Indian DJ Expo : સાઉન્ડ, લાઇટિંગ અને ડીજે ટેક્નોલોજીનો કુંભ ! દિલ્હીના ભારત મંડપમમાં યોજાશે 11મું ‘ઇન્ડિયન ડીજે એક્સ્પો’

ઇન્ડિયન એન્ટરટેઇનમેન્ટ ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીનું અગ્રણી બ્રાન્ડમેકર્સ શો ‘ઇન્ડિયન ડીજે એક્સ્પો’ આ વર્ષે 19થી 21 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ, પ્રગતિ મેદાન ખાતે યોજાશે.

Indian DJ Expo : સાઉન્ડ, લાઇટિંગ અને ડીજે ટેક્નોલોજીનો કુંભ ! દિલ્હીના ભારત મંડપમમાં યોજાશે 11મું ઇન્ડિયન ડીજે એક્સ્પો
Indian DJ Expo 2026
| Updated on: Aug 04, 2026 | 1:05 PM

વર્ષ 2026માં ઇન્ડિયન ડીજે એક્સ્પોનું 11મું એડિશન યોજાઈ રહ્યું છે. આ વાર્ષિક એક્સ્પોએ પ્રોફેશનલ ઓડિયો, લાઇટિંગ, AV, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ડીજે ટેક્નોલોજી, LED ડિસ્પ્લે સોલ્યુશન્સ અને સ્પેશિયલ ઇફેક્ટ્સ ક્ષેત્ર માટે ભારતના સૌથી મોટા માર્કેટપ્લેસ તરીકે પોતાની ઓળખ બનાવી છે. આ એક્સ્પો મેન્યુફેક્ચરર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ, સિસ્ટમ ઇન્ટિગ્રેટર્સ, રેન્ટલ કંપનીઓ, કન્સલ્ટન્ટ્સ, વેન્યુ ઓનર્સ, ઇવેન્ટ પ્રોફેશનલ્સ અને ટેક્નોલોજી ખરીદદારોને એક જ પ્લેટફોર્મ પર લાવશે.

500થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ ભાગ લે તેવી શક્યતા

આ વર્ષે એક્સ્પોમાં 500થી વધુ અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ ભાગ લે તેવી શક્યતા છે. લેટેસ્ટ ઇનોવેશન, નવી ટેક્નોલોજી અને ભવિષ્ય માટે તૈયાર સોલ્યુશન્સ દ્વારા મુલાકાતીઓને ભારતના એન્ટરટેઇનમેન્ટ અને ઇન્ટિગ્રેશન સેક્ટરમાં થઈ રહેલા ઝડપી પરિવર્તનની ઝલક જોવા મળશે.

ઇન્ડિયન ડીજે એક્સ્પો શું છે

ઇન્ડિયન ડીજે એક્સ્પો (Indian DJ Expo) એ મ્યુઝિક પ્રોડક્શન, એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી અને ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી માટેનું ભારતનું સૌથી મોટું અને અગ્રણી બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) પ્રદર્શન છે. વર્ષ 2014માં શરૂ થયેલ આ વાર્ષિક એક્સ્પો સામાન્ય રીતે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાય છે.

પ્રો AV સિસ્ટમ્સ ઇન્ટિગ્રેશન એક્સ્પો 2026

ડીજે એક્સ્પો સાથે જ પ્રો AV સિસ્ટમ્સ ઇન્ટિગ્રેશન એક્સ્પો 2026 પણ યોજાશે. તેમાં વધતા ઇન્સ્ટોલેશન અને સિસ્ટમ ઇન્ટિગ્રેશન માર્કેટ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. આ એક્સ્પોમાં કોમર્શિયલ ઓડિયો, ઇન્સ્ટોલ્ડ સાઉન્ડ, સાઉન્ડ રિઇન્ફોર્સમેન્ટ, કોન્ફરન્સિંગ સિસ્ટમ્સ, ડિજિટલ સાઇનેજ, LED ડિસ્પ્લે ટેક્નોલોજી, ઇન્ટેલિજન્ટ લાઇટિંગ, ઇન્ડોર અને આઉટડોર એન્ટરટેઇનમેન્ટ વેન્યુ, કોર્પોરેટ સ્પેસ, હોસ્પિટાલિટી પ્રોજેક્ટ્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના ઇન્ટિગ્રેટેડ AV સોલ્યુશન્સ રજૂ કરવામાં આવશે.

ઇન્ટિગ્રેશન માર્કેટ પર ખાસ ભાર

ડીજે એક્સ્પોના આયોજક મેન્યુઅલ ડાયસે જણાવ્યું કે, “આ વર્ષે સિસ્ટમ્સ ઇન્ટિગ્રેશન માર્કેટ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હોસ્પિટાલિટી, એજ્યુકેશન અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સમાં ઝડપથી વિકાસ કરી રહ્યું છે. આ ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીના ભવિષ્યને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.” દસ વર્ષના અનુભવને આગળ વધારતા આ વખતે મુલાકાતીઓ માટે નવા પ્રોડક્ટ લોન્ચ, લાઇવ ડેમોસ્ટ્રેશન, હેન્ડ્સ-ઓન ટેક્નોલોજી અનુભવ, ઇન્ડસ્ટ્રી નેટવર્કિંગ, ટેક્નિકલ વર્કશોપ, નોલેજ સેશન, એક્સપર્ટ પેનલ, બિઝનેસ ડેવલપમેન્ટની તકો અને નવી ટેક્નોલોજીના પ્રદર્શન જેવા અનેક આકર્ષણો રહેશે.

આ પણ વાંચો, શું તમે પણ ‘Fake Discount’નો શિકાર બની રહ્યા છો ? ખરીદી કરતા પહેલા પ્રોડક્ટની પ્રાઇસ હિસ્ટ્રી ચેક કરવાની આ રહી 3 સરળ રીત

Published On - 1:05 pm, Tue, 4 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.