જો તમે QR કોડથી ટ્રાન્ઝેક્શન કરો છો, તો આ એક ભૂલથી તમારું ખાતું ખાલી થઈ જશે !

|

Apr 25, 2022 | 6:25 PM

આજે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના વધતા ચલણની સાથે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે. લોકો QR કોડ દ્વારા ઓનલાઇન છેતરપિંડીનો શિકાર પણ બની રહ્યા છે. લોકોએ છેતરપિંડીથી બચવા માટે કેટલીક સાવચેતી રાખવી જોઈએ.

જો તમે QR કોડથી ટ્રાન્ઝેક્શન કરો છો, તો આ એક ભૂલથી તમારું ખાતું ખાલી થઈ જશે !
QR Code Payment (File Image)

Follow us on

દુનિયાભરમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું (Online Transaction) ચલણ સતત વધી રહ્યું છે. લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર વધુને વધુ નિર્ભર બની રહ્યા છે. આ માટે તેઓ અનેક ઈ-પેમેન્ટ પદ્ધતિઓનો (E- Payment) ઉપયોગ કરે છે. પરંતુ જેમ જેમ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું ચલણ વધી રહ્યું છે તેમ તેમ ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ (Online Fraud) પણ વધી રહ્યા છે. ઓનલાઈન છેતરપિંડી કરવા માટે, લેભાગુ તત્વોએ નવી રીતો શોઘી છે. આવી ઘણી યુક્તિઓ છે જેનો ઉપયોગ કરીને આવા ઠગ નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવે છે અને તેમની બેંકિંગ વિગતો ચોરી કરે છે.

તાજેતરમાં, QR કોડ દ્વારા ઑનલાઇન છેતરપિંડીના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આવા કિસ્સાઓમાં લોકોને QR કોડ દ્વારા પૈસા મેળવવાની લાલચ આપવામાં આવે છે. પરંતુ પૈસા મળવાને બદલે QR કોડ કૌભાંડ દ્વારા લોકોના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે.

OLX જેવા પ્લેટફોર્મ પર છેતરપિંડી થાય છે

QR કોડ સ્કેમર્સ છેતરપિંડી કરવા માટે OLX જેવા ઑનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. QR કોડ શેર કરીને તેઓ લોકોને પૈસાની લાલચ આપે છે. લોકો QR કોડ સ્કેન કરતાની સાથે જ ઠગની જાળમાં આવી જાય છે. આ છેતરપિંડી એટલી સામાન્ય બની ગઈ છે કે OLXએ પણ યુઝર્સને QR કોડ વિશે સાવચેત રહેવાની સલાહ આપી છે. તો ચાલો, આજે આપણે જાણીએ કે QR કોડ કૌભાંડ કેવી રીતે થાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ રીતે QR કોડ કૌભાંડો થાય છે

ઓનલાઈન ફ્રોડ સ્કેમર્સ લોકોને કોઈપણ સ્કીમમાંથી પૈસા મેળવવાની લાલચ આપીને QR કોડ મોકલે છે. પરંતુ આવા QR કોડ સ્કેન કર્યા બાદ બેંક ખાતામાં પૈસા આવવાને બદલે કપાઈ જાય છે. ઠગ પણ યુઝર્સની સંપૂર્ણ બેંક વિગતો મેળવી લે છે અને તેઓ સરળતાથી ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. તેથી જો કોઈ તમને વોટ્સએપ અથવા અન્ય પ્લેટફોર્મ પરથી QR કોડ મોકલીને પૈસાની લાલચ આપે છે, તો લોભી ન બનો અને QR કોડને સ્કેન પણ ક્યારેય ન જ કરો. ક્યારેય પણ કોઈપણ વ્યક્તિને તમારી બેંકની માહિતી ના જ આપશો.

ઑનલાઇન છેતરપિંડીનો ભોગ બનવાથી કેવી રીતે બચવું

તમારા UPI ID અથવા બેંક ખાતાની વિગતો કોઈપણ અજાણી વ્યક્તિને આપશો નહીં. તમે અજાણ્યાઓ પાસેથી મેળવેલ QR કોડને સ્કેન કરશો નહીં. OTP ક્યારેય પણ કોઈને પણ શેર કરશો નહીં કારણ કે તે ખુબ જ ગોપનીય છે અને તમારા લોગિનને પ્રમાણિત કરે છે. જ્યારે પણ તમે કોઈ અજાણી વ્યક્તિ સાથે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો અથવા તેને પૈસા મોકલો કે મેળવો ત્યારે એકવાર તે અજાણી વ્યક્તિની સત્યતા તપાસો. જો તમે OLX વગેરે પર કંઈક વેચી રહ્યાં છો, તો પ્લેટફોર્મ પર ખરીદનારની જોડાવાની તારીખ તપાસો.

આ સિવાય તેનો પ્રોફાઈલ ફોટો, નામ, ફોન નંબર વગેરે સંબંધિત માહિતી પણ જોઈ શકાશે. જો કોઈ યુઝર્સે અગાઉ તે ખરીદનારના ખાતાની જાણ કરી હોય, તો OLX સંબંધિત માહિતી બતાવશે. તમારા બધા UPI ID ને કોડ વડે સુરક્ષિત કરો. BHIM, Google Pay, PhonePe જેવા તમામ UPI ચુકવણી પ્રદાતાઓ યુઝર્સને સુરક્ષા પિન દ્વારા UPI ને સુરક્ષિત રાખવાનો વિકલ્પ આપે છે. યુઝર્સ આ એપ્સ ખોલે છે, ત્યારે સૌથી પહેલા આ સિક્યોરિટી કોડ નાખવો પડશે. આ સાથે યુઝર્સની UPI ID ઘણી હદ સુધી સુરક્ષિત બની જાય છે. અજાણ્યા લોકો સાથે ઓફલાઈન રોકડ વ્યવહાર કરવાનો પ્રયાસ કરો.

આ પણ વાંચો – Tech News: iPhone યુઝર્સ માટે મોટા સમાચાર, એપલે ડેવલપર્સને આપી નોટિસ, આ એપ્લિકેશનો એપ સ્ટોરમાંથી કરાશે દૂર

 

Next Article