IMF લૉન માટે જરૂરી શરતો પૂર્ણ કરવા ‘મિની બજેટ’ રજુ કરાયું
તે ગૂગલ માટે પણ કામ કરી ચૂકી છે. ગૂગલમાં તે સીનિયર એડ પ્રોડક્ટ વાઈસ પ્રેસિડેન્ટ હતી. તેમણે 25 વર્ષ ગૂગલ સાથે અને 9 વર્ષ યૂટયૂબ માટે કામ કર્યું છે.તે વર્ષ 2014માં યૂટયૂબની સીઈઓ બની હતી. આ તે પહેલા ઈનટેલ અને બેન એન્ડ કંપની પણ કામ કરી ચૂકી છે. લાંબા સમયથી ગૂગલ અને આલ્ફાબેટમાં સલાહકારની ભૂમિકા નિભાવવા બદલ સીએઓ સુંદર પિચાઈએ તેમની પ્રશંસા પણ કરી હતી.
Thank you, @SusanWojcicki. It’s been amazing to work with you over the years. You’ve built YouTube into an extraordinary home for creators and viewers. I’m excited to continue this awesome and important mission. Looking forward to what lies ahead… https://t.co/Rg5jXv1NGb
— Neal Mohan (@nealmohan) February 16, 2023
હાલમાં નીલ મોહન યૂટયૂબના ચીફ પ્રોડક્ટ ઓફિસરના પદ પર કામ કરી રહ્યાં છે. વોજસ્કીએ જણાવ્યું કે, તે પોતાના પરિવાર, સ્વાસ્થ્ય અને વ્યક્તિગત પ્રોજેક્ટ પર ફોક્સ કરશે.